gu_tw/bible/kt/command.md

3.2 KiB

આદેશ/આજ્ઞા, આદેશ આપવો/આજ્ઞા આપવી

વ્યાખ્યા:

“આદેશ” શબ્દનો અર્થ, કોઈકને કઈંક કરવા હુકમ કરવો. “આદેશ” અથવા “આજ્ઞા” શબ્દ, વ્યક્તિને જે કરવાનો હુકમ આપવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરે છે.

  • ઘણી વખત “આજ્ઞા” ઈશ્વરની ચોક્કસ આજ્ઞાઓ કે જે વધુ ઔપચારિક અને કાયમી હોય છે, તેને દર્શાવે છે, જેમકે “દસ આજ્ઞાઓ.”
  • આજ્ઞા હકારાત્મક (“તારા માબાપનું સન્માન કર”) અથવા નકારાત્મક (ચોરી કરવી નહીં”) હોઈ શકે છે.
  • “આજ્ઞા ઉઠાવવી/જવાબદારી લેવી”નો અર્થ કોઈકનું અથવા કશાકનું “નિયંત્રણ કરવું” અથવા “હવાલો લેવો.”

ભાષાંતરના સૂચનો

  • “કાયદો” શબ્દ કરતાં આ શબ્દનું અલગ રીતે ભાષાંતર કરવું શ્રેષ્ઠ ગણાશે. સાથે સાથે તેની તુલના “હુકમનામું અને “કાનૂન” ની વ્યાખ્યાઓ સાથે પણ કરવી.
  • કેટલાક અનુવાદકો “આદેશ” અને “આજ્ઞા”ને તેઓની ભાષામાં એક સમાન શબ્દથી ભાષાંતર કરવાનું પસંદ કરી શકે છે.
  • જયારે બીજા, આજ્ઞા શબ્દ માટે ખાસ શબ્દ કે જે કાયમી, ઔપચારિક આદેશો કે જે ઈશ્વરે બનાવ્યા તે દર્શાવવા પસંદ કરી શકે છે.

(જુઓ હુકમનામુ, કાનૂન, કાયદો, દસ આજ્ઞાઓ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H559, H560, H565, H1696, H1697, H1881, H2706, H2708, H2710, H2941, H2942, H2951, H3027, H3982, H3983, H4406, H4662, H4687, H4929, H4931, H4941, H5057, H5713, H5749, H6213, H6310, H6346, H6490, H6673, H6680, H7101, H7218, H7227, H7262, H7761, H7970, H8269, G1263, G1291, G1296, G1297, G1299, G1690, G1778, G1781, G1785, G2003, G2004, G2008, G2036, G2753, G3056, G3726, G3852, G3853, G4367, G4483, G4487, G5506