gu_ta/translate/figs-personification/01.md

7.1 KiB

વર્ણન

અવતાર તે શબ્દાલંકાર છે જેમાં કોઈ વ્યક્તિ કોઈ બાબત વિષે બોલે છે જેમ કે તે વસ્તુઓ પ્રાણીઓ અથવા લોકો કરી શકે છે તેમ કરે છે. લોકો વારંવાર આ કરે છે કારણ કે જે આપણે જોઈ નથી શકતા તેના વિષે વાત કરવું વધુ સરળ બનાવે છે:

જેમ કે ડહાપણ:

શું ડહાપણ હાંક મારતું નથી? (નીતિવચન ૮:૧ ULB)

અથવા પાપ:

પાપ દરવાજા પાસે સંતાઈ રહે છે (ઉત્પત્તિ ૪:૭ ULB)

લોકો આ કરે છે કારણ કે કેટલીક વખત લોકોના નિર્જીવ વસ્તુઓ સાથેના સંબધો વિષે વાત કરવી સરળ છે, જેમ કે સંપત્તિ, જેમ કે તે લોકો વચ્ચેનો સંબંધ હોય.

તમે ઈશ્વર અને દ્રવ્ય બંનેની સેવા કરી શકતા નથી. (માથ્થી ૬:૨૪ ULB)

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • કેટલીક ભાષાઓ અવતારનો ઉપયોગ કરતી નથી.
  • કેટલીક ભાષાઓ અવતારનો ઉપયોગ ફક્ત કોઈ ચોક્કસ સ્થિતિમાં જ કરે છે.

બાઈબલમાંના ઉદાહરણો

તમે ઈશ્વર અને દ્રવ્ય બંનેની સેવા કરી શકતા નથી. (માથ્થી ૬:૨૪ ULB)

ઈસુ દ્રવ્ય વિષે તે રીતે વાત કરે છે જેમ કે તે કોઈ માલિક હોય જેની લોકો કદાચ સેવા કરે. નાણાંનો પ્રેમ અને તેના આધારિત કોઈના નિર્ણયો તે એવા છે જેમ કોઈ ગુલામ પોતાના માલિકની સેવા કરતો હોય.

શું ડહાપણ હાંક મારતું નથી? શું બુદ્ધિ મોટે અવાજે બૂમ પાડતી નથી? (નીતિવચન ૮:૧ ULB)

લેખક ડહાપણ અને બુદ્ધિ વિષે તે રીતે વાત કરે છે જેમ કે તેઓ કોઈ સ્ત્રી હોય જે લોકોને શીખવવા માટે હાંક મારતી હોય. આનો મતલબ એ છે કે તેઓ કંઈ ગુપ્ત નથી, પરંતુ કંઈક સ્પષ્ટ છે જેના પર લોકોએ ધ્યાન આપવું જોઈએ.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો અવતાર વિષે સ્પષ્ટ પણે સમજી શકાય તેમ હોય તો, તેનો ઉપયોગ કરવો ધ્યાનમાં લો. જો તે સમજી શકાય તેમ નથી તો, તેનો અનુવાદ કરવાની અહીં અન્ય રીતો છે.

૧. તેને સ્પષ્ટ કરવા માટે શબ્દો અથવા શબ્દસમૂહો ઉમેરો. ૧. વાક્યોને શાબ્દિક રીતે સમજી ન શકાય તે માટે “જેમ” અથવા “જે રીતે” જેવા શબ્દોનો ઉપયોગ કરો. ૧. અવતાર વિના તેનું અનુવાદ કરવાની રીત શોધો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. તેને સ્પષ્ટ કરવા માટે શબ્દો અથવા શબ્દસમૂહો ઉમેરો.

  • **...પાપ દરવાજા પાસે સંતાઈ રહે છે (ઉત્પત્તિ ૪:૭ ULB) - ઈશ્વર પાપ વિષે તેમ બોલે છે જેમ કે તે કોઈ જંગલી પ્રાણી હોય અને જે હુમલો કરવાની તકની રાહ જોઈ રહ્યું છે. આ બતાવે છે કે પાપ કેટલું ભયાનક છે. આ ભયને સ્પષ્ટ કરવા માટે વધારાનો શબ્દસમૂહ ઉમેરી શકાય છે. *...પાપ દરવાજા પાસે તમારા પર હુમલો કરવાની રાહ જુએ છે

૧. વાક્યોને શાબ્દિક રીતે સમજી ન શકાય તે માટે “જેમ” અથવા “જે રીતે” જેવા શબ્દોનો ઉપયોગ કરો.

  • **...પાપ દરવાજા પાસે સંતાઈ રહે છે (ઉત્પત્તિ ૪:૭ ULB) - આનો અનુવાદ “જે રીતે” શબ્દ સાથે કરી શકાય છે.
    • ... પાપ દરવાજા પાસે સંતાઈ રહે છે જે રીતે જંગલી પ્રાણી વ્યક્તિ પર હુમલો કરવા માટે સંતાઈ રહે છે.

૧. અવતાર વિના તેનું અનુવાદ કરવાની રીત શોધો.

  • ...પવન અને સમુદ્ર પણ તેમનું માને છે (માથ્થી ૮:૨૭ ULB) - તે માણસોએ કહ્યું કે “પવન અને સમુદ્ર પણ તેમનું માને છે” અને ઈસુને આધીન થાય છે જે રીતે લોકો થાય છે. ઈસુ તેઓને નિયંત્રિત કરે છે તે કહેવા દ્વારા આધીનતાના વિચાર સિવાય પણ આનો અનુવાદ થઈ શક્યો હોત.
    • તેઓ પવન અને સમુદ્રને પણ નિયંત્રણમાં છે.

નોંધ: “ઝૂમોર્ફીઝમ” (અન્ય વસ્તુઓ `માટે બોલવું જે રીતે તેઓનામાં પ્રાણીઓના લક્ષણો હોય) નો સમાવેશ કરવા માટે આપણે “અવતાર”ની આપણી પરિભાષાને વિસ્તૃત કરી છે અને “આન્ત્રોપોમોરફીઝમ” (અમાનવીય વસ્તુઓ માટે બોલવું જે રીતે તેઓનામાંમનુષ્યોના લક્ષણો હોય)