gu_ta/translate/translate-form/01.md

9.3 KiB

###શા માટે સ્વરૂપ મહત્વનું છે

લખાણનો અર્થ એ સૌથી નિર્ણાયક ઘટક છે. જો કે, લખાણનું સ્વરૂપ પણ ઘણું મહત્વનું છે. તે અર્થને માટે એક “પાત્ર” કરતાં વધારે છે. જે રીતે અર્થને સમજવામાં અને પ્રાપ્ત કરવામાં આવે છે તેને તે અસર કરે છે. તેથી સ્વરૂપનો પોતાનો એક અર્થ છે.

ઉદાહરણ તરીકે, ગીતશાસ્ત્ર ૯:૧-૨ ના બે વિવિધ અનુવાદોના સ્વરૂપના તફાવત તરફ જુઓ:

ન્યુ લાઈફ આવૃત્તિમાંથી:

હું મારા પૂરા હૃદયથી ઈશ્વરને ધન્યવાદ આપીશ. જે મહાન કાર્યો તમે કર્યા છે તેના વિષે હું જણાવીશ. હું તમારે લીધે આનંદિત થઈશ અને ખુશીથી ઉભરાઈ જઈશ. ઓ સૌથી ઉચ્ચ ઈશ્વર, હું તમારા નામની સ્તુતિ ગાઈશ.

ન્યુ રીવાઈસડ સ્ટાન્ડરડ આવૃત્તિમાંથી

હું મારા પૂરા હૃદયથી ઈશ્વરને ધન્યવાદ આપીશ;

તમારા બધા અદભૂત કાર્યો વિષે હું જણાવીશ.

હું તમારામાં આનંદ કરીશ;

ઓ ઉચ્ચ ઈશ્વર, હું તમારા નામની સ્તુતિ ગાઈશ.

પ્રથમ આવૃત્તિ લખાણને એ સ્વરૂપમાં મૂકે છે કે વાર્તા કહેવા માટે જે સ્વરૂપનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી તે અલગ નથી. ગીતની દરેક લીટીને અલગ વાક્ય તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બીજી આવૃત્તિમાં, જે પ્રમાણે લક્ષિત સંસ્કૃતિમાં કાવ્યને લીટીઓમાં ગોઠવવામાં આવે છે તેવી રીતે લખાણને ગોઠવ્યું છે, કાવ્યની દરેક લીટી પૃષ્ઠ પરની અલગ લીટીમાં છે. પ્રથમ બે લીટીઓ, બીજી ઉપસાવેલી લીટી સાથે, અલ્પવિરામ વડે જોડાએલી છે. આ બાબતો દર્શાવે છે કે બે લીટીઓ સાપેક્ષમાં છે-તેઓ ઘણી સમાન બાબતો વિષે જણાવે છે. ત્રીજી અને ચોથી લીટીમાં પણ આ જ પ્રકારની ગોઠવણ છે.

બીજી આવૃત્તિના વાચકને તેના સ્વરૂપને લીધે જાણવા મળશે કે આ ગીત એ કોઈ કાવ્ય કે ગાન છે, જ્યારે પ્રથમ આવૃત્તિના વાચકને કદાચ તે સમજ પ્રાપ્ત થશે નહીં, કારણ કે લખાણના સ્વરૂપમાંથી તે જાણવા મળતું નથી. પ્રથમ આવૃત્તિના વાચક કદાચ મૂંઝવણમાં મૂકાઈ શકે, કારણ કે ગીત એ ગાન જેવું લાગે પરંતુ, તેને તે પ્રમાણે રજૂ કરવામાં આવ્યું નથી. શબ્દો આનંદની લાગણીનું વર્ણન કરે છે. અનુવાદક તરીકે, તમારે તમારી ભાષામાં આનંદિત ગીતનું વર્ણન કરવા માટે તેવા સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ.

ન્યુ ઇન્ટરનેશનલ આવૃત્તિના ૨ શમુએલ 18:૩૩બ ના સ્વરૂપને પણ જુઓ:

”ઓ મારા દીકરા આબ્શાલોમ! મારા દીકરા, મારા દીકરા આબ્શાલોમ! જો તારે સ્થાને હું મરણ પામ્યો હોત તો-ઓ આબ્શાલોમ, મારા દીકરા, મારા દીકરા!”

