gu_ta/translate/figs-hyperbole/01.md

16 KiB

વર્ણન

એક વક્તા અથવા લેખક બરાબર તે જ શબ્દોનો ઉપયોગ કરી શકે છે જેનો અર્થ સંપૂર્ણ પણે સાચો, સામાન્ય રીતે સાચો, અથવા અતીશયોક્તી થાય છે. તેથી જ કરીને આ મુશ્કેલ થાય છે કે એક વાક્યને કેવી રીતે સમજવું.

  • દરરોજ રાત્રે અહીં વરસાદ પડે છે.

૧. વક્તાનો અર્થ અહીં શબ્દ સહ સાચો છે જો તેમણે અર્થ છે કે અહિયાં દરરોજ રાત્રે વરસાદ પડે છે. ૧. વક્તાનો અર્થ અહીં સામાન્યીકરણ તરીકે થાય છે જો તેમનો અર્થ છે કે અહિયાં મોટા ભાગની રાત્રે વરસાદ પડે છે. ૧. વક્તાનો અર્થ અહીં અતિશયોક્તિ વાળો થાય છે જો તે કહે કે વાસ્તવમાં પડે છે તે કરતા વધુ વરસાદ પડે છે, સામાન્ય રીતે વરસાદ પ્રતિ મજબૂત વલણ વક્ત કરવા માટે, જેમકે તે નિરાશાજનક અથવા ખૂશ હોય.

અતિશયોક્તિ: આ એવી વાક્ય રચના છે જે અતિશયોક્તિ નો ઉપયોગ કરે છે. વક્તા ઈરાદાપૂર્વક અંત્યંત અથવા તો અવાસ્તવિક નિવેદન દ્વારા કંઈક વર્ણવે છે, સામાન્ય રીતે તેના વિષે પોતાની મજબૂત લાગણી અથવા અભિપ્રાય બતાવવા માટે. તે અપેક્ષા રાખે છે લોકો પાસે તે સમજવાની કે તે અતિશયોક્તિ કરી રહ્યા છે.

તેઓ છોડીને જશે નહિએક પથ્થર બીજા ઉપર (લુક ૧૯:૪૪)

  • આ અતિશયોક્તિ છે. તેનો અર્થ એ છે કે દુશ્મનો યરૂશાલેમનો સંપૂર્ણપણે નાશ કરશે.

સામાન્યીકરણ: આ નિવેદન મોટા ભાગના સમય માટે સાચું છે અથવા મોટા ભાગની પરિસ્થિતિઓમાં તેને લાગુ કરી શકાય છે.

તે એક જે સૂચનાઓની અવગણના કરે છે તેમને ગરીબાઈ અને શરમ મળશે, પરંતુ માન આવશેતેમના દ્વારા કે જેનાથી તે સુધારા શીખી રહ્યા છે. (નીતીવચન ૧૩:૧૮)

  • આ સામાન્યીકરણ કહે છે તે વિષે કે જે લોકો સૂચનાઓની અવગણના કરે છે તેમની સાથે સામાન્ય રીતે શું થઈ શકે છે અને જેઓ સુધારાથી શીખે છે તેઓની સાથે સામાન્ય રીતે શું થાય છે.

અને જ્યારે તમે પ્રાર્થના કરો, નકામું પુનરાવર્તન ના કરો જેમ કે વિદેશીઓ કરે છે, કેમકે તેઓ માને છે કે તેઓના વધુ બોલવાથી તેઓને સાંભળવામાં આવશે. (માથ્થી ૬:૭)

  • આ સામાન્યીકરણ કહે છે કે વિદેશીઓ શાના માટે જાણીતા હતા. ઘણાં વિદેશીઓએ આવું કર્યું હોઈ શકે છે.

જો કે આ સામાન્યીકરણમાં એક મજબૂત ઉચ્ચારણ થયેલ છે જેમ કે “બધા,” “હંમેશા,” “કોઈ નહિ,” અથવા “કદી નહિ,” તેનો અર્થ સામાન્ય રીતે એવો નથી ખરેખર “બધા,” “હંમેશા,” “કોઈ નહિ,” અથવા “કદી નહિ.” તેનો સામાન્ય અર્થ છે “મોટા ભાગના, મોટા ભાગના સમયે,” “ભાગ્યે જ કોઈ” અઠવા “ભાગ્યે જ.”

