gu_ta/translate/figs-exclamations/01.md

10 KiB

વર્ણન

ઉદ્ગારવાચક શબ્દો અથવા વાક્યો કે જે આશ્ચર્યજનક, આનંદ, ભય અથવા ક્રોધ જેવા મજબૂત લાગણી દર્શાવે છે. ULB અને UDB માં, ઉદ્ગારવાચક (!) સામાન્ય રીતે અંતમાં હોય છે. તે ચિહ્ન બતાવે છે કે તે ઉદ્ગારવાચક છે. લોકો જે કહી રહ્યા છે તે સ્થિતિ અને મતલબ આપણને સમજવામાં મદદ કરે છે કે તેઓ કઈ લાગણી વ્યક્ત કરતાં હતાં. માથ્થી ૮ માંના નીચેના ઉદાહરણમાં, વક્તાઓ ખૂબ જ ભયભીત હતાં. માથ્થી ૯ માંના ઉદાહરણમાંથી, વક્તાઓ આશ્ચર્યચકિત હતા, કારણ કે એવું કંઈક બન્યું હતું જે તેઓએ અગાઉ ક્યારેય જોયું નહોતું.

પ્રભુ, અમને બચાવો; અમે નાશ પામીએ છીએ! (માથ્થી ૮:૨૫ ULB)

જ્યારે દુષ્ટાત્મા તેનામાંથી કાઢવામાં આવ્યા પછી, તે મૂંગો બોલ્યો. ટોળાએ અચરત થઈને કહ્યું, “ઇઝરાયલમાં અગાઉ આવું ક્યારેય જોવામાં આવ્યું નથી!” (માથ્થી ૯:૩૩ ULB)

આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ

ભાષાઓ પાસે વાક્યની લાગણીને ભારપૂર્વક રજૂ કરવાની વિવિધ રીતો હોય છે.

બાઈબલમાંના ઉદાહરણો

કેટલાંક ઉદ્ગારવાચક શબ્દ હોય છે જે લાગણી રજૂ કરે છે. નીચેના વાક્યોમાં “ઓહ” અને “આહા” હોય છે. “ઓહ” શબ્દ અહીં વક્તાના આશ્ચર્યને દર્શાવે છે.

આહા, ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી ઊંડી છે. (રોમન ૧૧:૩૩ ULB)

નીચે “હાય” શબ્દ દર્શાવે છે કે ગિદિયોનખૂબ જ ઘભારાયેલો હતો.

ગિદિયોન સમજી ગયો કે તે યહોવાહનો દૂત હતો. ગિદિયોને કહ્યું, હાય, પ્રભુ યહોવાહ! કેમ કે મેં યહોવાહના દૂતને મોઢા મોઢ જોયો છે!” (ન્યાયાધીશો ૬:૨૨ ULB)

કેટલાક ઉદ્ગારવાચકો પ્રશ્નથી શરૂ થાય છે જેમ કે “કેવી રીતે” અથવા “શા માટે,” જો કે તેઓ પ્રશ્નો નથી હોતા. નીચે આપેલ વાક્ય બતાવે છે કે વક્તા આશ્ચર્યમાં છે કે ઈશ્વરના ચુકાદાઓ કેવી રીતે ગુપ્ત છે.

તેમના ચુકાદાઓ કેવી રીતે ગુપ્ત, અને તેમના માર્ગો કેવા અગમ્ય છે! (રોમન ૧૧:૩૩ ULB)

બાઈબલમાંના કેટલાક ઉદ્ગારવાચકોને મુખ્ય ક્રિયાપદ હોતું નથી. નીચે આપેલ ઉદ્ગારવાચક દર્શાવે છે કે વક્તા જેની સાથે વાત કરી રહ્યો છે તેનાથી નારાજ છે.

તું નાલાયક વ્યક્તિ! (માથ્થી ૫:૨૨ ULB)

અનુવાદ વ્યૂહરચનાઓ

૧. જો ઉદ્ગારવાચકને તમારી ભાષામાં ક્રિયાપદની જરૂર છે તો, તેમાં ઉમેરો. “છે” અથવા “છીએ” ઘણીવાર સારા ક્રિયાપદ છે.
૧. તમારી ભાષામાંથી ઉદ્ગારવાચક શબ્દનો ઉપયોગ કરો જે મજબૂત લાગણી દર્શાવે છે. ૧. ઉદ્ગારવાચક શબ્દને વાક્ય સાથે અનુવાદ કરો જે લાગણી દર્શાવે છે. ૧. તે વાક્યના ભાગ ઉપર ભાર મુકતા શબ્દનો ઉપયોગ કરો જે મજબૂત લાગણીને બહાર લાવે છે. ૧. જો લક્ષ્ય ભાષામાં મજબૂત લાગણી સ્પષ્ટ નથી તો, તે વ્યક્તિએ જે અનુભવ્યુ હોય તે કહો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો ઉદ્ગારવાચકને તમારી ભાષામાં ક્રિયાપદની જરૂર છે તો, તેમાં ઉમેરો. “છે” અથવા “છીએ” ઘણીવાર સારા ક્રિયાપદ છે.

