gu_ta/translate/translate-symaction/01.md

8.8 KiB

###વર્ણન

સાંકેતિક ક્રિયા તે એવી કોઈક બાબત છે જેનો ઉપયોગ કોઈક કોઈ ચોક્કસ વિચારને વ્યક્ત કરવા માટે કરે છે. ઉદાહરણ તરીકે, કેટલીક સંસ્કૃતિમાં લોકો “હા” કહેવા અતે તેમનું માથું ઊંચું નીચું હલાવે છે અને “ના”કહેવા માટે આજુબાજુ હલાવે છે. સાંકેતિક ભાષાનો બધી સંસ્કૃતિમાં એકસરખો અર્થ થતો નથી. બાઈબલમાં, કેટલીકવાર લોકો સાંકેતિક કાર્યો કરે છે અને કેટલીકવાર તેઓ માત્ર સાંકેતિક કાર્યનો જ ઉલ્લેખ કરે છે.

####સાંકેતિક કાર્યોના ઉદાહરણો

*કેટલીક સંસ્કૃતિમાં લોકો જ્યારે એકબીજાને મળે ત્યારે તેઓ એકબીજા સાથે મિત્રભાવ દર્શાવવા માટે હાથ મિલાવે છે. *કેટલીક સંસ્કૃતિમાં લોકો જ્યારે એકબીજાને મળે ત્યારે નમીને આદર દર્શાવતા અભિવાદન કરે છે.

####કારણ કે આ અનુવાદનો મુદ્દો છે

એક સંકૃતિમાં એક કાર્યનો કોઈ અર્થ હોઈ શકે છે, અને બીજી સંકૃતિમાં તેનો બીજો અર્થ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, કેટલીક સંસ્કૃતિમાં ભવાં ઊંચા કરવા તેનો અર્થ એ થાય કે “મને આશ્ચર્ય થયું છે” અથવા “તમે શું કહો છો?” બીજી સંસ્કૃતિમાં તેનો અર્થ છે “હા”.

બાઈબલમાં લોકોએ કેટલીક બાબતો કરી જેનો તેમની સંસ્કૃતિમાં કોઈ અર્થ રહેલો હતો. આપણે જ્યારે બાઈબલ વાંચીએ છીએ ત્યારે જો તે કાર્યને આપણી પોતાની સંસ્કૃતિના સંદર્ભમાં અર્થઘટન ન કરીએ તો કદાચ આપણે સમજી ન શકીએ કે કોઈનો કહેવાનો શું અર્થ હતો.

બાઈબલના લોકોએ જ્યારે સાંકેતિક કાર્યોનો ઉપયોગ કર્યો ત્યારે તેઓ શું કહેવા માગતા હતા તે અનુવાદકે સમજવાની જરૂર છે. જો તે કાર્ય આપણી પોતાની સંસ્કૃતિમાં તે જ કાર્યને દર્શાવતું ન હોય તો, તે કાર્યનો શું અર્થ થાય છે તે તેઓએ શોધી કાઢવું જોઈએ.

###બાઈબલના ઉદાહરણો

યાઈરસ ઈસુને પગે પડ્યો. (લુક ૮:૪૧ ULB)

સાંકેતિક કાર્યનો અર્થ: તેણે ઈસુ પ્રત્યે તેનો આદર દર્શાવવા માટે આ કર્યું.

જુઓ, હું બારણા આગળ ઊભો છું અને ઠોકુંછું. જે કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે તો, હું માંહે આવીને, તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે. (પ્રકટીકરણ ૩:૨૦ ULB)

સાંકેતિક કાર્યનો અર્થ: જ્યારે લોકો કોઈ તેમને તેમના ઘરમાં આવકારે તેવી ઈચ્છા રાખતા હતા ત્યારે, તેઓ દરવાજા પાસે ઊભા રહીને ઠોકતા હતા.

###અનુવાદની વ્યૂહરચનાઓ

બાઈબલમાંના સાંકેતિક કાર્યને જો લોકો સાચી રીતે સમજી શકે તેમ છે તો તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો તેમ નથી તો, તેનો અનુવાદ કરવા માટેની કેટલીક વ્યૂહરચના અહીં આપેલી છે.

૧. વ્યક્તિએ શું કર્યું અને શા માટે કર્યું તે જણાવો. ૧. વ્યક્તિએ શું કર્યું તે જણાવશો નહીં, પરંતુ તેનો શું અર્થ હતો તે જણાવો. ૧. તમારી સંસ્કૃતિમાં આવા જ પ્રકારનો અર્થ ધરાવતું કાર્ય હોય તો તેનો ઉપયોગ કરો. કાવ્ય, દ્રષ્ટાંતો અને સંદેશાઓમાં જ આ પ્રમાણે કરો. જ્યારે કોઈ વ્યક્તિએ ખાસ પ્રકારનું કાર્ય ખરેખર કર્યું હોય ત્યારે આ પ્રમાણે કરશો નહીં.

###અનુવાદનું વ્યૂહરચના લાગુ કરી હોય તેવા ઉદાહરણો

૧. વ્યક્તિએ શું કર્યું અને શા માટે કર્યું તે જણાવો.

  • યાઈરસ ઈસુને પગે પડ્યો. (લુક ૮:૪૧ ULB) *ઈસુના પ્રત્યે તેનો આદર દર્શાવવા માટે યાઈરસ તેમને પગે પડ્યો.

  • જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. (પ્રકટીકરણ ૩:૨૦ ULB) *જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, અને મને અંદર આવવા દેવા માટે જણાવું છું.

૧. વ્યક્તિએ શું કર્યું તે જણાવશો નહીં, પરંતુ તેનો શું અર્થ હતો તે જણાવો.

  • યાઈરસ ઈસુને પગે પડ્યો. (લુક ૮:૪૧) *યાઈરસે ઈસુ પ્રત્યે મોટો આદર દર્શાવ્યો.

  • જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું (પ્રકટીકરણ ૩:૨૦) *જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, અને મને અંદર આવવા દેવા માટે જણાવું છું.

૧. તમારી સંસ્કૃતિમાં આવા જ પ્રકારનો અર્થ ધરાવતું કાર્ય હોય તો તેનો ઉપયોગ કરો.

  • યાઈરસ ઈસુને પગે પડ્યો. (લુક ૮:૪૧ ULB)-યાઈરસે ખરેખર આ પ્રમાણે કર્યું તેથી, આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે તેના કાર્યનું કોઈ પ્રતિનિધિ રજૂ કરી શકતા નથી.

  • જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. (પ્રકટીકરણ ૩:૨૦ ULB)-ઈસુ ખરેખરા બારણા પાસે ઊભા ન હતા. તેને બદલે તેઓ લોકો સાથે સંબંધમાં આવવા સંબંધી જણાવતા હતા. તેથી સંસ્કૃતિઓમાં જ્યારે કોઈનું ગળું સાફ કરવું તે નમ્રતાની વાત છે તો તેને ઘરમાં જ થવા દો, તમે તેનો ઉપયોગ કરી શકશો. *જુઓ, હું બારણા આગળ ઊભો છું અને મારું ગળું સાફ કરું છું.