gu_ta/translate/figs-you/01.md

23 lines
3.0 KiB
Markdown

### એકવચન, બેવચન અને બહુવચન
કેટલીક ભાષાઓમાં “તમે” માટે એકથી વધુ શબ્દ હોય છે કે જે “તમે” કેટલા લોકોનો ઉલ્લેખ કરે છે તે પર આધાર રાખે છે. **એકવચન** સ્વરૂપ તે એક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે, અને **બહુવચન** સ્વરૂપ એકથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે. કેટલીક ભાષાઓમાં **બેવચન** સ્વરૂપ પણ હોય છે કે જે બે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે અને કેટલીકમાં અન્ય સ્વરૂપો હોય છે કે જે ત્રણ અથવા ચાર વ્યક્તિનો ઉલ્લેખ કરે છે.
તમે આ વિડિઓ અહીં જોઈ શકો છો http://ufw.io/figs_younum
બાઈબલના વક્તા કેટલીકવાર એકવચન સ્વરૂપ “તમે” નો ઉપયોગ ત્યારે પણ કરે છે જ્યારે તે કોઈ ટોળાની વાત કરી રહ્યા હોય છે.
*[એકવચન સર્વનામ કે જે જૂથોનો ઉલ્લેખ કરે છે](../figs-youcrowd/01.md)
### ઔપચારિક અને અનૌપચારિક
કેટલીક ભાષાઓમાં “તમે” નો એકથી વધુ સ્વરૂપ કે જે વક્તા અને વ્યક્તિ કે જેની સાથે તે વાત કરી રહ્યા છે તેની વચ્ચેના સંબંધ પર આધારિત છે. લોકો **ઔપચારિક** સ્વરૂપ “તમે”નો ઉપયોગ કરે છે જયારે તે કોઈ વડીલ અથવા ઉચ્ચ અધિકારી અથવા તે વ્યક્તિ કે જેમને તે સારી રીતે જાણતા નથી તેની વાત કરે છે, લોકો **અનૌપચારિક** સ્વરૂપનો ઉપયોગ કરે છે જ્યારે તે વ્યક્તિ વડીલ નથી અથવા ઉચ્ચ અધિકારી નથી, અથવા પરિવારના સભ્ય અથવા ગાઢ મિત્ર.
તમે આ વિડિઓ અહીં જોઈ શકો છો http://ufw.io/figs_youform.
આ અનુવાદ કરવામાં સહાય માટે, અમે સૂચવીએ છીએ કે તમે વાંચો:
*[“તમે”ના સ્વરૂપો - ઔપચારિક અથવા અનૌપચારિક](../figs-youformal/01.md)