gu_tw/bible/kt/bless.md

7.0 KiB

આશીર્વાદ, આશીર્વાદિત (ધન્ય), આશીર્વચન/આશીર્વાદ આપવો

વ્યાખ્યા:

કોઈકને અથવા કશાકને “આશીર્વાદ” આપવાનો અર્થ છે કે સારું અથવા લાભદાયી કરવું તે વ્યક્તિ કે વસ્તુ માટે જેને આશીર્વાદ આપવામાં આવી રહ્યો છે.

  • કોઈને આશીર્વાદ આપવાનો અર્થ એમ પણ થાય કે તે વ્યક્તિને માટે હકારાત્મક અને ફાયદાકારક થાય તેવી ઈચ્છા વ્યક્ત કરવી.
  • બાઈબલના સમયોમાં, પિતા તેના બાળકો ઉપર મોટાભાગે ઔપચારિક રીતે આશીર્વાદ ઉચ્ચારતા હતા.
  • જયારે લોકો ઈશ્વરને “ધન્ય કહે છે” અથવા પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે ઈશ્વર ધન્ય હો, એટલે કે તેઓ ઈશ્વરની પ્રસંશા કરે છે.
  • “આશીર્વાદ આપવો” એ શબ્દનો ઉપયોગ, ખોરાક ખવાયા પહેલા ખોરાકને પવિત્ર કરવા, અથવા ખોરાક માટે ઈશ્વરની આભાર અને સ્તુતિ કરવા માટે થાય છે

ભાષાંતરના સૂચનો:

  • આશીર્વાદ આપવો” તેનું ભાષાંતર, “સમૃદ્ધપણે પુરું પાડવું” અથવા “ખૂબ દયાળુ અને કૃપાળુ હોવું” એમ પણ કરી શકાય.
  • “ઈશ્વર મહાન આશીર્વાદ લાવ્યા” તેનું ભાષાંતર, “ઈશ્વરે ઘણા સારા વાનાં આપ્યાં” અથવા “ઈશ્વરે ભરપૂરપણે પૂરું પાડ્યું” અથવા “ઈશ્વરે ઘણું સારું થવા દીધું” એમ પણ કરી શકાય.
  • “તે આશીર્વાદિત છે” તેનું ભાષાંતર, “તેને ખુબ જ ફાયદો થશે” અથવા “તેને સારી વસ્તુઓનો અનુભવ થશે” અથવા “ઈશ્વર તેના વિકાસનું કારણ બનશે” આ રીતે પણ કરી શકાય છે.
  • ”વ્યક્તિ કે જે ધન્ય (આશીર્વાદિત) છે” તેનું ભાષાંતર, “તે વ્યક્તિ માટે તે કેટલું સારું છે” એમ પણ થઇ શકે છે.
  • “પ્રભુને ધન્ય હો” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર “પ્રભુની સ્તુતિ થાઓ” અથવા “પ્રભુની સ્તુતિ” અથવા “હું પ્રભુની સ્તુતિ કરું છું” એમ થઇ શકે છે.
  • આશીર્વાદિત ખોરાકના સંદર્ભમાં, તેનું ભાષાંતર, “ખોરાક માટે આભાર” અથવા “તેઓને ખોરાક આપ્યો માટે ઈશ્વરની સ્તુતિ થાઓ” અથવા “ઈશ્વરની સ્તુતિ દ્વારા તે ખોરાક પવિત્ર કરવો” એમ પણ થઇ શકે છે.

(આ પણ જુઓ : સ્તુતિ)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 1:7 ઈશ્વરે જોયું કે તે સારું છે અને તેણે તેઓને આશીર્વાદ આપ્યો.
  • 1:15 ઈશ્વરે આદમ અને હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા. તેણે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે, “ઘણા સંતાનોથી તથા પૌત્ર-પુત્રીઓથી, પૃથ્વીને ભરપૂર કરો.
  • 1:16 જેથી ઈશ્વરે જે બધું કર્યું, તેનાથી તેણે આરામ લીધો. તેણે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને પવિત્ર ઠરાવ્યો, કારણકે આ દિવસે તેણે પોતાના કામથી આરામ લીધો.
  • 4:4 “હું તારું નામ મોટું કરીશ. જેઓ તને આશીર્વાદ આપશે તેઓને હું આશીર્વા આપીશ અને જેઓ શાપ આપે છે તેઓને હું શાપ આપીશ. પૃથ્વી પરના બધાં જ પરિવારો તારા લીધે આશીર્વાદિત થશે.”
  • 4:7 મલ્ખીસદેકે ઈબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું, સર્વોચ્ચ ઈશ્વર કે જે આકાશ અને પૃથ્વીનો માલિક છે તે ઈબ્રામને આશીર્વાદ આપો.”
  • 7:3 ઈસહાક તેનો આશીર્વાદ એસાવને આપવા માંગતો હતો.
  • 8:5 જેલમાં પણ, યુસફ ઈશ્વરને વિશ્વાસુ રહ્યો, અને ઈશ્વરે તેને આશીર્વાદ આપ્યો.

શબ્દ માહિતી:

  • Strong's: H833, H835, H1288, H1289, H1293, G1757, G2127, G2128, G2129, G3106, G3107, G3108, G6050