gu_ta/translate/figs-youformal/01.md

8.3 KiB

(તમે http://ufw.io/figs_youform પર આ વિડિઓ પણ જોઈ શકો છો.)

વર્ણન

કેટલીક ભાષાઓ “તમે”ના ઔપચારિક સ્વરૂપ અને “તમે”ના અનૌપચારિક સ્વરૂપ વચ્ચે તફાવત કરે છે. આ પૃષ્ઠ મુખ્યત્વે એવા લોકો માટે છે કે જેમની ભાષામાં આ તફાવત છે.

કેટલીક સંસ્કૃતિમાં, લોકો ઔપચારિક “તમે” નો ઉપયોગ જે તેમનાથી વડીલ અથવા જેને અધિકાર છે તેની સાથે વાત કરવામાં એકરે છે, અને તેઓ અનૌપચારિક “તમે” નો ઉપયોગ તેમની ઉંમરના અથવા નાના અથવા અધિકારમાં થોડા ઓછા હોય તેના માટે કરે છે. અન્ય સંસ્કૃતિઓમાં, લોકો ઔપચારિક “તમે” નો ઉપયોગ અજાણી વ્યક્તિ સાથે વાત કરવામાં અથવા જે લોકોને તેઓ સારી રીતે જાણતા નથી, અને અનૌપચારિક “તમે” નો ઉપયોગ પરિવારના સભ્યો અને ઘનિષ્ઠ મિત્રો સાથે વાત કરવા માટે કરે છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • બાઈબલ હિબ્રુ, અરામિક અને ગ્રીકમાં લખાયું હતું. આ ભાષાઓમાં “તમે” નું ઔપચારિક અને અનૌપચારિક સ્વરૂપ હોતું નથી.
  • અંગ્રેજી અને ઘણી અન્ય સ્રોત ભાષાઓમાં “તમે” નું ઔપચારિક અને અનૌપચારિક સ્વરૂપો હોતા નથી,
  • અનુવાદકો કે જેઓ સ્રોત લખાણનો ઉપયોગ તે ભાષાઓ માટે કરે છે કે જેમાં “તમે” ના ઔપચારિક અથવા અનૌપચારિક સ્વરૂપો હોય, તેઓએ તે સમજવાની જરૂર છે કે તે ભાષામાં તે સ્વરૂપોનો ઉપયોગ કેવી રીતે કરવો. તે ભાષામાંના નિયમો તે કદાચ અનુવાદકની ભાષાના નિયમો સમાન ન પણ હોઈ શકે.
  • તેઓની ભાષામાં યોગ્ય સ્વરૂપને પસંદ કરવા માટે અનુવાદકોએ બે વક્તાઓ વચ્ચેના સંબંધને સમજવું જરૂરી છે.

અનુવાદના સિદ્ધાંતો

  • વક્તા અને વ્યક્તિ અથવા લોકો કે જેની સાથે તે વાત કરી રહ્યો છે તે બંને વચ્ચેનો સંબંધ સમજવાની જરૂર છે.
  • જેની સાથે વાત કરે છે તે વ્યક્તિ સાથે વક્તાનું વલણ સમજો.
  • તમારી ભાષામાં સ્વરૂપની પસંદગી કરો જે તેના સંબંધ અને વલણ માટે યોગ્ય હોય.

બાઈબલમાંના ઉદાહરણો

યહોવાહ ઈશ્વરે માણસને બોલાવ્યો અને તેને કહ્યું, તુ ક્યાં છે?” (ઉત્પત્તિ ૩:૯ ULB)

ઈશ્વર માણસ પર સત્તામાં છે, તેથી જે ભાષાઓમાં “તમે”નું ઔપચારિક અને અનૌપચારિક સ્વરૂપો હોય છે તે અહીં અનૌપચારિક સ્વરૂપનો ઉપયોગ કરશે.

તેથી, ઓ નેક નામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી બધી વાતોની શોધ ચોકસાઈથી કરીને તમારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો. હું ચાહું છું કે જે વાતો તમને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તમે જાણો. (લુક ૧:૩-૪ ULB)

લુકે થિયોફિલને “નેક નામદાર” કહ્યો. આ બતાવે છે કે થિયોફિલ કદાચ કોઈ મોટો અધિકારી હોઈ શકે છે જેને લુક મોટું માન આપે છે. ભાષાઓના વક્તાઓ જેમાં “તમે” નું ઔપચારિક સ્વરૂપ હોય છે તે અહીં તેનો ઉપયોગ કરી શકે છે.

ઓ આકાશમાંના પિતા, તમારું નામ પવિત્ર મનાઓ. (માથ્થી ૬:૯ ULB)

આ પ્રાર્થનાનો ભાગ છે જે ઈસુએ તેમના શિષ્યોને શીખવી હતી. કેટલીક સંસ્કૃતિઓ ઔપચારિક “તમે” નો ઉપયોગ કરશે કારણ કે ઈશ્વર સત્તામાં છે. અન્ય સંસ્કૃતિઓ અનૌપચારિક “તમે” નો ઉપયોગ કરશે કારણ કે ઈશ્વર આપણા પિતા છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

અનુવાદકો કે જેઓની ભાષામાં “તમે” ના ઔપચારિક અને અનૌપચારિક સ્વરૂપો હોય છે તેઓએ “તમે” નું યોગ્ય સ્વરૂપ પસંદ કરવા માટે તેમણે બંને વક્તાઓ વચ્ચેના સંબંધને સમજવાની જરૂર છે.

“તમે” નું ઔપચારિક અથવા અનૌપચારિક ઉપયોગ કરવો તે નક્કી કરવું

૧. વક્તાઓ વચ્ચેના સંબંધ પર ધ્યાન આપો.

  • શું એક વક્તા અન્યની ઉપર સત્તામાં છે?
  • શું એક વક્તા અન્યથી ઉંમરમાં મોટો છે?
  • શું વક્તાઓ પરિવારના સભ્યો, સંબંધીઓ, મિત્રો, અજાણી વ્યક્તિઓ અથવા શત્રુઓ છે?

૧. જો તમારી પાસે બાઈબલ છે અને તેમાં “તમે” ના ઔપચારિક અને અનૌપચારિક સ્વરૂપો હોય, તો જુઓ કે તે કયા સ્વરૂપોનો ઉપયોગ કરે છે. યાદ રાખો, જો કે, તે ભાષામાંના નિયમો તમારી ભાષાના નિયમો કરતાં અલગ હોઈ શકે છે.

અનુવાદની વ્યૂહરચનાઓનું લાગુકરણ

અંગ્રેજીમાં “તમે” ના ઔપચારિક અને અનૌપચારિક સ્વરૂપો હોતા નથી, તેથી આપણે અંગ્રેજીમાં “તમે” ના ઔપચારિક અને અનૌપચારિક સ્વરૂપોને કેવી રીતે અનુવાદ કરી શકાય તે બતાવી શકતા નથી. મહેરબાની કરીને ઉપરોક્ત ઉદાહરણો અને ચર્ચા જુઓ.