gu_ta/translate/translate-bdistance/01.md

12 KiB
Raw Permalink Blame History

વર્ણન

નીચેના શબ્દો અંતર અથવા લંબાઈ માટેના સૌથી સામાન્ય માપ છે જેનો મૂળભૂત રીતે બાઇબલમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી મોટાભાગના બધા હાથ અને બાવડા ની લંબાઈ ઉપર આધારિત છે.

theહાથની પહોળાઈ એ માણસની હથેળીની પહોળાઈ હતી. theવિસ્તાર કે હથેળીનો વિસ્તાર તે આંગળીઓ ફેલાવ્યા પછીની હથેળીનો હતો. theહાથ તે કોણીથી સૌથી લાંબી આંગળી સુધીના બાવડાનો હતો. the”લાંબો” હાથ ફક્ત હઝ્કીયેલ ૪૦-૪૮ માં વપરાયો છે. જે સામાન્ય હાથ અને તેના વિસ્તારની લંબાઈ છે. *the ક્રીડાંગણ (બહુવચન, ક્રીડાંગણો) આશરે ૧૮૫ મીટરના લાંબા મેદાનનો ઉલ્લેખ કરે છે. અંગ્રેજીની કેટલીક જૂની આવૃત્તિના હિસાબે આ શબ્દ “ફલાંગ”, એટલે કે મેદાનનું સરેરાશ ખેડાણનો ઉલ્લેખ કરે છે.

ગાણિતિક મૂલ્યો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે બાઈબલના માપની નજીક છે. બાઈબલના માપ સમયે સમયે અને સ્થળે સ્થળે ચોક્કસ લંબાઈથી કદાચ જુદા હતા. નીચે દર્શાવેલી સમાનતા તે સરેરાશ માપ આપવાનો એક પ્રયાસ છે.

મૂળ માપ ગાણિતિક માપ
હાથની પહોળાઈ ૮ સેન્ટીમીટર
વિસ્તાર ૨૩ સેન્ટીમીટર
હાથ ૪૬ સેન્ટીમીટર
“લાંબો” હાથ ૫૪ સેન્ટીમીટર
ક્રીડાંગણો ૧૮૫ મીટર

અનુવાદના સિદ્ધાંતો

૧. બાઈબલના લોકો આધુનિક માપ જેવા કે મીટર, લિટર અને કિલોગ્રામ નો ઉપયોગ કરતા ન હતા. માપવાની મૂળ પદ્ધતિનો ઉપયોગ કરવાથી વાચકોને જાણવા મળે છે કે બાઈબલ ઘણા સમય પહેલા લખવામાં આવ્યું હતું જયારે માપવા માટે આ પ્રકારના માપનો ઉપયોગ થતો હતો. ૧. આધુનિક માપના ઉપયોગથી વાચકોને લખાણ વધુ સહેલાઈથી સમજી શકાય છે. ૧. તમે જે માપનો ઉલ્લેખ કરો છો તેમાં જો શક્ય હોય, તો બીજી રીતના માપ વિષે લખાણ કે પાદનોધ માં કહેવું સારું રહેશે. ૧. જો બાઈબલમાં દર્શાવેલ માપનો ઉપયોગ ન કરતાં હોય, તો વાચકોને એવું મંતવ્ય ન આપો કે દર્શાવેલ માપ ચોક્કસ છે. ઉદાહરણ તરીકે, જો તમે એક હાથ ને “૪૬ મીટર” કે “૪૬ સેન્ટીમીટર,” માં અનુવાદ કરો છો, વાચકોને એવું લાગે કે દર્શાવેલ માપ ચોક્કસ છે. “અડધો મીટર,” “૪૫ સેન્ટીમીટર,” કે પછી “૫૦ સેન્ટીમીટર.” વાપરવું સારું રહેશે. ૧. ક્યારેક “લગભગ” શબ્દ વાપરવો મદદરૂપ થઈ શકે એ જાણવા માટે કે તે માપ ચોક્કસ નથી. ઉદાહરણ તરીકે, લુક ૨૪:૧૩ પ્રમાણે એમ્મોસ યરુશાલેમથી ૬૦ મેદાન દૂર હતું. યરુશાલેમથી “લગભગ ૧૦ કિલોમીટર” તેમ આનો અનુવાદ કરી શકાય. ૧. જયારે ઈશ્વર લોકોને એવું કહે છે કે કઈક કેટલી લંબાઈ માં હોવું જોઈએ, અને લોકો વસ્તુઓ એ લંબાઈના સંદર્ભમાં બનાવે છે ત્યારે, “લગભગ” શબ્દ અનુવાદમાં ન વાપરવો જોઈએ. નહી તો એ એક પ્રભાવ એવો પડી જાય છે કે તેની લંબાઈ કેટલી હોવી જોઈએ તેના વિષે ઈશ્વરને કંઈ દરકાર નથી.