મૂસા શિક્ષિત હતો મિસરીઓની સર્વ વિદ્યાઓમાં (પ્રેરીતોના કૃત્યો ૭:૨૨ ULB)

  • આનો સામાન્ય રીતે અર્થ એ થાય છે કે તે મિસરીઓ જે જાણતા હતા અને શીખવ્યું હતું તે સર્વ તેણે શુખ્યું હતું.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

૧. વાચકોએ આ સમજવાની જરૂર છે કે તેઓ માને કે નહિ પરંતુ આ નિવેદન સંપૂર્ણ રીતે સાચું છે.
૧. જો વાચકોને ખ્યાલ આવે કે આ નિવેદન સંપૂર્ણ રીતે સાચું નથી તો, તેઓએ તે સમજવાની જરૂર છે કે તે અતિશયોક્તિ છે, અથવા સામાન્યીકરણ, અથવા જુઠાણું છે. (જો કે બાઈબલ તો સંપૂર્ણ રીતે સાચું છે, તે એ લોકો વિષે કહે છે કે જેઓએ હંમેશા સત્ય કહ્યું નથી.)

બાઈબલમાંથી ઉદાહરણો

અતિશયોક્તિવાળા ઉદાહરણો

જો તમારો હાથ તમને ઠોકર ખવડાવે, તેને કાપી નાંખો. તમારા માટે લુલા થઈને જીવનમાં પેસવું સારું છે.... (માર્ક ૯:43 ULB)

જ્યારે ઈસુએ તમને હાથ કાપવાનું કહ્યું, તેમનો અર્થ એ હતો કે આપણે ગમે તેવું અંતિમ કાર્ય કરીએઆપણે તે કરવું જોઈએ પરંતુ પાપ નહિ. તેમણે આ અતિશયોક્તિનો ઉપયોગ કર્યો તે બતાવવા માટે કે પાપ કરતાં બંધ કરવું કેટલું જરૂરી છે.

પલિસ્તીઓ ઇઝરાયલ સામે યુદ્ધ કરવાને એકઠા થયા; ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, અને સૈનિકોસમુદ્ર કિનારાની રેતી સમાન સંખ્યાબંધ. (૧શમૂએલ ૧૩:૫ ULB)

જે નીચેની લીટી છે તે અતિશયોક્તિવાળી છે. તેનો અર્થ એ છે કે તેઓ ઘણાં, ઘણાંસૈનિકો પલિસ્તી સેનામાં હતાં.

સામાન્યીકરણના ઉદાહરણો

તેઓએ તેને શોધ્યો, અને તેઓએ તેમને કહ્યું કે, “દરેકજણતમને શોધી રહ્યા છે.” (માર્ક ૧:૩૭ ULB)

શિષ્યોએ ઈસુને કહ્યું કે દરેકજણ તમને શોધી રહ્યા છે. તેઓનો અર્થ કદાચ એ ન હતો કે નગરના દરેક લોકો તેમને શોધી રહ્યા છે, પરંતુ તે કે ઘણાં લોકોતેમને શોધી રહ્યા હતા, અથવા તો ત્યાં ઈસુના જે ગાઢ મિત્રો હતા તેઓ તેમને શોધી રહ્યા હતા.

પરંતુ તેમનું અભિષિક્તપણું તમને શીખવે છે સર્વ બાબતોઅને તે સત્ય છે અને તે જુઠ્ઠું નથી, અને તમને જે પણ શીખવવામાં આવ્યું, તેનામાં રહો. (૧ યોહાન ૨:૨૭ ULB)

આ એક સામાન્યીકરણ છે. ઈશ્વરનો આત્મા આપણે ને તે વિષે શીખવે છે સર્વ બાબતો જે આપણે જાણવાની જરૂર છે , દરેક બાબતો વિષે નહિ જે જાણવું શક્ય છે,

ચેતવણી

કંઈક જે અશક્ય લાગે છે તે અતિશયોક્તિ છે એવું ના ધારી લો. ઈશ્વર ચમત્કારિક કૃત્યો કરે છે.

...તેઓએ ઈસુને જોયા સમુદ્ર પર ચાલતા અને નાવની નજીક આવતા... (યોહાન ૬:૧૯ ULB)

આ અતિશયોક્તિ નથી. ઈસુ ખરેખર પાણી પર ચાલ્યા હતાં. તે શાબ્દિક નિવેદન છે.

એવું ના ધારી લો કે “સર્વ” શબ્દનું હંમેશા સામાન્યીકરણ કરેલ છે જેનો અર્થ “મોટા ભાગે” થાય છે.

