gu_ta/translate/translate-bvolume/01.md

16 KiB
Raw Permalink Blame History

###વર્ણન

નીચે આપેલા શબ્દો એ બાઈબલમાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ સામાન્ય માપ છે જે દર્શાવે છે કે એક પાત્રમાં કેટલું સમાઈ શકે છે. પાત્રો અને માપ પ્રવાહી(જેવા કે દ્રાક્ષારસ) અને સૂકા ઘન(જેવાકે અનાજ) માટે આપવામાં આવ્યા છે. ગાણિતિક એકમ એ બાઈબલના માપ પ્રમાણે એટલું જ સમાન ન પણ હોય. બાઈબલના માપ સંભવિતપણે સમયે સમયે અને જગ્યા જગ્યા એ અલગ હોઈ શકે છે. નીચે આપવામાં આવેલા સમકક્ષ સરેરાશ માપ આપવાનો એક પ્રયાસ છે.

પ્રકાર મૂળભૂત માપ લીટર
સુકું ઓમર ૨ લીટર
સુકું એફાહ ૨૨ લીટર
સુકું હોમર ૨૨૦ લીટર
સુકું કોર ૨૨૦ લીટર
સુકું સેઆહ ૭.૭ લીટર
સુકું લેથેક ૧૧૪.૮ લીટર
પ્રવાહી મત્રેતે ૪૦ લીટર
પ્રવાહી બાથ ૨૨ લીટર
પ્રવાહી હીન ૩.૭ લીટર
પ્રવાહી કબ ૧.૨૩ લીટર
પ્રવાહી લોગ .૩૧ લીટર

####અનુવાદના સિદ્ધાંતો

  • બાઈબલના લોકો આધુનિક માપ જેવા કે, મીટર, લીટર, અને કિલોગ્રામનો ઉપયોગ કરતા ન હતા. મૂળભૂત માપનો ઉપયોગ કરવાથી તે વાચકને એ જાણવામાં મદદરૂપ થાય છે કે બાઈબલ ખરેખર ઘણા સમય પહેલા લખવામાં આવ્યું હતું જ્યારે લોકો આ માપનો ઉપયોગ કરતા હતા. *આધુનિક માપનો ઉપયોગ કરવાથી તે વાચકને લખાણને વધુ સરળતાથી સમજવા માટે મદદરૂપ થાય છે. *તમે જે કોઈ માપનો ઉપયોગ કરો, તે સારું હશે, જો શક્ય હોય તો, બીજા પ્રકારના માપનો લખાણમાં કે પાદનોંધમાં ઉલ્લેખ કરવો. *જો તમે બાઈબલના માપનો ઉપયોગ ન કરો તો, પ્રયત્ન ક્રોકે તમે વાચકને તે માપની ચોકસાઈ વિષેનો વિચાર આપતા નથી. ઉદાહરણ તરીકે, જો તમે એક હીનનો અનુવાદ “૩.૭ લીટર” તરીકે કરો છો તો, વાચકો એવું વિચારશે કે તે ચોક્કસ માપ ૩.૭લીટર છે, ૩.૬ કે ૩.૮ નહીં. વધારે આશરે એવા માપનો ઉપયોગ કરવો તે વધુ સારું રહેશે જેવા કે “સાડા ત્રણ લીટર” કે “ચાર લીટર”. *જ્યારે ઈશ્વર લોકોને જણાવે છે કે કેટલું ક્યારે ઉપયોગમાં લેવું, અને જ્યારે લોકો તેમના પ્રત્યેની આધિનતા તરીકે તે માપનો ઉપયોગ કરે ત્યારે, અનુવાદમાં “આશરે” એવું કહેવું નહીં. નહીં તો તે એવી અસર ઉપજાવશે કે ચોક્કસ કેટલા પ્રમાણમાં તેઓએ ઉપયોગ કરવો જોઈએ તે વિષે ઈશ્વરને કંઈ દરકાર નથી.

###જ્યારે માપનો એકમ આપેલો હોય ત્યારે

####અનુવાદની વ્યૂહરચના

૧. ULB માંના માપનો ઉપયોગ કરો. આ મૂળ લેખકે ઉપયોગમાં લીધેલા એકસમાન માપ જ છે. તેને એવી સમાન રીતે લખો કે જેથી તે ULBમાં લખેલા છે તેના જેવા જ લાગે.(જુઓનકલ કે ઉછીના શબ્દો) ૧. ULBમાં આપવામાં આવેલા ગાણિતિક માપનો ઉપયોગ કરો. ULBના અનુવાદકે અગાઉથી જ નક્કી કરી લીધું છે કે ગાણિતિક પધ્ધતિમાં આ માપને કેવી રીતે રજૂ કરવું. ૧. તમારી ભાષામાં ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા માપનો ઉપયોગ કરો. તે પ્રમાણે કરવા માટે તમારે તમારા માપ કેવી રીતે ગાણિતિક પધ્ધતિ સાથે સંકળાય છે તે અને દરેક માપને શોધી કાઢવું જોઈએ. ૧. ULBમાંના માપનો ઉપયોગ કરો અને તમારા લોકો જે માપ વિષે જાણે છે તેને લખાણમાં કે નોંધમાં સામેલ કરો. ૧. તમારા લોકો જાણતા હોય તેવા માપનો ઉપયોગ કરો, અને ULBમાંના માપનો લખાણ કે નોંધમાં સમાવેશ કરો.

