gu_ta/translate/figs-exmetaphor/01.md

16 KiB

વર્ણન

એક વિસ્તૃત રૂપક ત્યારે બને છે જ્યારે કોઈ એક પરિસ્થિતિ વિષે એ રીતે બોલે છે કે જેમ તે કોઈ અલગ જ પરિસ્થિતિ હોય. તે એમ કરે છે પ્રથમ પરિસ્થિતિનું અસરકારક રીતે વર્ણન કે તે કોઈ મહત્વની રીત અન્ય રીતની સમાન છે તે સૂચવવા દ્વારા કરે છે. બીજી પરિસ્થિતિમાં લોકોની, વસ્તુઓની, અને કાર્યોની બહુવિધ છબીઓ હોય છે જે પ્રથમ પરિસ્થિતિમાં છે તેને રજૂ કરે છે.

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

  • લોકોને ખ્યાલ નહિ આવે કે છબીઓ અન્ય વસ્તુઓને રજૂ કરે છે.
  • લોકો જે છબીઓમાં ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓથી પરિચિત ન પણ હોય.
  • વિસ્તૃત રૂપકો ઘણીવાર એટલા ગહન હોય છે કે તે રૂપક દ્વારા તેનો સઘળો અર્થ કાઢવો અનુવાદક માટે અશક્ય બની જાય છે.

અનુવાદના સિદ્ધાંતો

  • વિસ્તૃત રૂપકનો અર્થ એ લક્ષ્ય દર્શકો માટે એ રીતે સ્પષ્ટ કરો જેમ કે તે મૂળ દર્શકોને હોય.
  • લક્ષ્ય દર્શકો માટે અર્થ એટલો પણ સ્પષ્ટ ન કરો કે જેટલો તે મૂળ દર્શકોને માટે પણ ન હોય.
  • જ્યારે કોઈ વિસ્તૃત રૂપકનો ઉપયોગ કરે ત્યારે, છબીઓ તેનો મહત્વનો ભાગ છે કે જે તે કહેવાનો પ્રયાસ કરે છે.
  • જો લક્ષ્ય દર્શકો તેઓમાંની કોઈ છબીઓથી પરિચિત નથી તો, તમારે કોઈ રીત શોધવાની જરૂર છે જેથી તેઓ છબીઓને સમજી શકે જેથી તેઓ સંપૂર્ણ વિસ્તૃત રૂપકને સમજી શકે.

બાઈબલમાંના ઉદાહરણો

ગીતશાસ્ત્ર ૨૩:૧-૪માં, લેખક કહે છે કે તેમના લોકો માટે ઈશ્વરની ચિંતા અને દેખભાળ તે ઘેટાંપાળકની દેખભાળ પોતાના ટોળા માટે હોય છે તે છબીમાં રજૂ કરે છે. ઘેટાંપાળક ઘેટાંને જે જરૂર હોય તે તેઓને આપે છે, તેઓને સુરક્ષિત સ્થળોએ લઈ જાય છે, તેઓને બચાવે છે, તેઓને દોરે છે અને તેઓનું રક્ષણ કરે છે. ઈશ્વર પોતાના લોકોને માટે જે કરે છે તે આ કાર્યોના જેવું છે.

યહોવાહ મારો પાળક છે; મને કશી ખોટ પડશે નહિ. તે લીલા બીડમાં મને સુવાડે છે; તે શાંત પાણીની પાસે મને દોરે છે. તે મારા જીવને તૃપ્ત કરે છે; તે પોતાના નામની ખાતર ન્યાયીપણાને માર્ગે મને દોરી જાય છે. જો કે હું મરણની છાયાની ખીણમાં ચાલુ, હું ભૂંડાથી બીશ નહિ કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી અને છડી મને દિલાસો દે છે. (ULB)

યશાયા ૫:૧-૭માં, યશાયા ઈશ્વરની તેમના લોકને માટે નિરાશાને રજૂ કરે છે જેમ ખેડૂત પોતાની દ્રાક્ષાવાડીના ખરાબ ફળો જોઈને નિરાશ થાય છે. ખેડૂતો તેઓની વાડીઓની દેખભાળ કરે છે, પરંતુ જો તે ખરાબ ફળો જ ઉત્પન્ન કરે તો, ખેડૂતો આખરે તેમની દેખભાળ કરવાનું છોડી દેશે. ૧ થી ૬ કલમો સામાન્ય રીતે ખેડૂત અને તેની દ્રાક્ષાવાડી વિષેની છે, પરંતુ ૭મી કલમ તે સ્પષ્ટ કરે છે કે તે ઈશ્વર અને તેમના લોકો વિષે છે.

