gu_ta/translate/translate-bibleorg/01.md

4.4 KiB

બાઈબલ ૬૬ “પુસ્તકો”નું બનેલું છે. તેઓને “પુસ્તકો” કહેવામાં આવે છે તેમ છતાં, તેઓ ઘણા લાંબા અને એક કે બે પૃષ્ઠ જેટલા ટૂંકા પણ છે. બાઈબલના બે મુખ્ય ભાગ છે. પ્રથમ ભાગને પહેલા લખવામાં આવ્યો હતો અને તેને જૂનો કરાર કહેવામાં આવે છે. બીજો ભાગ પછીથી લખવામાં આવ્યો અને તેને નવો કરાર કહેવામાં આવે છે. જૂના કરારમાં ૩૯ પુસ્તકો છે અને નવા કરારમાં ૨૭ પુસ્તકો છે. (નવા કરારના કેટલાક પુસ્તકો લોકોને લખવામાં આવેલા પત્રો છે.)

દરેક પુસ્તક અધ્યાયોમાં વહેંચાએલુ છે. મોટા ભાગના પુસ્તકમાં એક કરતાં વધારે અધ્યાય છે, પરંતુ ઓબાધ્યા, ફિલેમોન, ૨ જોન, ૩ જોન, અને યહુદા દરેકમાં માત્ર એક અધ્યાય છે. બધા અધ્યાય કલમો વડે વહેંચાએલા છે.

જ્યારે આપણે કલમ શોધવી હોય ત્યારે, પહેલા આપણે પુસ્તકનું નામ લખીએ છીએ, પછી અધ્યાય અને તે પછી કલમ લખીએ છીએ. ઉદાહરણ તરીકે “યોહાન ૩:૧૬” એટલે કે યોહાનનું પુસ્તક, ત્રીજો અધ્યાય અને ૧૬મી કલમ.

જ્યારે આપણે બે કે તેથી વધારે કલમોનો ઉલ્લેખ કરવો હોય જે એકબીજાની સાથે હોય તો, આપણે તેઓની વચ્ચે લીટી દોરીએ છીએ. “યોહાન ૩:૧૬-૧૮” એટલે કે, યોહાનનો ત્રીજો અધ્યાય કલમ ૧૬, ૧૭ અને ૧૮.

જ્યારે આપણે એવી કલમોનો ઉલ્લેખ કરતાં હોય કે જેઓ એક સાથે ન હોય તો, આપણે અલ્પવિરામ મૂકીને તેઓને અલગ પાડીએ છીએ. “યોહાન ૩:૨, ૬, ૯” એટલે કે યોહાન ત્રીજો અધ્યાય, કલમ ૨, ૬, અને ૯.

અધ્યાય અને કલમના આંકડા પછી, અનુવાદ માટે જે બાઈબલનો આપણે ઉપયોગ કર્યો હોય તેનું ટૂંકું નામ મૂકીએ છીએ. નીચે આપેલા ઉદાહરણમાં, “ULB” એટલે કે અનલોકડ લીટરલ બાઈબલ.

અનુવાદ શિક્ષણમાં અમે આ પધ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કે જ્યાંથી આ અનુવાદ માટેના ભાગો આવેલા છે. જોકે, આનો અર્થ એ નથી કે આખી કલમ કે કલમનું જૂથ દર્શાવવામાં આવે. નીચે આપેલું લખાણ ન્યાયાધીશ, અધ્યાય ૬, કલમ ૨૮માંથી આવેલું છે, પરંતુ તે આખી કલમ નથી. અંતમાં તે કલમમાં ઘણું બધું છે. અનુવાદ શિક્ષણમાં, કલમના જે ભાગ સંબંધી અમે જણાવવા માગીએ છીએ તેટલોજ ભાગ અમે દર્શાવીએ છીએ.

જ્યારે સવારે નગરના માણસો ઉઠ્યા ત્યારે, બઆલની વેદી તોડી પાડવામાં આવી હતી... (ન્યાયાધીશ ૬:૨૮ ULB)