gu_ta/translate/translate-names/01.md

18 KiB

###વર્ણન

બાઈબલમાં ઘણા લોકોના, લોકજૂથોના અને સ્થળોના નામ છે. તેમાંના કેટલાક નામ વિચિત્ર જેવા લાગે છે અને બોલવા માટે અઘરા છે. કેટલીકવાર વાચક જાણતા હોતા નથી કે તે નામ શાનો ઉલ્લેખ કરે છે, અને કેટલીકવાર નામનો શું અર્થ થાય છે તે જાણવું જરૂરી હોય છે. આ પૃષ્ઠ તમને એ જોવામાં મદદ કરશે કે કેવી રીતે આ નામોનો અનુવાદ કરી શકાય અને લોકોએ આ નામો વિષે જે જાણવું જોઈએ તે જાણવા માટે તમે તેઓને કેવી રીતે મદદરૂપ થઇ શકો.

####નામોનો અર્થ

બાઈબલમાંના મોટાભાગના નામોમાં અર્થ રહેલો છે. મોટાભાગના સમયે, સામાન્ય રીતે બાઈબલમાંના નામોનો ઉલ્લેખ લોકોની ઓળખને માટે અને તેઓ જે સ્થળોમાં રહે છે તેના સંદર્ભમાં કરવામાં આવ્યો છે. પરંતુ કેટલીકવાર નામના અર્થનું ખાસ મહત્વ રહેલું છે.

મેલ્ખીસેદેક,શાલેમનો રાજા, ને પરાત્પર દેવનો યાજક હતો, એણે જ્યારે ઇબ્રાહિમ રાજાઓની કતલ કરીને પાછો આવ્યો, ત્યારે તેને મળીને તેને આશીર્વાદ આપ્યો. (હિબ્રુ ૭:૧ ULB)

અહીં લેખક “મેલ્ખીસેદેક” ના નામનો પ્રાથમિક રીતે ઉપયોગ કરે છે જેનું તે નામ હતું, અને “શાલેમનો રાજા” એ નામ આપણને જણાવે છે કે તે કેટલાક શહેર પર રાજ કરતો હતો.

તેના નામ “મેલ્ખીસેદેક” નો પહેલો અર્થ તો “ન્યાયીપણાનો રાજા”, અને પછી શાલેમનો રાજા, એટલે “શાંતિનો રાજા છે.” (હિબ્રુ ૭:૨ ULB)

અહીં લેખક મેલ્ખીસેદેકના નામ અને હોદ્દાનો અર્થ સમજાવે છે, કારણ કે આ અર્થો આપણને વ્યક્તિ સંબંધી વધુ જણાવે છે. બીજા સમયોમાં, લેખક નામના અર્થને સમજાવતો નથી કારણ કે તે અપેક્ષા રાખે છે કે વાચક તેનો અર્થ જાણતો હોય. જો ફકરાને સમજવા માટે નામનો અર્થ જાણવો તે મહત્વનું હોય તો, તમે લખાણમાં કે પાદનોંધમાં અર્થનો સમાવેશ કરી શકો છો.

###કારણ કે આ અનુવાદનો મુદ્દો છે

*વાચકો બાઈબલના કેટલાક નામોને જાણતા નહિ હોય. તેઓ કદાચ જાણતા ન હોય કે તે નામ કોઈ વ્યક્તિ, કે સ્થળ કે બીજી કોઈક બાબતનો ઉલ્લેખ કરે છે. *ફકરાને સમજવા માટે વાચકે તે નામના અર્થને સમજવાની જરૂર છે. *કેટલાક નામનો ધ્વનિ અલગ હોઈ શકે છે કે તેઓનું ધ્વનિ સંયોજન અલગ હોઈ શકે છે કે જે તેમની ભાષામાં ઉપયોગમાં લેવામાં આવતું ન હોય કે તેમની ભાષામાં તેને કહેવું તે સારું લાગતું ન હોય. આ મુદ્દાના નિરાકરણ લાવવા માટેની વ્યૂહરચના, જુઓઉછીના શબ્દો. *બાઈબલમાં કેટલાક સ્થળો અને લોકોના બે નામ છે. વાચકો કદાચ સમજી ન શકે કે તે બે નામો એક જ વ્યક્તિ અને સ્થળનો ઉલ્લેખ કરે છે.

