gu_ta/translate/figs-youdual/01.md

9.3 KiB

વર્ણન

જ્યારે શબ્દ “તમે” એક વ્યક્તિ માટે ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે કેટલીક ભાષાઓમાં “તમે” નું એકવચન સ્વરૂપ હોય છે, અને જ્યારે એક કરતાં વધારે વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે “તમે”નું બહુવચન સ્વરૂપ હોય છે. કેટલીક ભાષાઓમાં “તમે”નું બેવચન સ્વરૂપ હોય છે કે જ્યારે “તમે” ફક્ત બે વ્યક્તિઓનો ઉલ્લેખ કરતુ હોય. અનુવાદકો કે જેઓ આ ભાષાઓ બોલે છે તેઓએ હંમેશા જાણવાની જરૂર હોય છે કે વક્તાનો અર્થ શું છે કે જેથી તેઓ તેમની ભાષામાં “તમે”નો યોગ્ય શબ્દ પસંદ કરી શકે. અન્ય ભાષાઓ, જેમ કે અંગ્રેજીમાં, ફક્ત એક જ સ્વરૂપ છે, કે જેનો ઉપયોગ લોકો ગમે તેટલા લોકોનો ઉલ્લેખ કરવા માટે કરે છે.

બાઈબલ પ્રથમ હિબ્રુ, અરામિક અને ગ્રીકમાં લખવામાં આવ્યું હતું. આ ભાષાઓમાં “તમે”નું એકવચન સ્વરૂપ અને “તમે”નું બહુવચન સ્વરૂપ છે. જ્યારે આપણે તે ભાષાઓમાં બાઈબલ વાંચીએ, ત્યારે સર્વનામ અને ક્રિયાપદના સ્વરૂપો આપણને બતાવે છે કે “તમે”નો ઉલ્લેખ એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિ માટે કરવામાં આવ્યો છે. તેમ છતાં, તેઓ આપણને નથી બતાવતા કે તેનો ઉલ્લેખ ફક્ત બે લોકો અથવા બેથી વધુ લોકો માટે કરવામાં આવ્યો છે. જ્યારે સર્વનામ આપણને ન બતાવી શકે કે “તમે”નો ઉલ્લેખ કેટલા લોકો માટે કરવામાં આવ્યો છે, આપણે સંદર્ભ જોવાની જરૂર છે જેથી વક્તા કેટલા લોકોની સાથે વાત કરતો હતો તે જાણી શકાય.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • અનુવાદકો જે ભાષા બોલે છે કે જેમાં “તમે” ના એકવચન, બેવચન અને બહુવચનનાં અલગ સ્વરૂપો છે તેઓએ વક્તાનો અર્થ જાણવાની જરૂર છે કે જેથી તેઓ પોતાની ભાષામાં “તમે”નો યોગ્ય શબ્દ પસંદ કરી શકે.
  • ઘણી ભાષાઓમાં ક્રિયાપદ આધારિત એકવચન અથવા બહુવચનનાં અલગ અલગ સ્વરૂપો રહેલા હોય છે. તેથી જો ત્યાં “તમે”નું સર્વનામ ન હોય, તો પણ આ ભાષાઓના અનુવાદકો તે જાણવાની જરૂરત છે કે વક્તા એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.

ઘણીવાર સંદર્ભ તે સ્પષ્ટ કરે છે કે “તમે” શબ્દનો ઉલ્લેખ એક અથવા એકથી વધુ વ્યક્તિ માટે થયો છે. જો તમે વાક્યમાંના અન્ય સર્વનામોને જુઓ, તેઓ તમને જાણવામાં મદદ કરશે કે વક્તા કેટલા લોકોને સંબોધી રહ્યા છે.

બાઈબલમાંના ઉદાહરણો

ઝબદીના દીકરા યાકૂબ અને યોહાન, તેમની પાસે આવ્યા અને કહ્યું, “ઉપદેશક, અમે જે કંઈ માંગીએ તે તમે અમારે માટે કરો તેવી અમારી ઈચ્છા છે.” તેમણે [ઈસુ] તેઓને કહ્યું, “તમારી શી ઈચ્છા છે, હું તમારે માટે શું કરું?” (માર્ક ૧૦:૩૫-૩૬ ULB)

ઈસુ તે બે, યાકૂબ અને યોહાનને પૂછે છે, કે તેઓ શું ચાહે છે કે તે તેઓના માટે શું કરે. જો લક્ષ્ય ભાષામાં “તમે”નું બેવચન સ્વરૂપ હોય તો તેનો ઉપયોગ કરો. જો લક્ષ્ય ભાષામાં બેવચન સ્વરૂપ નથી, તો પછી તેના માટે બહુવચન સ્વરૂપ યોગ્ય હશે.

... અને ઈસુએ તેઓમાંના બેને મોકલીને તેઓને કહ્યું કે, “આપણી સામેના ગામમાં જાઓ. જ્યારે તમે તેમાં પ્રવેશો, તમે એક ગધેડીના બચ્ચાંને જોશો જેના પર ક્યારેય કોઈ બેઠું નથી. તેને છોડીને મારી પાસે લાવો. (માર્ક ૧૧:૧-૨ ULB)

તેનો સંદર્ભ સ્પષ્ટ કરે છે કે ઈસુ તે બે લોકોને સંબોધી રહ્યાં છે. જો લક્ષ્ય ભાષામાં “તમે”નું બેવચન સ્વરૂપ હોય તો તેનો ઉપયોગ કરો. જો લક્ષ્ય ભાષામાં બેવચન સ્વરૂપ નથી, તો પછી તેના માટે બહુવચન સ્વરૂપ યોગ્ય હશે.

વિખેરાઈ ગયેલાં બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ. મારા ભાઈઓ, જ્યારે તમને જાત જાતનાં પરીક્ષણો થાય, ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારાં વિશ્વાસની પરીક્ષામાં પાર ઊતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. (યાકૂબ 1:1-૩ ULB)

યાકૂબે આ પત્ર ઘણા લોકોને લખ્યો, તેથી “તમે” શબ્દ તે ઘણા લોકોનો ઉલ્લેખ કરે છે. જો લક્ષ્ય ભાષામાં “તમે”નું બહુવચન સ્વરૂપ છે, તો તેનો અહીં ઉપયોગ કરવો ઉત્તમ ગણાશે.

“તમે” નો ઉલ્લેખ કેટલા લોકો માટે થયો છે તે શોધવા માટેની વ્યૂહરચનાઓ

૧. “તમે” એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે તે જોવા માટે નોંધ જુઓ.
૧. UDB માં જુઓ કે જો તે કંઈ કહે છે કે જે તમને બતાવશે કે “તમે” શબ્દ એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. ૧. જો તમારી પાસે તે બાઈબલ છે જેમાં “તમે” ના એકવચન સ્વરૂપને “તમે” ના બહુવચન સ્વરૂપથી જુદાં પાડે છે, તો જુઓ કે બાઈબલના તે વાક્યમાં “તમે” નું કયું સ્વરૂપ વાપરવામાં આવ્યું છે.
૧. સંદર્ભને જુઓ કે જેમાં વક્તા કોની સાથે વાત કરતાં હતા અને કોણે તેમને પ્રત્યુત્તર આપ્યો.

તમે http://ufw.io/figs_youdual પર આ વિડિઓ પણ જોઈ શકો છો.