gu_ta/translate/figs-rquestion/01.md

19 KiB

અતિશયોક્તિયુક્ત પ્રશ્ન તે એ પ્રશ્ન છે જ્યારે વક્તા કંઈક વિષે વધુ માહિતી મેળવવા કરતાં તેનું વલણ વ્યક્ત કરવા માટે વધુ રસ ધરાવતા પૂછે છે. વક્તા અતિશય ભાવના વ્યક્ત કરવા માટે અથવા સાંભળનારાઓને કોઈ બાબત વિષે ઊંડો વિચાર કરવા અતિશયોક્તિયુક્ત પ્રશ્નનો ઉપયોગ થાય છે. બાઈબલમાં ઘણા અતિશયોક્તિયુક્ત પ્રશ્નો આવેલા છે, ઘણી વખત આશ્ચર્ય વ્યક્ત કરવા માટે, સાંભળનારને ઠપકો અથવા સખત ઠપકો આપવા માટે અથવા શીખવવા માટે. કેટલીક ભાષાઓના વક્તાઓ અન્ય હેતુઓ માટે પણ અતિશયોક્તિયુક્ત પ્રશ્નોનો ઉપયોગ કરે છે.

વર્ણન

અતિશયોક્તિયુક્ત પ્રશ્ન તે એ પ્રશ્ન છે જ્યારે વક્તાનું કોઈ બાબત વિષે મજબૂત વલણ વ્યક્ત કરે છે. મોટેભાગે વક્તા માહિતીની શોધ કરતો હોતા નથી, પરંતુ જો તે માહિતીની માંગ કરે છે, તો તે સામાન્ય રીતે એવી માહિતી નથી જે પ્રશ્નમાં દ્રશ્યમાન છે. વક્તા માહિતી પ્રાપ્ત કરવા કરતાં તેનું વલણ વ્યક્ત કરવામાં વધુ રસ ધરાવે છે.

ત્યારે પાસે ઊભા રહેનારે કહ્યું, “શું આ રીતે તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે? (પ્રેરિતોના કૃત્યો ૨૩:૪ ULB)

જે લોકોએ પાઉલને આ પ્રશ્ન પૂછ્યો તેઓ ઈશ્વરના પ્રમુખ યાજકને અપમાન કરવાના તેના માર્ગ વિષે પૂછતા નથી. તેના બદલે તેઓ આ પ્રશ્નોનો ઉપયોગ પ્રમુખ યાજકને અપમાન કરનાર પાઉલ પર આરોપ કરવા માટે કરે છે.

બાઈબલમાં ઘણા અતિશયોક્તિયુક્ત પ્રશ્નો આવેલા છે. આ અતિશયોક્તિયુક્ત પ્રશ્નોના થોડા હેતુઓ વલણને વ્યક્ત કરવું અથવા લાગણીઓ, લોકોને ઠપકો આપવો, જે લોકો કંઈ જાણતા તે તેઓને યાદ અપાવવા અને તેઓને કંઈ નવી બાબતને લાગુ કરવા ઉત્સાહિત કરવા માટે, અને તેઓ જેના વિષે વાત કરવા ચાહે છે તેનો પરિચય આપવા માટે થાય છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • કેટલીક ભાષાઓ અતિશયોક્તિયુક્ત પ્રશ્નોનો ઉપયોગ નથી કરતી; તેઓના માટે પ્રશ્ન હંમેશા માહિતી માટેની વિનંતી છે.
  • કેટલીક ભાષાઓ અતિશયોક્તિયુક્ત પ્રશ્નોનો ઉપયોગ કરે છે, પરંતુ એવા હેતુઓ માટે કે જે બાઈબલ કરતાં વધુ મર્યાદિત અથવા અલગ છે.
  • ભાષાઓની આ ભિન્નતાને કારણે, કેટલાક વાચકો કદાચ બાઈબલમાંના અતિશયોક્તિયુક્ત પ્રશ્નોના હેતુઓની ગેરસમજ કરી શકે છે.

