gu_ta/translate/figs-youcrowd/01.md

8.6 KiB

વર્ણન

બાઈબલને હિબ્રુ, અરામિક અને ગ્રીકમાં લખાયું હતું. આ ભાષાઓમાં જ્યારે “તમે” શબ્દ માત્ર એક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે ત્યારે “તમે”નું એકવચન સ્વરૂપ હોય છે, અને જ્યારે “તમે” કે જે એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે ત્યારે “તમે”નું બહુવચન સ્વરૂપ હોય છે. તેમ છતાં, કેટલીકવાર બાઈબલમાંના વક્તાઓએ “તમે”ના એકવચન સ્વરૂપનો ઉપયોગ જ્યારે તેઓ લોકોના જૂથની વાત કરતાં હોય ત્યારે પણ કરે છે. જ્યારે તમે અંગ્રેજીમાં બાઈબલ વાંચો ત્યારે આ સ્પષ્ટ નથી, કારણ કે અંગ્રેજીમાં “તમે” એકવચન અને “તમે” બહુવચનના અલગ સ્વરૂપો હોતા નથી. પરંતુ તમે આ જોઈ શકશો જો તમે બાઈબલ તે ભાષામાં વાંચો જેમાં અલગ સ્વરૂપો હોય છે.

વળી, જૂના કરારના વક્તાઓ અને લેખકોએ વારંવાર લોકોના જૂથો માટે બહુવચન સર્વનામ “તેઓ” કરતાં, એકવચન સર્વનામ “તે”નો ઉલ્લેખ કરેલ છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • ઘણી ભાષાઓ માટે, અનુવાદક જ્યારે “તમે”ના સામાન્ય સ્વરૂપ સાથે બાઈબલ વાંચે છે તેણે જાણવાની જરૂર છે કે વક્તા તે એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિની વાત કરી રહ્યો છે.
  • કેટલીક ભાષાઓમાં તે ગુંચવણભર્યું હોઈ શકે છે જો વક્તા એકવચન સર્વનામનો ઉપયોગ એક વ્યક્તિ અથવા એકથી વધુ વ્યક્તિ વિષે વાત કરતાં હોય.

બાઈબલમાંના ઉદાહરણો

1 માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારાં ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, અથવા આકાશમાંના તમારાં પિતા પાસેથી તમને મળવાનું નથી. 2 તેથી જ્યારે તું દાનધર્મ કરે,ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનમાં તથા રસ્તાઓમાં માણસોથી પ્રશંસા પામવાને માટે કરે છે તેમ તું પોતાની આગળ રણશિંગડું ન વગાડ. હું તમને ખચીત કહું છું, કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. (માથ્થી ૬:૧-૨ ULB)

ઈસુએ આ ટોળાને કહ્યું. તેમણે બહુવચન “તમે” ને કલમ 1 માં અને એકવચન “તમે” ને કલમ 2 ના વાક્યની શરૂઆતમાં ઉપયોગ કરે છે. ત્યારબાદ છેલ્લા વાક્યમાં તેઓ ફરીથી બહુવચનનો ઉપયોગ કરે છે.

ઈશ્વર આ સર્વ શબ્દો બોલ્યા: “હું યહોવાહ છું, તમારો ઈશ્વર, જે તને મિસર, ગુલામીના ઘરની બહાર કાઢી લાવનાર. મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય. (નિર્ગમન ૨૦:૧-૩ ULB)

ઈશ્વરે આ ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું. તે તેઓને મિસરમાંથી બહાર લાવ્યા અને તે ઈચ્છતા હતા કે તેઓ સર્વ તેમને આધીન થાય, પરંતુ તેઓની સાથે વાત કરવા માટે તેમણે અહીં એકવચન સ્વરૂપનો ઉપયોગ કર્યો.

યહોવાહ આમ કહે છે, “અદોમના ત્રણ પાપોને માટે, હા, ચારને માટે, હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કારણ કે તે તરવાર લઈને તેના ભાઈની પાછળ પડ્યો અને સઘળી દયાનો ત્યાગ કર્યો. તેનો ક્રોધ સતત વધતો ગયો, અને તેનોરોષ કાયમ સુધી રહ્યો.” (આમોસ ૧:૧૧ ULB)

યહોવાહે આ બધી બાબતો અદોમ દેશ માટે કહી, કોઈ એક વ્યક્તિ માટે નહિ.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો સર્વનામનું એકવચન સ્વરૂપ તે લોકોના જૂથના ઉલ્લેખ કરવા માટે કુદરતી હોય, તો તેનો ઉપયોગ કરવો ધ્યાનમાં લો.

  • તમે તેનો ઉપયોગ કરી શકો છો તેનો આધાર વક્તા કોણ છે અને લોકો કોણ છે તે વિશે તે વાત કરી રહ્યા છે અથવા કોને વાત કરી રહ્યો છે તે પર આધાર રાખે છે.
  • તે વક્તા શું કહે છે તેના પર પણ આધાર રાખે છે.

૧. જો સર્વનામનું એકવચન સ્વરૂપ તે લોકોના જૂથના ઉલ્લેખ કરવા માટે કુદરતી નથી, અથવા તેનાથી વાચકોને મૂંઝવણ થાય, તો તે સર્વનામનું બહુવચનનો ઉપયોગ કરો.

અનુવાદની વ્યૂહરચનાઓનું લાગુકરણ

૧. જો સર્વનામનું એકવચન સ્વરૂપ તે લોકોના જૂથના ઉલ્લેખ કરવા માટે કુદરતી નથી, અથવા તેનાથી વાચકોને મૂંઝવણ થાય, તો તે સર્વનામનું બહુવચનનો ઉપયોગ કરો.

યહોવાહ આમ કહે છે, “અદોમના ત્રણ પાપોને માટે, હા, ચારને માટે, હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કારણ કે તે તરવાર લઈને તેના ભાઈની પાછળ પડ્યો અને સઘળી દયાનો ત્યાગ કર્યો. તેનો ક્રોધ સતત વધતો ગયો, અને તેનોરોષ કાયમ સુધી રહ્યો.” (આમોસ ૧:૧૧ ULB)

યહોવાહ આમ કહે છે, “અદોમના ત્રણ પાપોને માટે, હા, ચારને માટે, હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કારણ કે તેઓ તરવાર લઈને તેમના ભાઈઓની પાછળ પડ્યા અને સઘળી દયાનો ત્યાગ કર્યો. તેમનો ક્રોધ સતત વધતો ગયો, અને તેમનોરોષ કાયમ સુધી રહ્યો.”