gu_ta/translate/figs-yousingular/01.md

9.4 KiB

વર્ણન

કેટલીક ભાષાઓમાં “તમે” નું એકવચન સ્વરૂપ “તમે” શબ્દ એક વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે હોય છે, અને “તમે” નું બહુવચન સ્વરૂપ એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે હોય છે. અનુવાદકો જે આ ભાષાઓ બોલે છે તેઓએ હંમેશા તે જાણવાની જરૂર હોય છે કે વક્તાનો કહેવાનો ભાવાર્થ શું હતો જેથી તેઓ તેમની ભાષામાં “તમે” માટે યોગ્ય શબ્દ પસંદ કરી શકે. અન્ય ભાષાઓ, જેમ કે અંગ્રેજીમાં, ફક્ત એક જ સ્વરૂપ છે, કે જેનો ઉપયોગ લોકો ગમે તેટલા લોકોનો ઉલ્લેખ કરવા માટે કરે છે.

બાઈબલ પ્રથમ હિબ્રુ, અરામિક અને ગ્રીકમાં લખવામાં આવ્યું હતું. આ બધી જ ભાષાઓમાં બંને “તમે” નું એકવચન સ્વરૂપ અને “તમે” નું બહુવચન સ્વરૂપ છે. જ્યારે આપણે તે ભાષાઓમાં બાઈબલ વાંચીએ, ત્યારે સર્વનામો અને ક્રિયાપદ સ્વરૂપો આપણને બતાવે છે કે “તમે” શબ્દ એક વ્યક્તિ અથવા એકથી વધુનો ઉલ્લેખ કરે છે. જ્યારે આપણે એવી ભાષામાં બાઈબલ વાંચીએ કે જેમાં તમેના અલગ અલગ સ્વરૂપો નથી હોતા, ત્યારે આપણે સંદર્ભમાં જોવાની જરૂર છે કે વક્તા કેટલા લોકોની વાત કરી રહ્યો છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • અનુવાદકો જે આ ભાષા બોલે છે જેમાં “તમે” ના એકવચન અને બહુવચનના અલગ અલગ સ્વરૂપો હોય છે તેઓએ તે જાણવાની જરૂર છે કે વક્તાનો ભાવાર્થ શું હતો જેથી તેઓ તેમની ભાષામાં “તમે” નો યોગ્ય શબ્દ વાપરી શકે.
  • ઘણી ભાષાઓમાં વિષય આધારિત એકવચન અથવા બહુવચનના અલગ અલગ ક્રિયાપદ હોય છે. તેથી જો ત્યાં “તમે” નો અર્થ દર્શાવતું સર્વનામ ન પણ હોય, તો આ ભાષાના અનુવાદકોએ તે જાણવાની જરૂર છે કે વક્તા એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરતો હતો.

મોટેભાગે સંદર્ભ તે સ્પષ્ટ કરે છે કે “તમે” શબ્દ એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. જો તમે વાક્યમાંના અન્ય સર્વનામોને જુઓ, તો તેઓ વક્તા કેટલા લોકોની વાત કરી રહ્યા છે તે જાણવામાં તમને મદદ કરશે.
કેટલીકવાર ગ્રીક અને હિબ્રુ વક્તાઓ તેઓ લોકોમાં જૂથને વાત કરતાં હોય તો પણ “તમે” એકવચનનો ઉપયોગ કરે છે. જુઓ [‘તમે’ ના સ્વરૂપો - ટોળા માટે એકવચન]

બાઈબલમાંના ઉદાહરણો

તે અધિકારીએ કહ્યું, “આ બધું તો હું મારા નાનપણથી પાળતો આવ્યો છું.” જ્યારે ઈસુએ તે સાંભળ્યું, ત્યારે તેમણે તેને કહ્યું, તું હજી એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે બધું વેચી નાખીને તે દરિદ્રીઓને આપી દે, અને આકાશમાં તને દ્રવ્ય મળશે - અને પછી મારી પાછળ ચાલ.” (લુક ૧૮:૨૧,૨૨ ULB)

અધિકારીએ જ્યારે “હું” કહ્યું ત્યારે તે ફક્ત પોતાના વિષે જ વાત કરી રહ્યો હતો. આ બતાવે છે કે જ્યારે ઈસુએ “તને” કહ્યું ત્યારે તેઓ ફક્ત અધિકારીનો જ ઉલ્લેખ કરતાં હતાં. તેથી જે ભાષાઓમાં “તમે” નું એકવચન અને બહુવચન સ્વરૂપ હશે તે અહીં એકવચન સ્વરૂપ વાપરશે.

દૂતે તેને કહ્યું, “તારા વસ્ત્રો પહેર અને તારા ચંપલ પહેર.” પિતરે તેમ જ કર્યું. દૂતે તેને કહ્યું, તારા વસ્ત્રો ઓઢીને મારી પાછળ આવ.” તેથી પિતર બહાર નીકળીને દૂતની પાછળ ગયો. (પ્રેરિતોના કૃત્યો ૧૨:૮ ULB)

આ સંદર્ભ અહીં સ્પષ્ટ કરે છે કે દૂત ફક્ત એક જ વ્યક્તિ સાથે વાત કરતો હતો અને દૂતે જે આજ્ઞા આપી તે એક જ વ્યક્તિએ પાળી. તેથી જે ભાષાઓમાં “તમે” નું એકવચન અને બહુવચન સ્વરૂપ હશે તે અહીં “તારા” અંદ “તમે” નું એકવચન સ્વરૂપ વાપરશે. ઉપરાંત, જો ક્રિયાપદનાં વિષય માટે એકવચન અને બહુવચન સ્વરૂપો હોય, તો ક્રિયાપદો “વસ્ત્ર” અને “પહેર” માટે “તમે” ના એકવચન સ્વરૂપની જરૂર પડશે.

તિતસ, સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર. ... જે કામો અધૂરાં છે તે તું વ્યવસ્થિત કરે અને તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કરે તથા દરેક નગરમાં વડીલો ઠરાવે, માટે મેં તને ક્રીતમાં રાખ્યો. ... પરંતુ જે યોગ્ય સિદ્ધાંતને શોભે છે તે વાતો તારે કરવી. (તિતસ ૧:૪,૫: ૨:૧ ULB)

પાઉલે આ પત્ર એક વ્યક્તિ, તિતસને લખ્યો. મોટેભાગે આ પત્રમાં “તમે” શબ્દ ફક્ત તિતસનો ઉલ્લખ કરે છે.

“તમે” કેટલા લોકોનો ઉલ્લેખ કરે છે તે શોધવાની વ્યૂહરચનાઓ

૧. “તમે” એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે તે જોવા માટે નોંધ જુઓ.
૧. UDB માં જુઓ કે જો તે કંઈ કહે છે કે જે તમને બતાવશે કે “તમે” શબ્દ એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. ૧. જો તમારી પાસે તે બાઈબલ છે જેમાં “તમે” ના એકવચન સ્વરૂપને “તમે” ના બહુવચન સ્વરૂપથી જુદાં પાડે છે, તો જુઓ કે બાઈબલના તે વાક્યમાં “તમે” નું કયું સ્વરૂપ વાપરવામાં આવ્યું છે.
૧. સંદર્ભ જુઓ કે વક્તા કેટલા લોકો સાથે વાત કરી રહ્યો છે અને કોણ પ્રત્યુત્તર આપે છે.

તમે http://ufw.io/figs_younum પર આ વિડિઓ પણ જોઈ શકો છો.