gu_tw/bible/kt/christian.md

5.4 KiB

ખ્રિસ્તી

વ્યાખ્યા

ઈસુ સ્વર્ગમાં પાછા ગયા પછી અમુક સમય પછી, લોકોએ “ખ્રિસ્તી” નામ બનાવ્યું જેનો અર્થ થાય છે “ખ્રિસ્તનો અનુયાયી.”

  • તે અંત્યોખ શહેરમાં હતું જ્યાં ઈસુના અનુયાયીઓને પ્રથમ “ખ્રિસ્તીઓ” તરીકે ઓળખવામાં આવતા હતા.
  • એક ખ્રિસ્તી એવી વ્યક્તિ છે જે માને છે કે ઈસુ દેવના પુત્ર છે, અને જે ઈસુને તેના પાપોમાંથી બચાવવા માટે વિશ્વાસ કરે છે.
  • આપણા આધુનિક સમયમાં, ઘણી વખત "ખ્રિસ્તી" શબ્દનો ઉપયોગ એવા વ્યક્તિ માટે થાય છે જે ખ્રિસ્તી ધર્મ સાથે ઓળખાવે છે, પરંતુ જે ખરેખર ઈસુને અનુસરતા નથી. આ બાઈબલમાં "ખ્રિસ્તી" નો અર્થ નથી.
  • કારણ કે બાઈબલમાં "ખ્રિસ્તી" શબ્દ હંમેશા એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ખરેખર ઈસુમાં વિશ્વાસ કરે છે, ખ્રિસ્તીને "વિશ્વાસી" પણ કહેવામાં આવે છે.

અનુવાદ સૂચનો:

  • આ શબ્દનું ભાષાંતર "ખ્રિસ્ત-અનુયાયી" અથવા "ખ્રિસ્તના અનુયાયી" અથવા કદાચ "ખ્રિસ્ત-વ્યક્તિ" તરીકે થઈ શકે છે
  • ખાતરી કરો કે આ શબ્દનો અનુવાદ શિષ્ય અથવા પ્રેરિત માટે વપરાતા શબ્દો કરતાં અલગ રીતે કરવામાં આવ્યો છે.
  • આ શબ્દનો એવા શબ્દ સાથે અનુવાદ કરવામાં સાવચેત રહો જે ફક્ત અમુક જૂથોને જ નહીં, પરંતુ ઈસુમાં વિશ્વાસ કરનારા દરેકને સંદર્ભિત કરી શકે.
  • એ પણ ધ્યાનમાં લો કે સ્થાનિક અથવા રાષ્ટ્રીય ભાષામાં બાઈબલના અનુવાદમાં આ શબ્દનું કેવી રીતે ભાષાંતર કરવામાં આવે છે. (જુઓ: [કેવી રીતે અજ્ઞાત ભાષાંતર કરવું])

(આ પણ જુઓ: [અંત્યોખ], [ખ્રિસ્ત], [મંડળી], [શિષ્ય], [વિશ્વાસ], [ઈસુ], [દેવનો પુત્ર])

બાઈબલ સંદર્ભો:

  • [૧ કરિંથી ૬:૭-૮]
  • [૧ પિતર ૪:૧૬]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૨૬]
  • [પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૮]

બાઈબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • [૪૬:૯] તે અંત્યોખમાં હતું જ્યાં ઈસુમાં વિશ્વાસ કરનારાઓને પ્રથમ "ખ્રિસ્તીઓ" કહેવામાં આવતું હતું.
  • [૪૭:૧૪] પાઉલ અને અન્ય ખ્રિસ્તી આગેવાનોએ ઘણા શહેરોમાં પ્રવાસ કર્યો, લોકોને ઈસુ વિશેના સુવાર્તાનો ઉપદેશ આપ્યો અને શીખવ્યું.
  • [૪૯:૧૫] જો તમે ઈસુમાં વિશ્વાસ કરો છો અને તેણે તમારા માટે શું કર્યું છે, તો તમે ખ્રિસ્તી છો!
  • [૪૯:૧૬] જો તમે ખ્રિસ્તી છો, તો ઈસુએ જે કર્યું તેના કારણે દેવે તમારા પાપોને માફ કરી દીધા છે.
  • [૪૯:૧૭] તમે ખ્રિસ્તી હોવા છતાં પણ તમે પાપ કરવા લલચાશો.
  • [૫૦:૩] તે સ્વર્ગમાં પાછા ફર્યા તે પહેલાં, ઈસુએ ખ્રિસ્તીઓને કહ્યું કે તે લોકોને સુવાર્તા જાહેર કરો જેમણે તે ક્યારેય સાંભળ્યું નથી.
  • [૫૦:૧૧] જ્યારે ઈસુ પાછો આવશે, ત્યારે દરેક ખ્રિસ્તી જે મૃત્યુ પામ્યા છે તે મૃત્યુમાંથી ઉઠશે અને તેને આકાશમાં મળશે.

શબ્દ માહિતી:

  • Strong's: G55460