####અનુવાદની વ્યૂહરચનાનું લાગુકરણ

નીચે આપેલ યશાયા ૫:૧૦માં આ બધી વ્યૂહરચનાને લાગુ કરવામાં આવી છે.

  • કેમ કે દશ એકર દ્રાક્ષાવાડીમાં એક બાથની ઊપજ થશે, ને એક ઓમેર બીમાંથી એક એફાહની ઊપજ થશે. (યશાયા ૫:૧૦ ULB)

૧. ULB માંના માપનો ઉપયોગ કરો. આ મૂળ લેખકે ઉપયોગમાં લીધેલા એકસમાન માપ જ છે. તેઓને એ રીતે લખો કે જેથી ULBમાં જણાવ્યા મુજબ જ તેઓ લાગે. (જુઓઉછીના શબ્દો કે નકલ)

* “ચાર એકરની દ્રાક્ષાવાડી માં એક ની જ ઊપજ થશે <u>બાથ</u>, અને એક<u>ઓમેર</u> બી માંથી માત્ર એક<u>એફાહ</u>.”

૧. UDBમાં આપવામાં આવેલા માપનો ઉપયોગ કરો. મોટાભાગે તેઓ ગાણિતિક માપ છે. UDBના અનુવાદકો એ અગાઉથી જ નક્કી કરી લીધું છે કે કેવી રીતે આ માપનો ગાણિતિક પધ્ધતિમાં ઉપયોગ કરવો.

* “ચાર એકરની દ્રાક્ષાવાડી માંથી માત્ર <u>બાવીસ લીટર</u>, અને <u>દશ ટોપલીઓમાંથી</u> બી માંથી માત્ર એક<u>એક ટોપલી</u>.”
    * “ચાર એકરની દ્રાક્ષાવાડી માંથી માત્ર <u>બાવીસ લીટર</u>, અને <u>૨૨૦ લીટર</u> બી માંથી માત્ર <u>બાવીસ લીટર</u>.”

૧. તમારી ભાષામાં ઉપયોગમાં લેવામાં આવતા હોય તેવા માપનો ઉપયોગ કરો. આ પ્રમાણે કરવા માટે તમારે જાણવું જોઈએ કે તમારા માપને કેવી રીતે ગાણિતિક પધ્ધતિ સાથે સાંકળી શકાય અને માપ નક્કી કરી શકાય.

* “ચાર એકરની દ્રાક્ષાવાડી માંથી માત્ર છ ગેલન, અને <u>સાડા છ બુશેલ્સ</u>બી માંથી માત્ર બાવીસ ઔંસ મળશે.”

૧. ULBમાંના માપનો ઉપયોગ કરો અને તમારા લોકો જે માપ વિષે જાણે છે તેને લખાણમાં કે નોંધમાં સામેલ કરો. નીચે મુજબ તે બંને માપને લખાણમાં દર્શાવવામાં આવશે.

* “ચાર એકરની દ્રાક્ષાવાડીમાં માત્ર <u>એક બાથ(છ ગેલન) ઊપજ થશે</u>,અને <u>એક ઓમેર (સાડા છ બુશેલ્સ)</u>બી માંથી માત્ર<u>એક એફાહ(વીસ ઔંસ)</u>.” 

૧. તમારા લોકો જે માપ જાણે છે તેનો ઉપયોગ કરો, અને ULBમાંના માપનો લખાણ કે નોંધમાં સમાવેશ કરો. નીચે જણાવેલ ULBના માપ પાદનોંધમાં દર્શાવવામાં આવ્યા છે.