...મારા અતિ પ્રિયને ફળદ્રુપ ટેકરી પર એક દ્રાક્ષાવાડી હતી. તેણે તે ખોદી અને તેમાંથી પથ્થર વીણી કાઢ્યા, અને તેમાં ઉત્તમ દ્રાક્ષાવેલાઓ રોપ્યા. તેણે તેની મધ્યમાં એક બુરજ બાંધ્યો, અને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો. તેમાં દ્રાક્ષાની ઉપજ થશે તેની તે રાહ જોતો હતો, પરંતુ તેમાં તો જંગલી દ્રાક્ષાની ઊપજ થઈ.

તેથી હવે, યરૂશાલેમના રહેવાસીઓ અને યહૂદિયાના માણસો; મારા અને મારી દ્રાક્ષાવાડી વિષે ન્યાય કરો. મારી દ્રાક્ષાવાડી વિષે હું બીજું વધારે શું કરી શક્યો હોત, કે જે મેં નથી કર્યું? જ્યારે મેં તેમાં દ્રાક્ષાની ઊપજ થશે તે જોવા ચાહ્યું, ત્યારે તેમાં જંગલી દ્રાક્ષા કેમ ઊપજી? હવે હું તમને જણાવું છું કે હું મારી દ્રાક્ષાવાડીને શું કરીશ; હું તેની વાડ કાઢી નાખીશ; હું તેને ચરવા માટેની જગ્યા બનાવીશ; હું તેની દીવાલો તોડી નાખીશ, અને તે ખૂંદાઈ જશે. હું તેને ઉજ્જડ કરી મૂકીશ, અને તે સોરવામાં આવશે નહિ કે તે ગોદાશે નહિ. પરંતુ તેમાં કાંટા અને ઝાંખરા ઉગશે. હું વાદળોને આજ્ઞા કરીશ કે તેના પર વરસાદ ન વરસાવે.

કેમ કે સૈન્યના ઈશ્વર યહોવાહની વાડી તે ઇઝરાયલનું ઘર છે.
અને યહૂદિયાના લોકો તે મનોરંજક રોપ છે; તેમણે ઇનસાફ માટે રાહ જોઈ, પરંતુ ત્યાં રક્તપાત છે; ન્યાયીપણાની રાહ જોઈ, પરતું તેને બદલે મદદ માટેનો વિલાપ છે, (ULB)

અનુવાદ વ્યૂહરચનાઓ

જો તમારા વાચકો જે રીતે મૂળ વાચકો સમજી શક્યા તેમ હોય તો સમાન વિસ્તૃત રૂપકનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, અહીં થોડી અન્ય વ્યૂહરચનાઓ છે:

૧. જો લક્ષ્ય દર્શકો એવું વિચારશે કે છબીઓ શાબ્દિક રીતે સમજી લેવી જોઈએ, તેનું “સમાન” અથવા “જેમ” નો ઉપયોગ કરીને સામાન્ય રીતે અનુવાદ કરો. તે ફક્ત પ્રથમ અથવા બીજા વાક્યમાં આ કરવા માટે પુરતું છે. ૧. જો લક્ષ્ય દર્શકો તે છબીને નથી જાણતા તો, તેનો અનુવાદ કરવાનો કોઈ માર્ગ શોધો જેથી તેઓ તે છબીને સમજી શકે.
૧. જો લક્ષ્ય દર્શકો જો હજુ પણ ન સમજી શકે તો, પછી તેને સ્પષ્ટ રીતે જણાવો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો લક્ષ્ય દર્શકો એવું વિચારશે કે છબીઓ શાબ્દિક રીતે સમજી લેવી જોઈએ, તેનું “સમાન” અથવા “જેમ” નો ઉપયોગ કરીને સામાન્ય રીતે અનુવાદ કરો. તે ફક્ત પ્રથમ અથવા બીજા વાક્યમાં આ કરવા માટે પુરતું છે. ઉદાહરણ તરીકે ગીતશાસ્ત્ર ૨૩:૧-૨ જુઓ:

યહોવાહ મારા પાળક છે; મને કશી ખોટ પડશે નહિ. તે મને લીલા બીડમાં સુવાડે છે; ** તે શાંત પાણીની પાસે મને દોરીજાય છે.** (ULB)

આ તરીકે અનુવાદ કરી શકાય છે:

”યહોવાહ મારા પાળક સમાનછે, તેથી મને કશી ખોટ પડશે નહિ. ઘેટાંપાળકની સમાનતે પોતાના ઘેટાંને લીલા બીડમાં સુવાડે છે અને શાંત પાણીની પાસે દોરી જાય છે, યહોવાહ મને શાંતિથી રહેવામાં સહાય કરે છે.

