gu_ta/translate/figs-merism/01.md

6.2 KiB

વર્ણન

મેરીઝમ તે શબ્દાલંકાર છે જેમાં વ્યક્તિ કોઈ વસ્તુનો ઉલ્લેખ તેના બે આત્યંતિક ભાગો વિષે બોલીને કરે છે. આત્યંતિક ભાગોનો ઉલ્લેખ કરવા દ્વારા, વક્તા તે ભાગો વચ્ચેની તમામ બાબતોનો સમાવેશ કરવાનો ઈરાદો રાખે છે.

પ્રભુ પરમેશ્વર કહે છે, “હું આલ્ફા અને ઓમેગા છું,” જે છે, અને જે હતા, અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે.” (પ્રકટીકરણ ૧:૮ ULB)

હું આલ્ફા અને ઓમેગા, પ્રથમ અને છેલ્લા, શરૂઆત અને અંત છું. (પ્રકટીકરણ ૨૨:૧૩ ULB)

આલ્ફા અને ઓમેગા તે ગ્રીક મૂળાક્ષરના પ્રથમ અને અંતિમ અક્ષરો છે. આ મેરીઝમ છે જે શરૂઆતથી અંત સુધી તમામ બાબતોનો સમાવેશ કરે છે. તેનો અર્થ શાશ્વત છે.

ઓ પિતા, આકાશ તથા પૃથ્વીનાપ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું. (માથ્થી ૧૧:૨૫ ULB)

આકાશ તથા પૃથ્વી તે મેરીઝમ છે જે અસ્તિત્વ ધરાવતી તમામનો સમાવેશ કરે છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

કેટલીક ભાષાઓ મેરીઝમનો ઉપયોગ કરતી નથી. તે ભાષાઓના વાચકો વિચારશે કે તે શબ્દસમૂહ માત્ર ઉલ્લેખ કરેલ વસ્તુઓને જ લાગુ પડે છે. તેઓ એમ જાણી નહિ શકે કે તે આ બંને વસ્તુઓ તેમજ તેમની વચ્ચેની તમામ વસ્તુઓનો ઉલ્લેખ કરે છે.

બાઈબલમાંના ઉદાહરણો

સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, યહોવાહના નામની સ્તુતિ કરો. (ગીતશાસ્ત્ર ૧૧૩:૩ ULB)

આ રેખાંકિત શબ્દસમૂહ તે મેરીઝમ છે કારણ કે તે પૂર્વથી પશ્ચિમ સુધી અને તેની વચ્ચેની તમામ વસ્તુઓની વાત કરે છે. તેનો મતલબ “સર્વત્ર.”

જેઓ તેમને માન આપે છે તેઓ આશીર્વાદ પામશે, બંને નાના તથા મોટા. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૩)

આ રેખાંકિત શબ્દસમૂહ તે મેરીઝમ છે કારણ કે તે મોટા લોકો તથા નાના લોકો અને દરેક જે તેની વચ્ચે છે તેની વાત કરે છે. તેનો મતલબ “દરેક.”

અનુવાદ વ્યૂહરચનાઓ

જો મેરીઝમ કુદરતી છે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ આપે છે તો, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, અહીંયા અન્ય વિકલ્પો છે.

૧. ભાગોનો ઉલ્લેખ કર્યા વિના મેરીઝમ શું છે તેને ઓળખો. ૧. મેરીઝમ શેનો ઉલ્લેખ કરે છે તેને ઓળખો અને ભાગો ઉમેરો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. ભાગોનો ઉલ્લેખ કર્યા વિના મેરીઝમ શું છે તેને ઓળખો.

  • ઓ પિતા, આકાશ તથા પૃથ્વીનાપ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું... (માથ્થી ૧૧:૨૫ ULB)

    • ઓ પિતા, સર્વસ્વનાપ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું...
  • સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી, યહોવાહના નામની સ્તુતિ કરો. (ગીતશાસ્ત્ર ૧૧૩:૩ ULB)

    • સર્વ સ્થળોએ, યહોવાહના નામની સ્તુતિ કરો.

૧. મેરીઝમ શેનો ઉલ્લેખ કરે છે તેને ઓળખો અને ભાગો ઉમેરો.

  • ઓ પિતા, આકાશ તથા પૃથ્વીનાપ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું. (માથ્થી ૧૧:૨૫ ULB)

    • ઓ પિતા, સર્વસ્વના, આકાશ તથા પૃથ્વીની વચ્ચે જેનો સમાવેશ થાય છે તેનાપ્રભુ, હું તમારી સ્તુતિ કરું છું.
  • જેઓ તેમને માન આપે છે તેઓ આશીર્વાદ પામશે, બંને નાના તથા મોટા.(ગીતશાસ્ત્ર ૧૧૫:૧૩) *જેઓ સર્વ તેમને માન આપે છે આશીર્વાદ પામશે, તેઓ ભલે અનુલક્ષીને નાના તથા મોટા હોય.