gu_ta/translate/figs-metonymy/01.md

7.3 KiB

વર્ણન

ઉપનામ તે બોલીનો પ્રકાર છે જેમાં કોઈ વસ્તુ અથવા વિચારને તેના પોતાના નામથી નહિ, પરંતુ તેની સાથે નજીકથી સંકળાયેલ કોઈ નામથી થાય છે. ઉપનામ તે એક શબ્દ અથવા શબ્દસમૂહ છે જેની સાથે તે સંકળાયેલું છે તેની અવેજી તરીકે ઉપયોગ થાય છે.

અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. (૧ યોહાન ૧:૭ ULB)

રક્ત તે તો ખ્રિસ્તના મૃત્યુનું પ્રતિનિધિત્વ કરે છે.

તે જ પ્રમાણે રાત્રી ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલોતમારે માટે વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે. (લુક ૨૨:૨૦ ULB)

પ્યાલો તે તો તે પ્યાલામાં રહેલ દ્રાક્ષાસવનું પ્રતિનિધિત્વ કરે છે.

ઉપનામનો ઉપયોગ થઈ શકે છે

  • કંઈક ઉલ્લેખ કરવા માટે ટૂંકી રીત
  • તેની સાથે સંકળાયેલ ભૌતિક વસ્તુના નામ સાથે તેનો ઉલ્લેખ કરીને અર્થપૂર્ણ વિચાર વધુ સચોટ બનાવે છે

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

બાઈબલ ઉપનામનો ઉપયોગ ઘણીવાર કરે છે. કેટલીક ભાષાઓના વક્તાઓને ઉપનામનો ઉપયોગ કરવાનું ફાવતું હોતું નથી અને જ્યારે તેઓ બાઈબલ વાંચે ત્યારે તેને કદાચ ઓળખી શકતા નથી. જો તેઓ ઉપનામને ઓળખી શકતા નથી તો, તેઓ તે ભાગને સમજી શકશે નહિ અથવા, હજુ તેનાથી ખરાબ, તેઓ તે ભાગની ખોટી સમજ કેળવી શકે છે. જ્યારે પણ ઉપનામનો ઉપયોગ થયો હોય, લોકોએ તેને સમજવાની જરૂર છે કે તે શેનું પ્રતિનિધિત્વ કરે છે.

બાઈબલમાંના ઉદાહરણો

પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. (લુક ૧:૩૨ ULB)

રાજ્યાસન તે રાજાની સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે. “રાજ્યાસન” તે “રાજકીય સત્તા,” “રાજાશાહી,” અથવા “શાસન” માટે એક ઉપનામ છે. આનો અર્થ એ છે કે ઈશ્વર તેને રાજા બનાવશે જે રાજા દાઉદને અનુસરશે.

તરત તેનું મુખ ઊઘડી ગયું (લુક ૧:૬૪ ULB)

મુખ છે જે બોલવાના સામર્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેનો મતલબ કે તે ફરીથી બોલવા સક્ષમ છે.

... આવનાર ક્રોધથી નાસવાને તમને કોણે ચેતવ્યા? (લુક ૩:૭ ULB)

“ક્રોધ” અથવા “ગુસ્સો” તે શબ્દ “સજા” માટેનું ઉપનામ છે. ઈશ્વર તેમના લોકો પર અત્યંત ગુસ્સે હતા, અને પરિણામે, તેઓ તેમણે સજા કરશે.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો લોકો ઉપનામ સહેલાઈથી સમજી શકતા હોય તો, તેનો ઉપયોગ કરવો ધ્યાનમાં લો. નહીંતર, અહીં કેટલાક વિકલ્પો છે.

૧. તે નામની વસ્તુ જેનું તે પ્રતિનિધિત્વ કરે છે તેની સાથે તેના ઉપનામનો ઉપયોગ કરો. ૧. ઉપનામ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે વસ્તુના ફક્ત નામનો ઉપયોગ કરો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. તે નામની વસ્તુ જેનું તે પ્રતિનિધિત્વ કરે છે તેની સાથે તેના ઉપનામનો ઉપયોગ કરો.

  • તે જ પ્રમાણે રાત્રી ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલોતમારે માટે વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે. (લુક ૨૨:૨૦ ULB)
    • “તે જ પ્રમાણે રાત્રી ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, આ પ્યાલામાંનો દ્રાક્ષાસવતમારે માટે વહેવડાવેલા મારા રક્તમાંનો નવો કરાર છે.”

૧. ઉપનામ જેનું પ્રતિનિધિત્વ કરે છે તે વસ્તુના નામનો ઉપયોગ કરો.

  • પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. (લુક ૧:૩૨ ULB)

    • "પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદના રાજ્યની સત્તા આપશે.”
    • "પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદની જેમ રાજા બનાવશે.”
  • આવનાર ક્રોધથી નાસવાને તમને કોણે ચેતવ્યા? (લુક ૩:૭ ULB)

    • “ઈશ્વરની આવનાર સજાથી નાસવાને તમને કોણે ચેતવ્યા?”

થોડી સામાન્ય ઉપનામો વિષે શિખવા માટે, જુઓ બાઈબલમાંની છબીઓ - સામાન્ય ઉપનામો.