૧. જો લક્ષ્ય દર્શકો તે છબીને નથી જાણતા તો, તેનો અનુવાદ કરવાનો કોઈ માર્ગ શોધો જેથી તેઓ તે છબીને સમજી શકે.

મારા અતિ પ્રિયને એક ખૂબ જ ફળદ્રુપ ટેકરી પર દ્રાક્ષાવાડી હતી. તેણે તે ખેડી અને પથ્થરને વીણી કાઢ્યા, અને પસંદગીના દ્રાક્ષા રોપી. તેણે તેની મધ્યમાં એક બુરજ બાંધ્યો, અને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો. તેણે દ્રાક્ષા ઉપજવાની રાહ જોઈ, પરંતુ તેમાંથી જંગલી દ્રાક્ષા ઊપજી. (યશાયા ૫:૧-૨ ULB)

આ રીતે અનુવાદ કરી શકે છે:

”મારા અતિ પ્રિયને એક ખૂબ જ ફળદ્રુપ ટેકરી પર દ્રાક્ષાવેલાની વાડી હતી. તેણે તે ભૂમિને ખેડી અને પથ્થરને વીણી કાઢ્યા, અને તેમાંઉત્તમ દ્રાક્ષાવેલાઓ રોપ્યા. તેણે તેની મધ્યમાં ચોકી રાખવાનો બુરજ બાંધ્યો, અને તેમાં દ્રાક્ષાને કચડીને રસ કાઢવા માટે કુંડી પણ ખોદી. તેણે દ્રાક્ષા ઉપજવાની રાહ જોઈ, પરંતુ તેમાંથી જંગલી દ્રાક્ષા ઊપજી કે જે રસ કાઢવા માટે સારી નહોતી.”

૧. જો લક્ષ્ય દર્શકો જો હજુ પણ ન સમજી શકે તો, પછી તેને સ્પષ્ટ રીતે જણાવો.

યહોવાહ મારા પાળકછે; મને કશી ખોટ પડશે નહિ.** (ગીતશાસ્ત્ર ૨૩:૧ ULB)

*”યહોવાહ પાળકની જેમ મારી સંભાળ લે છે, તેથી મને કશી ખોટ પડશે નહિ.”

** માટે સૈન્યના યહોવાહની દ્રાક્ષાવાડી તે તો ઇઝરાયલનું ઘર છે,** ** અને યહૂદિયાના લોકો તે મનોરંજક રોપ છે;** ** તેમણે ઇનસાફ માટે રાહ જોઈ, પરંતુ ત્યાં રક્તપાત છે;** ** ન્યાયીપણા માટે રાહ જોઈ, પરતું તેને બદલે મદદ માટેનો વિલાપ છે,** (યશાયા ૫:૭ ULB)

આ રીતે અનુવાદ થઈ શકે:

માટે સૈન્યના યહોવાહની દ્રાક્ષાવાડી તે તો ઇઝરાયલનું ઘર દર્શાવે છે, અને યહૂદિયાના લોકો તે મનોરંજક રોપ જેવાછે; તેમણે ઇનસાફ માટે રાહ જોઈ, પરંતુ ત્યાં રક્તપાત છે; ન્યાયીપણા માટે રાહ જોઈ, પરતું તેને બદલે મદદ માટેનો વિલાપ છે.

અથવા

  • તેથી જેમ ખેડૂત દ્રાક્ષાવેલાની વાડી જે ખરાબ ફળ આપે છે તેની દેખભાળ કરવાનું બંધ કરે છે,
  • ઇઝરાયલ અને યહૂદિયાની દેખભાળ કરવાનું યહોવાહ બંધ કરશે,
  • કારણ કે તેઓ જે યોગ્ય છે તે કરતાં નથી.
  • તેમણે ઇનસાફ માટે રાહ જોઈ, પરંતુ ત્યાં રક્તપાત છે;
  • ન્યાયીપણા માટે રાહ જોઈ, પરતું તેને બદલે મદદ માટેનો વિલાપ છે.