###બાઈબલના ઉદાહરણો

તમે યર્દન ઊતરીઅનેયરીખોઆવ્યા. યરીખોના આગેવાનોએ, અમોરીઓનીસાથે મળીને તમારી સાથે યુદ્ધ કર્યું (યહોશુઆ ૨૪:૧૧ ULB)

વાચકો કદાચ જાણતા ન હોય કે “યર્દન” એ નદીનું નામ છે, “યરીખો” એ શહેરનું નામ છે, અને “અમોરીઓ” એ લોકજૂથનું નામ છે.

તેણે કહ્યું, “ જે મને દેખે છે તેના પર અહીં મારી દ્રષ્ટિ પડી શું?” એ માટે તે ઝરાનું નામ,બેર-લાહાય-રોઈપડ્યું; (ઉત્પત્તિ ૧૬:૧૩-૧૪ ULB)

બેર-લાહાય-રોઈ એટલે કે “જે સાંભળે છે અને જુએ છે તેનો ઝરો” એવું જો વાચકો જાણતા ન હોય તો કદાચ બીજા વાક્યને સમજી શકે નહીં.

તેણે તેનું નામમૂસાપાડ્યું અને કહ્યું, “મેં તેને પાણીમાંથી તાણી કાઢ્યો છે.” (નિર્ગમન ૨:૧૧ ULB)

“ખેંચી કાઢેલો” એવો મૂસાનો હિબ્રુ અર્થ જાણતા ન હોય તો વાચકો કદાચ તે સમજી શકે નહીં કે શા માટે તેણે આ પ્રમાણે કહ્યું.

શાઉલતેના મરણમાં સંમત હતો (પ્રે.કૃ. ૮:૧ ULB)

< blockquote>ઇકોનીયામાં પાઉલઅને બાર્નાબાસ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા (પ્રે.કૃ.૧૪:૧ ULB)

વાચકો જાણતા ન હોય કે શાઉલ અને પાઉલ એક જ વ્યક્તિના નામ છે.

###અનુવાદની વ્યૂહરચના

૧. જો વાચકો સંદર્ભમાંથી સમજી ન શકે કે નામ ક્યાં પ્રકારની બાબતનો ઉલ્લેખ કરે છે તો, તમે તેને સ્પષ્ટ કરવા માટે એક શબ્દ ઉમેરી શકો છો. ૧. અર્થને જે પ્રમાણે કહેવામાં આવ્યો છે તે પ્રમાણે સમજવા માટે જો વાચકને જરૂરી લાગે તો, નામની નકલ કરો અને તેના અર્થને લખાણમાં કે પાદનોંધમાં જણાવો. ૧. અથવા અર્થને જે પ્રમાણે કહેવામાં આવ્યો છે તે પ્રમાણે સમજવા માટે વાચકને જરૂરી લાગે, અને તે નામનો માત્ર એક જ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો, તે નામની નકલ કરવાને બદલે તેના અર્થનો અનુવાદ કરો. ૧. જો વ્યક્તિ કે સ્થળના બે અલગ નામ હોય તો, મોટાભાગના સમયે એક નામનો ઉપયોગ કરો અને અન્ય સમયે ત્યારે ઉપયોગ કરો જ્યારે લખાણ તે વ્યક્તિ કે સ્થળના અન્ય નામો સંબંધી જણાવતું હોય અથવા વ્યક્તિ કે સ્થળને તે નામ શા માટે આપવામાં આવ્યું છે એવું જણાવવામાં આવ્યું હોય ત્યારે અન્ય નામનો ઉપયોગ કરો. સ્રોત લખાણ દ્વારા ઓછી માત્રામાં ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તેવા નામને પાદનોંધમાં લખો. ૧. અથવા જો વ્યક્તિ કે સ્થળના બે અલગ નામ હોય તો, પછી સ્રોત લખાણમાં જે નામ આપવામાં આવ્યું હોય તેનો ઉપયોગ કરો, અને અન્ય નામ જણાવવા માટે પાદનોંધનો ઉપયોગ કરો.