યહોવાહ તેમના દરેક માર્ગોમાં ન્યાયી છે. અને જે કંઈ તે કરે છે તે સર્વમાં દયાળુ છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૭ ULB)

યહોવાહ હંમેશા ન્યાયી છે. આ સંપૂર્ણ રીતે સાચું નિવેદન છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો અતિશયોક્તિ અથવા સામાન્યીકરણ કુદરતી હશે અને લોકો તેને સમજી શકે છે અને તે જુઠું છે એમ વિચારશે નહિ, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, અહીં અન્ય વિકલ્પો છે.

૧. અતિશયોક્તિ સિવાય અર્થને વ્યક્ત કરો. ૧. સામાન્યીકરણને માટે, “સામાન્ય રીતે” અથવા મોટા ભાગની બાબતોમાં” જેવા શબ્દોનો ઉપયોગ કરીને બતાવો કે તેનું સામાન્યીકરણ કરેલું છે.
૧. સામાન્યીકરણ માટે, સામાન્યીકરણ તે ચોક્કસ નથી તે બતાવવા માટે “મોટા ભાગે” અથવા “લગભગ” શબ્દોને ઉમેરો.
૧. સામાન્યીકરણ માટે કે જેમાં “બધા,” “હંમેશા,” “કોઈ નહિ,” અથવા “કદી નહિ.” શબ્દો હોય તેને કાઢી નાખવાનું ધ્યાનમાં રાખો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. અતિશયોક્તિ વિના અર્થ વ્યક્ત કરો.

  • પલિસ્તીઓ ઇઝરાયલ સામે યુદ્ધ કરવાને એકઠા થયા; ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, અને સૈનિકોસમુદ્ર કિનારાની રેતી સમાન સંખ્યાબંધ. (૧ શમૂએલ ૧૩:૫ ULB)
    • પલિસ્તીઓ ઇઝરાયલ સામે ત્રીસ હજાર રથો, છ હજાર સવારો, અને મોટી સંખ્યામાં સૈનિકો યુદ્ધ કરવાને એકઠા થયા.

૧. સામાન્યીકરણને માટે, “સામાન્ય રીતે” અથવા મોટા ભાગની બાબતોમાં” જેવા શબ્દોનો ઉપયોગ કરીને બતાવો કે તેનું સામાન્યીકરણ કરેલું છે.

  • એક જે સૂચનાઓની અવગણના કરે છે તેમને ગરીબાઈ અને શરમ મળશે... નીતિવચનો ૧૩:૧૮ ULB) *સામન્ય રીતે, જે સૂચનાઓની અવગણના કરે છે તેમને ગરીબાઈ અને શરમ મળશે
  • અને જ્યારે તમે પ્રાર્થના કરો, નકામું પુનરાવર્તન ના કરો જેમ વિદેશીઓ કરે છે, કેમકે તેઓ માને છે કે તેઓના વધુ બોલવાથી તેઓને સાંભળવામાં આવશે. (માથ્થી ૬:૭)
    • “અને જ્યારે તમે પ્રાર્થના કરો, નકામું પુનરાવર્તન ના કરો જેમ વિદેશીઓ સામાન્ય કરે છે, કેમકે તેઓ માને છે કે તેઓના વધુ બોલવાથી તેઓને સાંભળવામાં આવશે.”

૧. સામાન્યીકરણ માટે, સામાન્યીકરણ તે ચોક્કસ નથી તે બતાવવા માટે “મોટા ભાગે” અથવા “લગભગ” શબ્દોને ઉમેરો.

  • સંપૂર્ણયહૂદીયા દેશ અને સર્વયરૂશાલેમના લોકો તેને મળવાને બહાર ગયા. માર્ક ૧:૫ ULB)
    • લગભગ દરેકયહૂદીયા દેશના લોકો અને લગભગ દરેક યરૂશાલેમના લોકો તેને મળવાને બહાર ગયા.” *મોટા ભાગના યહૂદીયા દેશના લોકો અનેમોટાભાગના યરૂશાલેમના લોકો તેને મળવાને બહાર ગયા.”

૧. સામાન્યીકરણ માટે કે જેમાં “બધા,” “હંમેશા,” “કોઈ નહિ,” અથવા “કદી નહિ.” શબ્દો હોય તેને કાઢી નાખવાનું ધ્યાનમાં રાખો.

  • સંપૂર્ણયહૂદીયા દેશ અને સર્વયરૂશાલેમના લોકો તેને મળવાને બહાર ગયા. માર્ક ૧:૫ ULB)
    • યહૂદીયા દેશ અને યરૂશાલેમના લોકો તેને મળવાને બહાર ગયા.