gu_ta/translate/figs-euphemism/01.md

6.0 KiB

વર્ણન

સૌમ્યોક્તિ તે એક એવી વસ્તુનો ઉલ્લેખ કરતી એક હળવી અથવા નમ્ર રીત છે જે અપ્રિય, મૂંઝવનારી, અથવા સામાજીક રીતે અસ્વીકાર્ય છે, જેમ કે મૃત્યુ અથવા જે પ્રવૃત્તિઓ સામાન્ય રીતે ખાનગીમાં થાય છે.

પરિભાષા

... તેઓએ શાઉલ અને તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા. (૧ કાળવૃતાંત ૧૦:૮ ULB)

તેનો મતલબ એ છે શાઉલ અને તેના પુત્રો “મરણ પામ્યા” હતા. તે સૌમ્યોક્તિ છે કારણ કે મહત્વની બાબત એ નથી કે શાઉલ અને તેના પુત્રો પડ્યા હતા પરંતુ તેઓ મરણ પામ્યા હતા. કેટલીક વાર લોકોને મરણ વિષે સીધી રીતે વાત કરવાનું ગમતું નથી કારણ કે તે અપ્રિય છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

વિવિધ ભાષાઓ વિવિધ સૌમ્યોક્તિનો ઉપયોગ કરે છે. જો લક્ષ્ય ભાષા સ્રોત ભાષાની સમાન સૌમ્યોક્તિનો ઉપયોગ કરતું નથી તો, વાચકોને સમજમાં નહિ આવે કે તેનો અર્થ શું છે અને તેઓ વિચારશે કે જે શબ્દો લેખિતરૂપે કહી રહ્યા છે તે જ લેખકનો અર્થ હતો.

બાઈબલમાંના ઉદાહરણો

...ત્યાં જે ગુફા હતી. શાઉલ પોતાની જાતને આરામ આપવા અંદર ગયો ... (૧ શમૂએલ ૨૪:૩ ULB)

મૂળ સાંભળનારાઓ તે એવું સમજ્યાં હોત કે શાઉલ ગુફાનો શૌચાલય તરીકે ઉપયોગ કરવા તેની અંદર ગયો, પરંતુ લેખક વાંધાજનક અથવા તેઓને વિચલિત કરવાનું ટાળવા માંગતા હતા, તેથી તેણે વિશેષ કંઈ કહ્યું નહિ કે શાઉલે ગુફામાં શું કર્યું અને શું મૂકીને ગયો.

મરિયમે દૂતને કહ્યું, એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી?” (લુક ૧:૩૪ ULB)

આ બાબતે નમ્ર થઈને, મરિયમ સૌમ્યોક્તિનો ઉપયોગ કરે છે અને કહે છે કે તેણીએ ક્યારેય કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યો નથી.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો સૌમ્યોક્તિ કુદરતી છે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ કરે છે તો તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, અહીં અન્ય વિકલ્પો છે:

૧. તમારી સંસ્કૃતિના સૌમ્યોક્તિનો ઉપયોગ કરો. ૧. સૌમ્યોક્તિ વિના સીધી રીતે માહિતીને દર્શાવો જો તે વાંધાજનક ન હોય તો.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. તમારી સંસ્કૃતિના સૌમ્યોક્તિનો ઉપયોગ કરો.

  • ... ત્યાં જે ગુફા હતી. શાઉલ પોતાની જાતને આરામઆપવા અંદર ગયો. (૧શમૂએલ ૨૪:૩ ULB) - કેટલીક ભાષાઓ સૌમ્યોક્તિનો આ રીતે ઉપયોગ કરે છે: *”...ત્યાં જે ગુફા હતી. એક ખાડો ખોદવા ગયો” *”... ત્યાં જે ગુફા હતી. શાઉલ ગુફામાં થોડો સમય એકાંતમાં વિતાવવા ગયો.”

  • મરિયમે દૂતને કહ્યું, એ કેમ કરીને થશે, કેમ કે હું કોઈ પુરુષ સાથે સુઈ ગઈ નથી?” (લુક ૧:૩૪ ULB)

    • મરિયમે દૂતને કહ્યું, “એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી?” - (મૂળ ગ્રીકમાં આ સૌમ્યોક્તિનો ઉપયોગ કરેલ છે)

૧. સૌમ્યોક્તિ વિના સીધી રીતે માહિતીને દર્શાવો જો તે વાંધાજનક ન હોય તો.

  • તેઓએ શાઉલ અને તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા. (૧ કાળવૃતાંત ૧૦:૮ ULB) *”તેઓએ શાઉલ અને તેના પુત્રોને ગિલ્બોઆ પર્વત પર મરેલા જોયા.”