gu_ta/translate/figs-pastforfuture/01.md

7.1 KiB

વર્ણન

આગાહીયુક્ત ભૂતકાળ તે એવો શબ્દાલંકાર છે જે ભવિષ્યમાં બનનાર વસ્તુઓનો ઉલ્લેખ કરવા માટે ભૂતકાળનો ઉપયોગ કરે છે. આ કેટલીક વખત ભવિષ્યવાણીમાં બતાવવામાં આવે છે કે આ ઘટના ચોક્કસપણે થશે. તેને સંપૂર્ણ ભવિષ્યવાણી પણ કહેવામાં આવે છે.

તેથી મારા લોકો સમજશક્તિના અભાવે બંદીવાસમાં ગયા છે; તેઓના આગેવાનો ભૂખ્યા થયા છે, અને તેઓના લોકો પાસે પીવા માટે કંઈ નથી. (યશાયા ૫:૧૩ ULB)

ઉપરોક્ત ઉદાહરણમાં, ઇઝરાયલના લોકો હજુ સુધી બંદીવાસમાં ગયા નહોતા, પરંતુ ઈશ્વરે તેઓનું બંદીવાસમાં જવું એ રીતે કહ્યું જેમ કે તેઓ બંદીવાસમાં જઈને આવ્યા હોય કારણ કે તેમણે નિર્ણય કર્યો હતો કે તેઓ નિશ્ચિત બંદીવાસમાં જશે.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

વાચકો કે જેઓ ભવિષ્યની ઘટનાઓનો ઉલ્લેખ કરવા માટે ભવિષ્યવાણીમાં ઉપયોગમાં લેવાતા ભૂતકાળના તર્કથી પરિચિત નથી તો તેઓના માટે આ ગુંચવણભર્યું લાગશે.

બાઈબલમાંના ઉદાહરણો

હવે ઇઝરાયલના સૈન્યને લીધે યરીખોને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોઈ તેની બહાર આવતું નહિ અને કોઈ અંદર જતું નહિ. યહોવાહે યહોશુઆને કહ્યું, “જો મેં યરીખો, તેનો રાજા અને તેના તાલીમ લીધેલ સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.(યહોશુઆ ૬:૧-૨ ULB)

કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; અને તેના ખભા પર રાજ્યાધિકાર રહેશે; (યશાયા ૯:૬ ULB)

ઉપરોક્ત ઉદાહરણોમાં, ઈશ્વરે બાબતો વિષે જે ભવિષ્યમાં બનવાની છે તેના વિષે એવી રીતે કહ્યું કે જેમ તે બની ચૂકી હોય.

અને તેઓ વિષે પણ આદમથી સાતમા પુરૂષ હનોખે ભવિષ્યવચન કહ્યું છે કે, “જુઓ, પ્રભુ તેમના હજારોહજાર પવિત્ર સંતો સહિત આવ્યા, (યહૂદા ૧:૧૪ ULB)

હનોખ જે ભવિષ્યમાં બનવાનું છે તે વિષે વાત કહી રહ્યો હતો, પરંતુ જ્યારે તેણે કહ્યું કે “પ્રભુ આવ્યા” તે માટે તેણે ભૂતકાળનો ઉપયોગ કર્યો.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો ભૂતકાળ કુદરતી હોય અને તમારી ભાષામાં યોગ્ય અર્થ આપતો હોય તો, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, અહીં થોડા અન્ય વિકલ્પો છે.

૧. ભવિષ્યમાં થનાર ઘટનાઓ માટે ભવિષ્યકાળનો ઉપયોગ કરો. ૧. જો તે તાત્કાલિક ભવિષ્યમાં કંઈકનો ઉલ્લેખ કરે છે, તો તે સ્વરૂપનો ઉપયોગ કરો જે તે બતાવશે. ૧. કેટલીક ભાષાઓમાં ટૂંક સમયમાં થનાર બાબતોને બતાવવા માટે વર્તમાન કાળનો ઉપયોગ થાય છે.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. ભવિષ્યમાં થનાર ઘટનાઓ માટે ભવિષ્યકાળનો ઉપયોગ કરો.

  • કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; (યશાયા ૯:૬ ULB)
    • “કેમ કે આપણે માટે છોકરો જન્મ લેશે, આપણને પુત્ર આપવામાં આવશે;

૧. જો તે ટૂંક સમયમાં થનાર બાબતોનો ઉલ્લેખ કરે છે, તો તે સ્વરૂપનો ઉપયોગ કરો જે તે બતાવશે.

  • યહોવાહે યહોશુઆને કહ્યું, “જુઓ, મેં યરીખો, તેનો રાજા અને તેના તાલીમ લીધેલ સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.” (યહોશુઆ ૬:૧-૨ ULB)
    • યહોવાહે યહોશુઆને કહ્યું, “જુઓ, મેં યરીખો, તેનો રાજા અને તેના તાલીમ લીધેલ સૈનિકોને તારા હાથમાં સોંપીશ.”

૧. કેટલીક ભાષાઓમાં ટૂંક સમયમાં થનાર બાબતોને બતાવવા માટે વર્તમાન કાળનો ઉપયોગ થાય છે.

  • યહોવાહે યહોશુઆને કહ્યું, “જુઓ, મેં યરીખો, તેનો રાજા અને તેના તાલીમ લીધેલ સૈનિકોને તારા હાથમાં સોંપ્યા છે.(યહોશુઆ ૬:૧-૨ ULB)
    • યહોવાહે યહોશુઆને કહ્યું, “જુઓ, મેં યરીખો, તેનો રાજા અને તેના તાલીમ લીધેલ સૈનિકોને તારા હાથમાં સોંપી રહ્યો છું.”**