###અનુવાદની વ્યૂહરચના લાગુ કરી હોય તેવા ઉદાહરણો

૧. જો વાચકો સંદર્ભમાંથી સરળતાથી સમજી ન શકે કે નામ કઈ બાબતનો ઉલ્લેખ કરે છે તો, તમે તેને સ્પષ્ટ કરવા માટે એક શબ્દનો ઉમેરો કરી શકો છો.

* **તમે <u>યર્દન</u>પાર ઉતરી અને<u>યરીખો</u>આવ્યા. યરીખોમાંના આગેવાનોએ <u>અમોરીઓની</u>**સાથે તમારી સામે યુદ્ધ કર્યું. (યહોશુઆ ૨૪:૧૧ ULB) 
    * તમે <u>યર્દન નદી</u>પાર ઉતરી અને<u>યરીખો શહેર</u>આવ્યા. યરીખોમાંના આગેવાનોએ <u>અમોરીઓની પ્રજા</u>**સાથે તમારી સામે યુદ્ધ કર્યું.

* **તે જ ઘડીએ, કેટલાક ફરોશીઓએ આવીને તેને કહ્યું, “અહીંથી નીકળી જ કારણ કે <u>હેરોદ</u>તને મારી નાખવા ચાહે છે.”** (લુક ૧૩:૩૧ ULB) 
    * તે જ ઘડીએ, કેટલાક ફરોશીઓએ આવીને તેને કહ્યું, “અહીંથી નીકળી જ કારણ કે <u>હેરોદ રાજા</u>તને મારી નાખવા ચાહે છે.

૧. અર્થને જે પ્રમાણે કહેવામાં આવ્યો છે તે પ્રમાણે સમજવા માટે જો વાચકને જરૂરી લાગે તો, નામની નકલ કરો અને તેના અર્થને લખાણમાં કે પાદનોંધમાં જણાવો.

* **તેણે તેનું નામ<u>મૂસા</u>પાડ્યું અને કહ્યું, “મેં તેને પાણીમાંથી તાણી કાઢ્યો છે.”** (નિર્ગમન ૨:૧૧ ULB) 
    *તેણે તેનું નામ<u>મૂસા પાડ્યું, જેનો અર્થ ‘તાણી કાઢેલો’ એવો થાય છે,</u>અને કહ્યું, “મેં તેને પાણીમાંથી તાણી કાઢ્યો છે.”

૧. અથવા અર્થને જે પ્રમાણે કહેવામાં આવ્યો છે તે પ્રમાણે સમજવા માટે વાચકને જરૂરી લાગે, અને તે નામનો માત્ર એક જ વાર ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો, તે નામની નકલ કરવાને બદલે તેના અર્થનો અનુવાદ કરો.