અનુવાદ માટેની વ્યૂહરચનાઓ

૧. ULB માં દર્શાવેલા માપ વાપરો. આ સમાન દર્શાવેલ માપ છે જેનો મૂળ લેખકે ઉપયોગ કર્યો છે. જોડણી એ રીતે લખો જે ULBમાં જે દર્શાવ્યુ છે તેને મળતું આવતું હોય કે તેનું ઉચ્ચારણ સમાન હોય. (જુઓ [નકલ કરેલા શબ્દો](../translate-transliterate/01.md)) ૧. UDB માં આપ્યા પ્રમાણેના ગાણિતિક માપનો ઉપયોગ કરો. UDBના અનુવાદકોએ અગાઉથી નક્કી કરી લીધું છે કે માત્રાનો કઈ રીતે ઉલ્લેખ કરવો અને ગાણિતિક પધ્ધતિઓમાં તેઓને કેવી રીતે દર્શાવવા.પ્ ૧. તમારી ભાષામાં વપરાયેલા માપનો જ ઉપયોગ કરો. આ પ્રમાણે કરવા માટે તમારે એ જાણવું જરૂરી છે કે ગાણિતિક પધ્ધતિની રચનાની સાથે તમારા માપ કઈ રીતે સંકળાએલા છે અને દરેક માપને નક્કી કરવું. ૧. ULBમાં દર્શાવેલ માપનો ઉપયોગ કરો અને તમારા લોકો જે માપને જાણે છે તે માપ નો ઉપયોગ લખાણ કે નોંધ માં કરો. ૧. ULBમાં દર્શાવેલ માપનો ઉપયોગ કરો અને તમારા લોકો જે માપને જાણે છે તે માપ નો ઉપયોગ લખાણ કે નોંધ માં કરો.

અનુવાદની વ્યૂહરચનાઓને લાગુ કરવી.

નિર્ગમન ૨૫:૧૦માં નીચે મુજબની વ્યૂહરચનાઓ લાગુ કરવામાં આવી છે.

  • તેઓએ બાવળના લાકડાનું વહાણ બનાવવાનું હતું. જેની લંબાઈ અઢી હાથ; પહોળાઈ દોઢ હાથ; અને તેની ઉચાઈ દોઢ હાથ હોય. (નિર્ગમન ૨૫:૧૦ ULB)

૧. ULBમાં દર્શાવેલ માપ નો ઉપયોગ કરો. આ એજ માપ છે જેનો મૂળ લેખક ધ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. જોડણી એ રીતે લાખો જે ULBમાં દર્શાવ્યા ને મળતું આવતું હોય કે તેનું ઉચ્ચારણ સમાન હોય. (જુઓ [નકલ કરેલા શબ્દો](../translate-transliterate/01.md))

*“બાવળના લાકડા નું વહાણ બનાવવું. જેની લંબાઈ અઢી હાથ ; પહોળાઈ દોઢ હાથ; અને ઉચાઈ દોઢ હાથ.”

૧. UDBમાં દર્શાવેલા ગાણિતિક માપનો ઉપયોગ કરો. UDBના અનુવાદકોએ અગાઉથી ગાણિતિક પધ્ધતિમાં માત્રાનો કઈ રીતે ઉલ્લેખ કરવો તે નક્કી કરી લીધું છે.

  • “ તેઓએ બાવળના લાકડાનું વહાણ બનાવવાનું હતું. જેની લંબાઈ એક મીટર ; પહોળાઈ એક મીટરનો બે તૃતીયાંશ ; અને તેની ઉચાઈ એક મીટરનો બે તૃતીયાંશ .”

૧. તમારી ભાષામાં વપરાયેલ માપ નો ઉપયોગ કરો. આમ કરવા માટે તમારે એ જાણવું જરૂરી છે કે ગાણિતિક પધ્ધતિના માપની સાથે તમારા માપ કઈ રીતે સંકળાએલા છે અને દરેક માપને નક્કી કરવું.. ઉદાહરણ તરીકે, જો પ્રમાણભૂત પગનું માપ લો, તેનું અનુવાદ નીચે મુજબ કરી શકાય.

*“ તેઓએ બાવળના લાકડાનું વહાણ બનાવવાનું હતું. જેની લંબાઈ ૩ ૩/૪ પગ ; પહોળાઈ ૨ ૧/૪ પગ ; અને તેની ઉચાઈ ૨ ૧/૪ પગ હોવી જોઈએ.”

૧. ULBમાં દર્શાવેલ માપ નો ઉપયોગ કરો અને તમારા લોકોને જેની જાણ છે તે માપ નો ઉપયોગ લખાણ કે નોંધ માં લો. નીચે બંને રીતના માપ દર્શાવ્યામાં આવ્યા છે.

*“ તેઓએ બાવળના લાકડાનું વહાણ બનાવવાનું હતું. જેની લંબાઈ અઢી હાથ (એક મીટર); પહોળાઈ દોઢ હાથ (મીટરનો બે તૃતીયાંશ) ; અને તેની ઉચાઇ દોઢ હાથ (મીટરનો બે તૃતીયાંશ) હોવી જોઈએ.\

૧. ULBમાં દર્શાવેલ માપ નો ઉપયોગ કરો અને તમારા લોકોને જેની જાણ છે તે માપ નો ઉપયોગ લખાણ કે નોંધ માં લો. નીચે ULBમાં ઉપયોગમાં લેવાયેલા માપની નોંધ લેવામાં આવી છે.

*“ તેઓએ બાવળના લાકડાનું વહાણ બનાવવાનું હતું. જેની લંબાઈ એક મીટર; પહોળાઈ મીટરનો બે તૃતીયાંશ ; અને તેની ઉચાઇ મીટરનો બે તૃતીયાંશ હોવું જોઈએ.” પાદનોંધ આવી દેખાશે : * [1] અઢી હાથ * [2] દોઢ હાથ