gu_ta/translate/translate-manuscripts/01.md

3.4 KiB

મૂળ હસ્તપ્રતોનું લેખન

ઈશ્વરના પ્રબોધકો અને પ્રેરિતો દ્વારા જેમ ઈશ્વરે તેઓને લખવા માટે દોરવણી આપી તેમ ઘણા વર્ષો અગાઉ બાઈબલને લખવામાં આવ્યું. ઇઝરાયલના લોકો હિબ્રુ બોલતા હતા, તેથી જૂના કરારના મોટાભાગના પુસ્તકો હિબ્રુમાં લખવામાં આવ્યા છે. જ્યારે તેઓ અસિરીયા અને બાબેલમાં પરદેશીની જેમ રહેતા હતા ત્યારે, તેઓ અરામી બોલતા શીખ્યા, તેથી જૂના કરારનો પાછલો કેટલોક ભાગ અરામી ભાષામાં લખવામાં આવ્યો છે.

ખ્રિસ્ત આવ્યા તેના આશરે ત્રણસો વર્ષ પહેલાં, ગ્રીક ભાષા વ્યાપક રીતે વ્યવહારમાં આવી. યુરોપ અને મધ્ય પૂર્વના ઘણા લોકો તેમની બીજી ભાષા તરીકે ગ્રીક બોલતા હતા. તેથી જૂના કરારને ગ્રીકમાં અનુવાદ કરવામાં આવ્યો. જ્યારે ખ્રિસ્ત આવ્યા ત્યારે, વિશ્વના તે વિસ્તારમાં ઘણા લોકો હજુ બીજી ભાષા તરીકે ગ્રીક બોલતા હતા, અને નવા કરારના બધા જ પુસ્તકો ગ્રીકમાં લખવામાં આવ્યા.

ત્યારે ત્યાં છાપવા માટેના કોઈ યંત્રો ન હતા, તેથી લેખકોએ તે પુસ્તકોને હાથ વડે લખ્યા હતા. આ મૂળ હસ્તપ્રતો હતી. જેઓએ તે હસ્તપ્રતોની નકલ કરી હતી તેઓએ પણ તેને હાથ વડે લખી હતી. આ પણ હસ્તપ્રતો હતી. આ પુસ્તકો ઘણા મહત્વના હતા, તેથી નકલ કરનાર લોકોને ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી અને તેઓ તેની ચોકસાઈથી નકલ કરવા માટે ઘણી કાળજી રાખતા હતા.

ઘણા વર્ષો પહેલાં, લોકોએ બાઈબલના પુસ્તકોની હજારો નકલ તૈયાર કરી. જે હસ્તપ્રતો મૂળ લેખકોએ લખી હતી તે ખોવાઈ ગઈ કે ઘટી ગઈ, તેથી આપણી પાસે તે નથી. પરંતુ ઘણા વર્ષો અગાઉ હાથ વડે લખવામાં આવેલી ઘણી નકલો આપણી પાસે છે. તેઓમાંની કેટલીક નકલો ઘણા વર્ષોથી, હજારો વર્ષોથી પણ સચવાએલી છે.