gu_ta/translate/figs-nominaladj/01.md

5.5 KiB

વર્ણન

કેટલીક ભાષાઓમાં વિશેષણ તે વસ્તુઓના વર્ગનો ઉલ્લેખ કરવા માટે વાપરી શકાય છે કે જેનું વર્ણન વિશેષણ કરે છે. જ્યારે તે કરે છે, તે નામ જેવા કાર્ય કરે છે. ઉદાહરણ તરીકે, “શ્રીમંત” શબ્દ વિશેષણ છે. અહીંયા બે વાક્યો છે કે જે બતાવે છે કે “શ્રીમંત” તે વિશેષણ છે.

... શ્રીમંત વ્યક્તિની પાસે પુષ્કળ ઘેટાં તથા ઢોરઢાંક હતાં... (૨ શમૂએલ ૧૨:૨ ULB)

વિશેષણ “શ્રીમંત” તે “વ્યક્તિ” ના નામની અગાઉ આવે છે અને તે “વ્યક્તિ”નું વર્ણન કરે છે.

તે શ્રીમંત થશે નહિ; તેની સંપત્તિ ટકશે નહિ... (અયૂબ ૧૫:૨૯ ULB)

વિશેષણ “શ્રીમંત” તે ક્રિયાપદ “થશે” પછી આવે છે અને “તે” નું વર્ણન કરે છે.

અહિયા એક વાક્ય છે જે બતાવે છે કે “શ્રીમંત” તે નામ તરીકે પણ કાર્ય કરી શકે છે.

...શ્રીમંત અડધા શેકેલ કરતાં વધુ ન આપે, અને <દરિદ્રી તેથી ઓછું ન આપે. (નિર્ગમન ૩૦:૧૫ ULB)

નિર્ગમન ૩૦:૧૫માં, “શ્રીમંત” શબ્દ “શ્રીમંત” ભાગમાં નામની રીતે કાર્ય કરે છે, અને તે શ્રીમંત લોકોનો ઉલ્લેખ કરે છે. “દરિદ્રી” શબ્દ પણ નામની રીતે કાર્ય કરે છે અને દરિદ્રી લોકોનો ઉલ્લેખ કરે છે.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

  • બાઈબલમાં ઘણીવાર વિશેષણનો ઉપયોગ એક જૂથના લોકોનું વર્ણન કરવા માટે નામ તરીકે ઉપયોગ થાય છે.
  • કેટલીક ભાષાઓમાં વિશેષણનો આ રીતે ઉપયોગ નથી કરતી.
  • આ ભાષાઓના વાચકો એમ વિચારી શકે કે લખાણ તે વિશેષ રીતે એક વ્યક્તિ વિષે વાત કરી રહ્યું છે જ્યારે તે કોઈ જૂથના લોકો વિષે વાત કરતાં હોય છે જેનું વર્ણન વિશેષણ કરે છે.

બાઈબલમાંના ઉદાહરણો

દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓની ભૂમિમાં રાજ કરશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૨૫:૩ ULB)

અહીં “ન્યાયી” તે બધા લોકો છે જેઓ ન્યાયી છે, કોઈ ખાસ એક ન્યાયી વ્યક્તિ નહિ.

જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે (માથ્થી ૫:૫ ULB)

અહીં “નમ્ર” તે બધા લોકો છે જેઓ નમ્ર છે, કોઈ ખાસ એક વ્યક્તિ નથી.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો તમારી ભાષામાં કોઈ લોકોના વર્ગનો ઉલ્લેખ કરવા માટે વિશેષણનો ઉપયોગ નામ તરીકે થતો હોય તો, વિશેષણનો ઉપયોગ આ રીતે કરો. જો તે વિચિત્ર લાગતું હોય તો, અથવા જો તેનો અર્થ અસ્પષ્ટ કે ખોટો હોય, અહીં અન્ય વિકાપ છે:

૧. વિશેષણ બહુવચનના સ્વરૂપનો ઉપયોગ તે નામની સાથે કરો જેણે વિશેષણ વર્ણવે છે.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. વિશેષણ બહુવચનના સ્વરૂપનો ઉપયોગ તે નામની સાથે કરો જેણે વિશેષણ વર્ણવે છે.

  • દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓની ભૂમિમાં રાજ કરશે નહિ. (ગીતશાસ્ત્ર ૧૨૫:૩ ULB)

    • દુષ્ટતાનો રાજદંડ ન્યાયી લોકોની ભૂમિમાં રાજ કરશે નહિ.
  • જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે... (માથ્થી ૫:૫ ULB)

    • જેઓ લોકો નમ્ર છે તેઓને ધન્ય છે ...