gu_ta/translate/translate-problem/01.md

6.8 KiB

###સ્વરૂપોનો અર્થ બદલાઈ જાય છે

શાબ્દિક અનુવાદો સ્રોત લખાણના સ્વરૂપને લક્ષિત લખાણમાં મૂકે છે. કેટલાક અનુવાદકો આ પ્રમાણે કરવાની ઈચ્છા રાખે છે કારણ કે, જેમ આપણે શિક્ષણની શ્રેણીમાં “સ્વરૂપના મહત્વ” ને જોયું તે પ્રમાણે, લખાણનું સ્વરૂપ એ લખાણના અર્થને અસર કરે છે. જો કે, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે વિવિધ સંસ્કૃતિમાંથી આવતા લોકો સ્વરૂપના અર્થને અલગ અલગ રીતે સમજે છે. વિવિધ સંસ્કૃતિમાં, એક જ સ્વરૂપને અલગ અલગ રીતે સમજવામાં આવે છે. તેથી અર્થનું મૂળ સ્વરૂપ યથાવત રાખીને તેના અર્થને જાળવી રાખવો તે શક્ય નથી. અર્થને જાળવી રાખવાનો એકમાત્ર માર્ગ એ છે કે તેના મૂળ સ્વરૂપને નવા સ્વરૂપમાં બદલી નાંખવું જે નવી સંસ્કૃતિમાં જૂની સંસ્કૃતિના જેવો જ અર્થ રજૂ કરતો હોય.

###વિવિધ ભાષાઓ શબ્દો અને શબ્દસમૂહોના વિવિધ ક્રમનો ઉપયોગ કરે છે

જો તમે તમારા અનુવાદમાં સ્રોત શબ્દના ક્રમને જાળવી રાખો તો, જે લોકો તમારી ભાષા બોલે છે તેઓને માટે તે ઘણું અઘરું છે, અને કેટલીકવાર અશક્ય છે. લક્ષિત ભાષામાં તમારે શબ્દના વાસ્તવિક ક્રમને જાળવી રાખવો જોઈએ જેથી લોકો લખાણના અર્થને સમજી શકે.

###વિવિધ ભાષાઓ વિવિધ રૂઢીપ્રયોગો અને હાવભાવનો ઉપયોગ કરે છે

દરેક ભાષાના પોતાના રૂઢીપ્રયોગો અને અન્ય હાવભાવ છે, જેવાકે એવા શબ્દો કે જે ધ્વનિ અને લાગણીને રજૂ કરતાં હોય. આ બાબતોના અર્થને વ્યક્ત કરવા માટે, તમારે રૂઢીપ્રયોગ કે હાવભાવને નક્કી કરવો જોઈએ કે જેનો લક્ષિત ભાષામાં કોઈ અર્થ હોય, દરેક શબ્દનો માત્ર અનુવાદ ન કરો. જો તમે દરેક શબ્દનો માત્ર અનુવાદ કરો છો તો, રૂઢીપ્રયોગ અને હાવભાવનો ખોટો અર્થ હોઈ શકે છે.

###અન્ય ભાષાઓમાં કેટલાક શબ્દોના કોઈ સમાનાર્થી હોતા નથી

બાઈબલમાં એવી કેટલીક બાબતો જોવા મળે છે કે જે હવે અસ્તિત્વ ધરાવતી નથી, જેવા કે પુરાતન વજન( મેદાન, હાથ), નાણાં(દીનાર, સ્તેતર) અને માપ( હિન, એફાહ). શાસ્ત્રમાંના પ્રાણીઓ વિશ્વના કેટલાક ભાગમાં અસ્તિત્વ ધરાવતા નથી (શિયાળ, ઊંટ). કેટલાક શબ્દો અમુક સંસ્કૃતિમાં અજાણ્યા હોઈ શકે (બરફ, સુન્નત). આ સ્થિતિમાં આ શબ્દોના સ્થાને બીજા સમાન શબ્દો લખવા તે શક્ય નથી. અનુવાદ્કે મૂળ અર્થ રજૂ કરવા માટે બીજો કોઈ માર્ગ શોધી કાઢવો જોઈએ.

###બાઈબલ સમજણને માટે લખવામાં આવ્યું હતું

શાસ્ત્રમાંની સાક્ષીઓ પોતે દર્શાવે છે કે તેઓને સમજવા માટે લખવામાં આવ્યા હતા. બાઈબલ ત્રણ ભાષામાં લખવામાં આવ્યું છે કારણ કે ઈશ્વરના લોકો જે ભાષાનો ઉપયોગ કરતાં હતા તે વિવિધ સમયોમાં વિવિધ પ્રકારની હતી. જ્યારે યહૂદીઓ બંદીવાસમાંથી પાછા ફર્યા અને હિબ્રુ જાણતા ન હતા ત્યારે, પ્રબોધકે જૂના કરારના લખાણોનો અરામી ભાષામાં અનુવાદ કર્યો જેથી તેઓ સમજી શકે (નહે ૮:૮) પાછળથી, જ્યારે નવો કરાર લખવામાં આવ્યો ત્યારે, તે હિબ્રુ કે અરામી કે સાહિત્યિક ગ્રીક કે જે સામાન્ય લોકોને સમજવા માટે ઘણું અઘરું હતું તેના બદલે તે સામાન્ય કોઈને ગ્રીક ભાષામાં લખવામાં આવ્યો, જે તે સમયના મોટાભાગના લોકોની ભાષા હતી.

આ અને બીજા કારણો દર્શાવે છે કે ઈશ્વર ઇચ્છતા હતા કે લોકો તેમના વચનને સમજે. તેથી આપણે જાણીએ છીએ કે તેઓ ઈચ્છે છે કે આપણે બાઈબલના અર્થનો અનુવાદ કરીએ, તેના સ્વરૂપને ઉત્પન્ન કરીએ એમ નહીં. શાસ્ત્રના સ્વરૂપ કરતાં તેનો અર્થ વધારે મહત્વનો છે.