* **...તેણે કહ્યું, “ જે મને દેખે છે તેના પર અહીં મારી દ્રષ્ટિ પડી શું?” એ માટે તે ઝરાનું નામ,<u>બેર-લાહાય-રોઈ</u>પડ્યું;**(ઉત્પત્તિ ૧૬:૧૩-૧૪ ULB)
    *...તેણે કહ્યું, “ જે મને દેખે છે તેના પર અહીં મારી દ્રષ્ટિ પડી શું?” એ માટે તે ઝરાનું નામ,<u>જે સાંભળે છે અને જુએ છે તેનો ઝરો</u>પડ્યું;

૧. જો વ્યક્તિ કે સ્થળના બે અલગ નામ હોય તો, મોટાભાગના સમયે એક નામનો ઉપયોગ કરો અને અન્ય સમયે ત્યારે ઉપયોગ કરો જ્યારે લખાણ તે વ્યક્તિ કે સ્થળના અન્ય નામો સંબંધી જણાવતું હોય અથવા વ્યક્તિ કે સ્થળને તે નામ શા માટે આપવામાં આવ્યું છે એવું જણાવવામાં આવ્યું હોય ત્યારે અન્ય નામનો ઉપયોગ કરો. સ્રોત લખાણ દ્વારા ઓછી માત્રામાં ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તેવા નામને પાદનોંધમાં લખો. ઉદાહરણ તરીકે, પ્રેરિતોના કૃત્યો ૧૩ની અગાઉ પાઉલને “શાઉલ” 13 કહેવામાં આવે છે અને તે પછી પાઉલ. પ્રેરિતોના કૃત્યો ૧૩:૯ સિવાય દરેક વખતે તમે તેના નામનો “પાઉલ” તરીકે અનુવાદ કરી શકો છો જ્યાં તેના બંને નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • ...શાઉલનામે એક જુવાન (પ્રે.કૃ ૭:૫૮ ULB) ...પાઉલનામે એક જુવાન* *પાદનોંધ આ પ્રમાણેની દેખાશે: *[૧]મોટાભાગની આવૃત્તિ અહીં શાઉલ લખે છે, પરંતુ બાઈબલમાં મોટાભાગના સમયે તને પાઉલ કહેવામાં આવે છે.

  • પરંતુશાઉલ, જેને પાઉલપણ કહેવામાં આવે છે, તે પવિત્ર આત્માથી ભરપૂર હતો;(પ્રે.કૃ. ૧૩:૯) *પરંતુશાઉલ, જેનેપાઉલપણ કહેવામાં આવે છે, તે પવિત્ર આત્માથી ભરપૂર હતો;

૧. અથવા વ્યક્તિ કે સ્થળના બે નામ હોય તો, સ્રોત લખાણમાં વાપરવામાં આવેલા નામનો ઉપયોગ કરો, અને અન્ય નામને પાદનોંધમાં ઉમેરો. ઉદાહરણ તરીકે, જ્યાં સ્રોત લખાણમાં “શાઉલ” હોય ત્યાં “પાઉલ” અને જ્યાં “પાઉલ” હોય ત્યાં “શાઉલ” લખી શકો.

  • શાઉલનામનો એક જુવાન માણસ (પ્રે.કૃ. ૭:૫૮ ULB) *શાઉલનામનો એક જુવાન માણસ *પાદનોંધ આ પ્રમાણે દેખાશે: *[૧]પ્રેરિતોના કૃત્યો ૧૩ની શરૂઆતમાં જેને પાઉલ કહેવામાં આવ્યો છે આ તે જ વ્યક્તિ છે.

  • પરંતુ શાઉલ,જેનેપાઉલપણ કહેવામાં આવે છે, તે પવિત્ર આત્માથી ભરપૂર હતો; (પ્રે.કૃ. ૧૩:૯)

    • પરંતુ શાઉલ,જેનેપાઉલપણ કહેવામાં આવે છે, તે પવિત્ર આત્માથી ભરપૂર હતો;
  • ઇકોનીયામાં પાઉલઅને બાર્નાબાસ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા (પ્રે.કૃ.૧૪:૧ ULB)

    ઇકોનીયામાં પાઉલ૧,/sup>અને બાર્નાબાસ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા *પાદનોંધ આ પ્રમાણે દેખાશે: *[૧]પ્રેરિતોના કૃત્યો ૧૩ પહેલા આ માણસને શાઉલ કહેવામાં આવતો હતો.