કોઈક એવું કહી શકે કે કલમના આ ભાગમાં એ અર્થ સમાએલો છે કે, “હું ઇચ્છું છું કે મારા દીકરા આબ્શાલોમ હું તારી જગ્યા એ મરણ પામ્યો હોત.” આ એવા અર્થને એ શબ્દોમાં સારાંશ આપે છે. પરંતુ સ્વરૂપ એ માત્ર વિષયવસ્તુ કરતાં ઘણું વધારે જણાવે છે. “મારા દીકરા” એ શબ્દનું વારંવાર રજૂ કરવું, “આબ્શાલોમ” એ નામ વારંવાર રજૂ કરવું “ઓ”, વિનંતીનું સ્વરૂપ “જો માત્ર...” આ બધું જ એક ભારે દુઃખની લાગણીને વ્યક્ત કરે છે કે જે એક પિતા તરફથી તેના એક દીકરાને ગુમાવવા દ્વારા આવે છે. અનુવાદક તરીકે, તમારે માત્ર અર્થનું જ શબ્દોમાં વર્ણન નથી કરવાનું, પરંતુ સ્વરૂપના અર્થને પણ વર્ણવવાનો છે. શમુએલ 18:૩૩બ માટે, એ મહત્વનું છે કે તમે એવા સ્વરૂપનો ઉપયોગ કરો કે જે મૂળ ભાષામાં રહેલી એ જ લાગણીને વ્યક્ત કરે.

તેથી આપણે બાઈબલના લખાણના સ્વરૂપની ચકાસણી કરવી જરૂરી છે અને પોતાને પૂછવું જોઈએ કે શા માટે તેનું સ્વરૂપ આવું છે અને બીજું કોઈ નથી. તે કયા વલણ કે લાગણીને વ્યક્ત કરે છે? બીજા પ્રશ્નો જે આપણને સ્વરૂપના અર્થને સમજવામાં મદદ કરી શકે:

*કોણે તે લખ્યું? *કોણે તે પ્રાપ્ત કર્યું? *કઈ પરિસ્થિતિમાં તે લખવામાં આવ્યું? *કયા શબ્દો અને શબ્દસમૂહોને પસંદ કરવામાં આવ્યા હતા અને શા માટે? *શું તે શબ્દો ઘણા લાગણીશીલ શબ્દો છે, કે શબ્દોના ક્રમ સંબંધી કશું વિશેષ છે?

જ્યારે આપણે સ્વરૂપના અર્થને સમજીએ છીએ ત્યારે, પછી આપણે એ સ્વરૂપને પસંદ કરી શકીએ છીએ કે જેમાં તે જ અર્થ હોય જે લક્ષિત ભાષા અને સંસ્કૃતિમાં છે.

###સંસ્કૃતિ અર્થને અસર કરે છે

સંસ્કૃતિ એ સ્વરૂપના અર્થને નક્કી કરે છે. એક જ સ્વરૂપનો વિવિધ સંસ્કૃતિમાં અલગ અર્થ હોઈ શકે છે. અનુવાદમાં, સ્વરૂપના અર્થને સામેલ કરવાની સાથે, અર્થ એક સમાન જ રહેવો જોઈએ. એટલે કે લખાણના સ્વરૂપે સંસ્કૃતિ સાથે બંધબેસતું થવા માટે બદલાવું જોઈએ. સ્વરૂપમાં લખાણની ભાષા, તેની ગોઠવણ, કોઈ પુનરાવર્તન, કે કોઈ હાવભાવ જે “ઓ” જેવું લાગે તે બધાનો સમાવેશ થાય છે. તમારે આ બધી બાબતોની ચકાસણી કરવી જોઈએ, તેઓનો શું અર્થ થાય છે તે નક્કી કરો, અને પછી કયું સ્વરૂપ તે અર્થને લક્ષિત ભાષામાં અને સંસ્કૃતિમાં શ્રેષ્ઠ રીતે રજૂ કરશે તે નક્કી કરો.