gu_ta/translate/figs-synecdoche/01.md

4.1 KiB

વર્ણન

સીનેકડીકે ત્યારે છે જ્યારે કોઈ વક્તા કોઈ ભાગનો સંદર્ભ આપવા માટે તેમાંના કોઈ એક ભાગનો અથવા સંપૂર્ણ વાતનો ઉલ્લેખ કરે છે.

મારો આત્મા પ્રભુને મોટા માને છે. (લુક ૧:૪૬ ULB)

પ્રભુ જે કરી રહ્યા છે તે વિષે મરિયમ ખૂબ જ ખુશ હતી, તેથી તેણે કહ્યું “મારો આત્મા,” તેનો અર્થ આંતરિક, તેની અંદરનો લાગણીશીલ ભાગ, જે તેના સંપૂર્ણ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે.

ફરોશીઓએ તેમને કહ્યું, “જુઓ, જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે...?” (માર્ક ૨:૨૪ ULB)

જે ફરોશીઓ ત્યાં ઊભા હતા તેઓ સર્વએ એક જ સમયે એક સમાન શબ્દો કહ્યા નહોતા. તેને બદલે, એક વ્યક્તિ કે જે તે જૂથનું પ્રતિનિધિત્વ કરે છે તેણે તે શબ્દો કહ્યાં.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • કેટલાક વાચકો તેને શાબ્દિક રીતે સમજશે.
  • કેટલાક વાચકો તે ખ્યાલ રાખે છે કે તેઓએ શબ્દોને શાબ્દિક રીતે સમજવું નહિ, પરંતુ તેઓને જાણ નથી હોતી કે તેનો અર્થ શું છે.

બાઈબલમાંના ઉદાહરણો

જે સર્વ કાર્યો મારા હાથોએ કર્યા હતાં તે પર મેં નજર કરી (સભાશિક્ષક ૨:૧૧ ULB)

“મારા હાથો” તે સમગ્ર વ્યક્તિ માટેનું સીનેકડીકે છે, કારણ કે સ્પષ્ટ રીતે હાથો અને બાકીનું આખું શરીર અને મન પણ વ્યક્તિની સફળતાઓમાં સામેલ છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો સીનેકડીકે કુદરતી છે અને તે તમારી ભાષામાં યોગ્ય અર્થ આપે છે, તો તેનો ઉપયોગ કરવો ધ્યાનમાં લો. જો નહિ, તો અહીં અન્ય વિકલ્પ છે:

૧. સીનેકડીકે જેનો ઉલ્લેખ કરે છે તેને ખાસ કરીને લખો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. સીનેકડીકે જેનો ઉલ્લેખ કરે છે તેને ખાસ કરીને લખો.

  • **”મારો આત્મા પ્રભુને મોટા માને છે. (લુક ૧:૪૬ ULB)

    • હું પ્રભુને મોટા માનું છું.
  • ...ફરોશીઓએ તેમને કહ્યું (માર્ક ૨:૨૪ ULB)

    • ...ફરોશીઓના એક પ્રતિનિધિએ તેમને કહ્યું...
  • ... જે સર્વ કાર્યો મારા હાથોએ કર્યા હતાં તે પર મેં નજર કરી... (સભાશિક્ષક ૨:૧૧ ULB) જે સર્વ કાર્યો મેં કર્યા હતાં તે પર મેં નજર કરી