બાઈબલમાંના ઉદાહરણો

શું હજુ તમે ઇઝરાયલના રાજ્ય ચલાવતા નથી? (૧ રાજાઓ ૨૧:૭ ULB)

ઇઝબેલે ઉપરોક્ત પ્રશ્નનો ઉપયોગ આહાબ રાજાને યાદ અપાવવા કે જે અગાઉથી તે જાણતો હતો: તે હજુ પણ ઇઝરાયલના રાજ્યને ચલાવતો હતો. અતિશયોક્તિયુક્ત પ્રશ્નએ તેના મંતવ્યને વધુ મજબૂત બનાવ્યો છે જો તેણીએ માત્ર તે જ જણાવ્યું હોત, કારણ કે તે આહાબને મુદ્દો પોતે સ્વીકારવાની ફરજ પાડી. ગરીબ માણસની સંપત્તિ લેવા માટે તૈયાર ન હોવાને કારણે તેને ઠપકો આપવા માટે તેણીનીએ આ કર્યું. તેણીનો અર્થ એ હતો કે જ્યારે તે ઇઝરાયલનો રાજા હતો, તેની પાસે તે માણસની સંપત્તિ લેવાનું સામર્થ્ય હતું.

શું કુમારિકા પોતાના ઘરેણાં, પરણનારી સ્ત્રી પોતાનો પડદો ભૂલી જાય? તોપણ મારા લોક અગણિત દિવસો સુધી મને વિસરી ગયા છે! (યર્મિયા ૨:૩૨ ULB)

લોકો જે અગાઉથી જાણતા હતા તે યાદ અપાવવા માટે ઈશ્વરે ઉપરોક્ત પ્રશ્નનો ઉપયોગ કર્યો: કોઈ કુમારિકા ક્યારેય પોતાના ઘરેણાં અથવા પરણનારી સ્ત્રી પોતાનો પડદો ભૂલશે નહિ. પછી તેમણે તેમને ભૂલી જવા માટે લોકોને ઠપકો આપ્યો, કે જે તે સર્વ બાબતો કરતા ખૂબ મહાન છે.

હું ગર્ભસ્થાનમાંથી બહાર આવતા જ કેમ મર્યો નહિ? (અયૂબ ૩:૧૧ ULB)

અયૂબે આ પ્રશ્નનો ઉપયોગ પોતાની ઊંડી ભાવના દર્શાવવા કર્યો. આ અતિશયોક્તિયુક્ત પ્રશ્ન વ્યક્ત કરે છે કે તે કેટલો દુઃખી હતો કે તે જન્મતા જ મૃત્યુ ન પામ્યો. તેણે એવી ઈચ્છા વ્યક્ત કરી કે તે જીવ્યો ન હોત.

અને આ શા માટે મને થાય કે મારા પ્રભુની માતા મારી પાસે આવે છે? (લુક ૧:43 ULB)

એલિઝાબેથે ઉપરોક્ત પ્રશ્નનો ઉપયોગ તે દર્શાવવા કર્યો કે તે કેટલી આશ્ચર્યચકિત અને ખૂશ છે કે તેણીના પ્રભુ તેણીની પાસે આવે છે.

અથવા તમારામાં એવું કયું માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? (માથ્થી ૭:૯ ULB)

લોકો જે અગાઉથી જાણતા હતા તે યાદ અપાવવા માટે ઈસુએ ઉપરોક્ત પ્રશ્નનો ઉપયોગ કર્યો: એક સારા પિતા પોતાના પુત્રને કંઈ ખરાબ ખાવાનું ક્યારેય નહિ આપે. આ મુદ્દાનો પરિચય આપીને, ઈસુ તેઓને આગળના અતિશયોક્તિયુક્ત પ્રશ્ન સાથે ઈશ્વર વિષે તેમણે શીખવવાનું ચાલુ રાખી શકે છે:

તેથી, જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંઓને સારાં વાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના પિતાની પાસે જેઓ માગે છે તેઓને કેટલાં વિશેષ કરીને તે સારાં વાનાં આપશે? (માથ્થી ૭:૧૧ ULB)

ઈસુએ આ પ્રશ્નનો ઉપયોગ લોકોને લાગણીશીલ રીતે શીખવવા માટે કર્યો કે જે લોકો માગે છે તેઓને ઈશ્વર સારાં વાનાં આપે છે.

ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું તેને શાની ઉપમા આપું? તે રાઈના બીજ જેવું છે જેણે માણસે લઈને પોતાની વાડીમાં નાખ્યું... (લુક ૧૩:૧૮-૧૯ ULB)

ઈસુએ ઉપરોક્ત પ્રશ્નનો ઉપયોગ તે શેના વિષે કહેવાના છે તેનો પરિચય આપવા કરે છે. તેઓ ઈશ્વરના રાજ્યની સરખામણી કંઈ વસ્તુથી કરવાના હતાં.

અનુવાદની વ્યૂહરચનાઓ

અતિશયોક્તિયુક્ત પ્રશ્નનો સચોટ રીતે અનુવાદ કરવા માટે, પ્રથમ જાતે ખાતરી કરી લો કે જે પ્રશ્ન તમે અનુવાદ કરવા જઈ રહ્યા છો તે ખરેખર અતિશયોક્તિયુક્ત પ્રશ્ન છે અને તે માહિતીરૂપ પ્રશ્ન નથી. પોતાનીજાતને પૂછો, “જે વ્યક્તિ પ્રશ્ન પૂછી રહ્યો છે તે શું અગાઉથી તે પ્રશ્નનો ઉત્તર જાણે છે?” જો એમ છે, તો તે અતિશયોક્તિયુક્ત પ્રશ્ન છે. અથવા, જો કોઈ પ્રશ્નનો ઉત્તર આપતું નથી, તો જેણે પ્રશ્ન પૂછ્યો છે તેને સંતાપ થશે કે તેને જવાબ મળ્યો નથી. જો નહિ, તો તે અતિશયોક્તિયુક્ત પ્રશ્ન છે.

જ્યારે તમને ખાતરી થાય કે તે અતિશયોક્તિયુક્ત પ્રશ્ન છે, તો પછી તમે એ પણ ખાતરી કરી લો કે તે અતિશયોક્તિયુક્ત પ્રશ્નનો હેતુ શું છે. શું તે સાંભળનાર માટે ઉત્સાહ અથવા ઠપકો અથવા શરમ તે છે? શું તે નવો વિષય લાવવા માટે છે? શું તે અન્ય કંઈક કરવા માટે છે?

જ્યારે તમે અતિશયોક્તિયુક્ત પ્રશ્નનો હેતુ જાણો, ત્યાર પછી લક્ષ્ય ભાષામાં તે હેતુને વ્યક્ત કરવાની સૌથી સારી કુદરતી રીતનો વિચાર કરો. તે પ્રશ્ન, અથવા નિવેદન અથવા ઉદ્દગારવાચક હોઈ શકે છે.

જો અતિશયોક્તિયુક્ત પ્રશ્ન કુદરતી છે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ આપે છે, તો તેનો ઉપયોગ કરો. જો નહિ, તો અહીં અન્ય વિકલ્પો છે:

૧. પ્રશ્ન પછી ઉત્તરને ઉમેરો. ૧. અતિશયોક્તિયુક્ત પ્રશ્નને નિવેદન અથવા ઉદ્દગારવાચકમાં બદલો. ૧. અતિશયોક્તિયુક્ત પ્રશ્નને નિવેદનમાં બદલો, અને પછી તેને ટૂંકા પ્રશ્ન સાથે અનુસરો. ૧. પ્રશ્નના સ્વરૂપને બદલો કે જેથી તે જે મૂળ વક્તા તેમની ભાષામાં સંદેશ આપે છે તે સંદેશ તમે તમારી ભાષામાં આપી શકો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. પ્રશ્ન પછી ઉત્તરને ઉમેરો.

