gu_ta/translate/translate-bmoney/01.md

7.7 KiB
Raw Permalink Blame History

###વર્ણન:

જૂના કરારના શરૂઆતના સમયમાં, લોકો તેમની પાસેની સોના કે ચાંદીની ધાતુઓનું વજન કરતાં હતા અને તે વજનના કેટલાક ભાગના પ્રમાણમાં તે ધાતુઓ આપીને વસ્તુઓ ખરીદતા હતા. પાછળથી લોકોએ કેટલીક ધાતુઓમાંથી અમુક માપના સિક્કા બનાવવાનું શરુ કર્યું. દારિક એ એવો એક સિક્કો છે. નવા કરારના સમયમાં, લોકો ચાંદીના અને તાંબાના સિક્કાઓનો ઉપયોગ કરતાં હતાં.

નીચે આપેલા બે કોષ્ટક નાણાંના કેટલાક જાણીતા એકમો જે જૂના કરાર(OT) અને નવા કરારમાં(NT) જોવા મળે છે તેની માહિતી આપે છે. જૂના કરાર માટેનું કોષ્ટક દર્શાવે છે કે કેવા પ્રકારની ધાતુઓનો ઉપયોગ થતો હતો અને તેનું વજન કેટલું હતું. નવા કરાર માટેનું કોષ્ટક દર્શાવે છે કે કેવા પ્રકારની ધાતુઓનો ઉપયોગ થતો હતો અને એક દિવસના વેતન પ્રમાણે તેની કેટલી કિંમત થતી હતી.

જૂના કરારના એકમ ધાતુ વજન
દારિક સોનાનો સિક્કો ૮.૪ ગ્રામ
શેકેલ વિવિધ ધાતુઓ ૧૧ ગ્રામ
તાલંત વિવિધ ધાતુઓ ૩૩ કિલોગ્રામ
નવા કરારના એકમ ધાતુ દિવસને વેતન
દીનાર/દીનારી ચાંદીનો સિક્કો ૧ દિવસ
ડ્રામા ચાંદીનો સિક્કો ૧ દિવસ
માઈટ તાંબાનો સિક્કો ૧/૬૪ દિવસ
શેકેલ ચાંદીનો સિક્કો ૪ દિવસ
તાલંત ચાંદી ૬, દિવસ

અનુવાદનો સિધ્ધાંત

નાણાંના આધુનિક એકમોનો ઉપયોગ કરશો નહીં કારણ કે તેઓ દર વર્ષે બદલાઈ જાય છે. તેઓનો ઉપયોગ કરવાથી બાઈબલનો અનુવાદ બિનસાંપ્રત અને અચોક્કસ બની જાય છે.

###અનુવાદની વ્યૂહરચના

જૂના કરારના મોટાભાગના નાણાંની કિંમત તેના વજન પર આધારિત હતી. તેથી જ્યારે જૂના કરારમાં આ વજનનો અનુવાદ કરવામાં આવે ત્યારે, જુઓ[બાઈબલમાં આપેલું વજન]. નીચે આપેલી વ્યૂહરચનાઓ નવા કરારના નાણાંકીય એકમોનો અનુવાદ કરવા માટે છે.

૧. બાઈબલના શબ્દનો ઉપયોગ કરો અને તેને એ પ્રમાણે લાખો કે જેથી તેઓ એકસરખા લાગે. (જુઓઉછીના શબ્દો કે નકલ) ૧. નાણાંની કિંમતનું વર્ણન એ રીતે કરો કે કયા પ્રકારની ધાતુનો તેની બનાવટ માટે ઉપયોગ થતો હતો અને કેટલા સિક્કાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ૧. નાણાંની કિંમતનું વર્ણન એવી રીતે કરો કે બાઈબલના સમયના લોકો એક દિવસમાં કેટલું વેતન કમાતા હતા. ૧. બાઈબલના શબ્દનો ઉપયોગ કરો અને તે લખાણ કે નોંધને સમાન ભાર આપો. ૧. બાઈબલના શબ્દનો ઉપયોગ કરો અને તેને નોંધમાં સમજાવો.

###અનુવાદની વ્યૂહરચના

અનુવાદની વ્યૂહરચનાને નીચે મુજબ લુક ૭:૪૧માં લાગુ કરવામાં આવી છે.

  • એકને પાંચસો દીનાર મળ્યા, અને બીજાને પચાસ દીનાર મળ્યા. (લુક ૭:૪૧ULB)

૧. બાઈબલના શબ્દનો ઉપયોગ કરો અને તેને એ રીતે લાખો કે જેથી એકસરખું લાગે. (જુઓઉછીના શબ્દો કે નકલ)

  • “એકને મળ્યુંપાંચસો દીનાર, અને બીજાનેપચાસ દીનાર.” (લુક ૭:૪૧ ULB)

૧. નાણાંના એકમોનું વર્ણન એવી રીતે કરો કે કયા પ્રકારની ધાતુનો તેની બનાવટ માટે ઉપયોગ થતો હતો અને કેટલા ટુકડા કે સિક્કાઓનો ઉપયોગ થતો હતો.

  • “એકને મળ્યાપાંચસો ચાંદીના સિક્કા, અને બીજાને પચાસ ચાંદીના સિક્કા.” (લુક ૭:૪૧ ULB)

૧. નાણાંના એકમોનું વર્ણન એવી રીતે કરો કે બાઈબલના સમયના લોકો એક દિવસમાં કેટલું વેતન કમાઈ શકતા હતા.

  • “એકને મળ્યાપાંચસો દિવસનું વેતન,અને બીજાનેપચાસ દિવસનું વેતન.”

૧. બાઈબલના શબ્દનો ઉપયોગ કરો અને લખાણ કે પાદનોંધને સરખો ભાર આપો.

  • “એકને મળ્યાપાંચસો દીનાર, અને બીજાનેપચાસ દીનાર.” (લુક ૭:૪૧ ULB) પાદનોંધ આવી દેખાશે: *[૧]પાંચસો દિવસનું વેતન *[૨]પચાસ દિવસનું વેતન

૧. બાઈબલના શબ્દનો ઉપયોગ કરો અને તેને પાદનોંધમાં સમજાવો.

  • “એકને મળ્યાપાંચસો દીનાર, અને બીજાનેપચાસ દીનાર.” (લુક ૭:૪૧ ULB) *[૧]દીનાર એ એક દિવસનું ચાંદીનું માપ હતું કે જેણે લોકો એક દિવસના કામ રૂપે વેતન પ્રાપ્ત કરે.