* “ચાર એકરની દ્રાક્ષાવાડીમાં માત્ર બાવીસ લીટર <sup>૧</sup>,ઊપજ થશે અને ૨૨૦ લીટર<sup>૨</sup>બી માંથી માત્ર બાવીસ લીટર <sup>૩</sup>.” પાદનોંધ આવી દેખાશે:
    *<sup>[૧]</sup>એક બાથ 
    *<sup>[૨]</sup>એક ઓમેર 
    *<sup>[૩]</sup>એક એફાહ 

###જ્યારે માપનો એકમ લાગુ કરવામાં આવે ત્યારે

કેટલીકવાર હિબ્રુ ભાષામાં માપના ચોક્કસ એકમનું વર્ણન કરવામાં આવ્યું હોતું નથી પણ માત્ર આંકડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ કિસ્સાઓમાં, ULB અને UDB જેવી ઘણી અંગ્રેજી આવૃત્તિમાં, “માપ” એ શબ્દનો ઉમેરો કરવામાં આવ્યો છે.

  • જ્યારે કોઈ અનાજ લેવા માટેવીસ માપ અનાજના ઢગલા પાસે આવે ત્યારે, ત્યાં માત્રદશમળતું હતું, અને જ્યારે કોઈ દ્રાક્ષાકુંડ પાસે આવે તોપચાસ માપમાટે આવે ત્યારે, ત્યાં માત્ર વીસમાપ મળતું હતું. (હાગ્ગાય ૨: ૧૬ ULB)

####અનુવાદની વ્યૂહરચના

૧. એકમનો ઉપયોગ કાર્ય વગર આંકડાનો શબ્દશઃ અનુવાદ કરો. ૧. મૂળ શબ્દ જેવા કે “માપ” કે “જથ્થો” કે “દળ”નો ઉપયોગ કરો. ૧. યોગ્ય પાત્રના નામનો ઉપયોગ કરો, જેવા કે દાણા માટે “ટોપલી” કે દ્રાક્ષારસ માટે “બરણી”. ૧. તમારા અનુવાદમાં તમે અગાઉથી માપના જે એકમનો ઉપયોગ કરતા હોવ તેનો ઉપયોગ કરો.

####અનુવાદ માટેની વ્યૂહરચનાનું લાગુકરણ

નીચે જણાવેલ હાગ્ગાય ૨:૧૬માં તે વ્યૂહરચનાને લાગુ કરવામાં આવી છે.

  • જ્યારે કોઈ અનાજ લેવા માટેવીસ માપ અનાજના ઢગલા પાસે આવે ત્યારે, ત્યાં માત્રદશમળતું હતું, અને જ્યારે કોઈ દ્રાક્ષાકુંડ પાસે આવે તોપચાસ માપમાટે આવે ત્યારે, ત્યાં માત્ર વીસમાપ મળતું હતું.(હાગ્ગાય ૨:૧૬ ULB)

૧. એકમ વગર આંકડાનો ઉપયોગ કરીને તેનું શબ્દશઃ અનુવાદ કરો.

*જ્યારે કોઈ અનાજ લેવા માટેવીસ માપ અનાજના ઢગલા પાસે આવે ત્યારે, ત્યાં માત્રદશમળતું હતું, અને જ્યારે કોઈ દ્રાક્ષાકુંડ પાસે આવે તોપચાસ માપમાટે આવે ત્યારે, ત્યાં માત્ર વીસમાપ મળતું હતું.

૧. મૂળ શબ્દો જેવા કે “માપ” કે “જથ્થો” કે “દળ” નો ઉપયોગ કરો.

*જ્યારે કોઈ અનાજ લેવા માટેવીસ માપ અનાજના ઢગલા પાસે આવે ત્યારે, ત્યાં માત્રદશમળતું હતું, અને જ્યારે કોઈ દ્રાક્ષાકુંડ પાસે આવે તોપચાસ માપમાટે આવે ત્યારે, ત્યાં માત્ર વીસમાપ મળતું હતું.

૧. યોગ્ય પાત્રના નામનો ઉપયોગ કરો, જેવા કે દાણા માટે “ટોપલી” કે દ્રાક્ષારસ માટે “બરણી”.

*જ્યારે કોઈ અનાજ લેવા માટેવીસ ટોપલી અનાજના ઢગલા પાસે આવે ત્યારે, ત્યાં માત્રદશમળતું હતું, અને જ્યારે કોઈ દ્રાક્ષાકુંડ પાસે આવે તોપચાસ બરણીમાટે આવે ત્યારે, ત્યાં માત્ર વીસમાપ મળતું હતું.

૧. તમારા અનુવાદમાં તમે અગાઉથી માપના જે એકમનો ઉપયોગ કરતા હોવ તેનો ઉપયોગ કરો.

જ્યારે કોઈ અનાજ લેવા માટેવીસ લીટર અનાજના ઢગલા પાસે આવે ત્યારે, ત્યાં માત્રદશ લીટરમળતું હતું, અને જ્યારે કોઈ દ્રાક્ષાકુંડ પાસે આવે તોપચાસ લીટરમાટે આવે ત્યારે, ત્યાં માત્ર વીસ લીટરમાપ મળતું હતું.*