  • શું કુમારિકા પોતાના ઘરેણાં, પરણનારી સ્ત્રી પોતાનો પડદો ભૂલી જાય? તોપણ મારા લોક અગણિત દિવસો સુધી મને વિસરી ગયા છે! (યર્મિયા ૨:૩૨ ULB)

    • શું કુમારિકા પોતાના ઘરેણાં, પરણનારી સ્ત્રી પોતાનો પડદો ભૂલી જાય? અલબત્ત નહિ! તોપણ મારા લોક અગણિત દિવસો સુધી મને વિસરી ગયા છે!
  • અથવા તમારામાં એવું કયું માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? (માથ્થી ૭:૯ ULB)

    • અથવા તમારામાં એવું કયું માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? તમારામાંથી કોઈ એવું નહિ કરે!

૧. અતિશયોક્તિયુક્ત પ્રશ્નને નિવેદન અથવા ઉદ્દગારવાચકમાં બદલો.

ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું તેને શાની ઉપમા આપું? તે રાઈના બીજ જેવું છે જેણે માણસે લઈને પોતાની વાડીમાં નાખ્યું...** (લુક ૧૩:૧૮-૧૯ ULB) * ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે. તે રાઈના બીજ જેવું છે...”

  • શું આ રીતે તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે? (પ્રેરિતોના કૃત્યો ૨૩:૪ ULB) *તમારે ઈશ્વરના પ્રમુખ યાજકનું અપમાન કરવું નહિ!

  • હું ગર્ભસ્થાનમાંથી બહાર આવતા જ કેમ મર્યો નહિ? (અયૂબ ૩:૧૧ ULB) હું ઈચ્છુછું કે ગર્ભસ્થાનમાંથી બહાર આવતા જ હું મૃત્યુ પામ્યો હોત!

  • અને આ શા માટે મને થાય કે મારા પ્રભુની માતા મારી પાસે આવે છે? (લુક ૧:43 ULB)

    • આ કેટલું અદ્દભૂત છે કે મારા પ્રભુની માતા મારી પાસે આવે છે!

૧. અતિશયોક્તિયુક્ત પ્રશ્નને નિવેદનમાં બદલો, અને પછી તેને ટૂંકા પ્રશ્ન સાથે અનુસરો.

  • શું હજુ તમે ઇઝરાયલના રાજ્ય ચલાવતા નથી? (૧ રાજાઓ ૨૧:૭ ULB)
    • તમે હજુ ઇઝરાયલ પર રાજ કરો છો, શું તમે નથી કરતાં?

૧. પ્રશ્નના સ્વરૂપને બદલો કે જેથી તે જે મૂળ વક્તા તેમની ભાષામાં સંદેશ આપે છે તે સંદેશ તમે તમારી ભાષામાં આપી શકો.

  • અથવા તમારામાં એવું કયું માણસ છે કે, જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો તે તેને પથ્થર આપશે? (માથ્થી ૭:૯ ULB)

    • જો તેનો દીકરો તેની પાસે રોટલી માગે, તો શું તમે તેને પથ્થર આપsho?
  • શું કુમારિકા પોતાના ઘરેણાં, પરણનારી સ્ત્રી પોતાનો પડદો ભૂલી જાય? તોપણ મારા લોક અગણિત દિવસો સુધી મને વિસરી ગયા છે! (યર્મિયા ૨:૩૨ ULB)

    • શું કોઈ કુમારિકા પોતાના ઘરેણાં ભૂલી જાય, અને શું કોઈ પરણનારી સ્ત્રી પોતાનો પડદો ભૂલી જાય? તોપણ મારા લોક અગણિત દિવસો સુધી મને વિસરી ગયા છે