  • તું નાલાયક વ્યક્તિ! (માથ્થી ૫:૨૨ ULB)

    • “તું ખરેખર નાલાયક વ્યક્તિ છે!”
  • આહા, ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી ઊંડી છે. (રોમન ૧૧:૩૩ ULB)

    • “આહા, ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેટલી ઊંડી છે!”

૧. તમારી ભાષામાંથી ઉદ્ગારવાચક શબ્દનો ઉપયોગ કરો જે મજબૂત લાગણી દર્શાવે છે. નીચે આપેલ “વાહ” શબ્દ દર્શાવે છે કે તેઓ આશ્ચર્યચકિત હતા. “ઓહ નહિ” અભિવ્યક્તિ દર્શાવે છે કે કંઈક ભયંકર અથવા ભયાનક બન્યું છે.

  • તેઓ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈને, કહેતા હતા, "તેમણે સર્વ સારું કર્યું છે. તેઓ બહેરાને સાંભળતા અને મૂંગાને બોલતા કરે છે.” (માર્ક ૭:૩૬ ULB)

    • “તેઓ સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈને, કહેતા હતા, “વાહ! તેમણે સર્વ સારું કર્યું છે. તેઓ બહેરાને સાંભળતા અને મૂંગાને બોલતા કરે છે.””
  • ઓહ, પ્રભુ યહોવાહ! કેમ કે મેં યહોવાહના દૂતને મોઢા મોઢ જોયો છે! (ન્યાયાધીશો ૬:૨૨ ULB)

    • ઓહ નહિ, પ્રભુ યહોવાહ! મેં યહોવાહના દૂતને મોઢા મોઢ જોયો છે!”

૧. ઉદ્ગારવાચક શબ્દને વાક્ય સાથે અનુવાદ કરો જે લાગણી દર્શાવે છે.

  • ઓહ, પ્રભુ યહોવાહ! કેમ કે મેં યહોવાહના દૂતને મોઢા મોઢ જોયો છે! (ન્યાયાધીશો ૬:૨૨ ULB)
    • પ્રભુ યહોવાહ, મારી સાથે શું થશે? કેમ કે મેં યહોવાહના દૂતને મોઢા મોઢ જોયો છે!” *પ્રભુ યહોવાહ, મદદ કરો! કેમ કે મેં યહોવાહના દૂતને મોઢા મોઢ જોયો છે!

૧. તે વાક્યના ભાગ ઉપર ભાર મુકતા શબ્દનો ઉપયોગ કરો જે મજબૂત લાગણીને બહાર લાવે છે.

  • તેમના ચુકાદાઓ કેવી રીતે ગુપ્ત, અને તેમના માર્ગો કેવા અગમ્ય છે! (રોમન ૧૧:૩૩ ULB)
    • “તેમના ચુકાદાઓ કેટલા ગુપ્ત, અને તેમના માર્ગો શોધથી પણ કેટલા દૂરછે!”

૧. જો લક્ષ્ય ભાષામાં મજબૂત લાગણી સ્પષ્ટ નથી તો, તે વ્યક્તિએ જે અનુભવ્યુ હોય તે કહો.

  • ગિદિયોન સમજી ગયો કે તે યહોવાહનો દૂત હતો. ગિદિયોને કહ્યું, “ઓહ, પ્રભુ યહોવાહ! કેમ કે મેં યહોવાહના દૂતને મોઢા મોઢ જોયો છે!” (ન્યાયાધીશો ૬:૨૨ ULB) ગિદિયોન સમજી ગયો કે તે યહોવાહનો દૂત હતો. તે ભયભીત થઈ ગયો અંડ કહ્યું, “ઓહ, પ્રભુ યહોવાહ! મેં યહોવાહના દૂતને મોઢા મોઢ જોયો છે!” (ન્યાયાધીશો ૬:૨૨ ULB)