gu_ta/translate/figs-ellipsis/01.md

6.3 KiB

વર્ણન

અનુક્ત શબ્દ ત્યારે થાય છે જયારે વક્તા અથવા લેખક વાક્યમાંના એક અથવા વધુ શબ્દો છોડી દે છે કારણ કે તેઓ જાણે છે કે સાંભળનાર અથવા વાચક વાક્યના અર્થને સમજશે અને જ્યારે ત્યાં રહેલા શબ્દોને જયારે સાંભળે છે અને વાંચે છે ત્યારે તે શબ્દોમાં ઉમેરી દેશે. અવગણના કરવામાં આવેલી માહિતીને સામાન્ય રીતે અગાઉથી જ પૂર્વવર્તી વાક્ય અથવા શબ્દસમૂહમાં જણાવવામાં આવી છે.

... ન્યાયાસન આગળ દુષ્ટો ઊભા રહી શકશે નહિ, તથા ન્યાયીઓની સભામાં પાપીઓ. (ગીતશાસ્ત્ર ૧:૫)

આ અનુક્ત છે કારણ કે “ન્યાયીઓની સભામાં પાપીઓ” તે પૂરું વાક્ય નથી. વક્તા ધારે છે કે અગાઉની કલમની ક્રિયા પરથી જગ્યા ભરીને સાંભળનાર સમજી જશે કે ન્યાયીઓની સભામાં પાપીઓ શું નહિ કરે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

વાચકો જેઓ અપૂર્ણ વાક્યો અથવા શબ્દસમૂહો જોતા હોય તે જાણતા નથી કે ગૂમ થયેલી માહિતી શું છે જો તેઓ તેમની ભાષામાં અનુક્તનો ઉપયોગ કરતાં નથી.

બાઈબલમાંના ઉદાહરણો

... જ્યારે અંધ વ્યક્તિ નજીક હતો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું, “તું શું ચાહે છે હું તારે માટે શું કરું?” તેણે કહ્યું, “પ્રભુ, હું મારી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકુ.” (લુક ૧૮:૪૦-૪૧ ULB)

તે માણસે અપૂર્ણ વાક્યમાં જવાબ આપ્યો કારણ કે તે નમ્ર બનવા ઈચ્છતો હતો અને ઈસુને સીધું જ સાજપણા કહેતો નથી. તે જાણતો હતો કે ઈસુ સમજી જશે કે તે ત્યારે જ દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકશે જ્યારે ઈસુ તેને સાજો કરશે.

તે લબાનોનને વાછરડાની જેમ અને સીર્યોનને જુવાન બળદની જેમ કુદાવે છે. (ગીતશાસ્ત્ર ૨૯:૬ ULB)

લેખક ચાહે છે કે તેના શબ્દો ઓછા હોય અને તેની કવિતા સારી બને. તે એમ નથી કહેતો કે યહોવાહ સીર્યોનને જુવાન બળદની જેમ કુદાવે છે કારણ કે તે જાણે છે કે તેના વાચકો તેઓની જાતે તેમાં માહિતી ભરી દેશે.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો અનુક્ત કુદરતી છે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ કરે છે તો, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, અહીં અન્ય વિકલ્પ છે:

૧. અપૂર્ણ શબ્દસમૂહ અથવા વાક્યમાં ખૂટતા શબ્દો ઉમેરો.

અનુવાદની વ્યૂહરચનાઓના લાગુકરણના ઉદાહરણો

૧. અપૂર્ણ શબ્દસમૂહ અથવા વાક્યમાં ખૂટતા શબ્દો ઉમેરો.

  • ...ન્યાયાસન આગળ દુષ્ટો ઊભા રહી શકશે નહિ, તથા ન્યાયીઓની સભામાં પાપીઓ. (ગીતશાસ્ત્ર ૧:૫) *... ન્યાયાસન આગળ દુષ્ટો ઊભા રહી શકશે નહિ, તથા ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.

  • **...જ્યારે અંધ વ્યક્તિ નજીક હતો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું, “તું શું ચાહે છે હું તારે માટે શું કરું?” તેણે કહ્યું, “પ્રભુ, હું મારી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકુ.” (લુક ૧૮:૪૦-૪૧)

    • ...જ્યારે અંધ વ્યક્તિ નજીક હતો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું, “તું શું ચાહે છે હું તારે માટે શું કરું?” તેણે કહ્યું, “પ્રભુ, હું ચાહું છું તમે મને સાજો કરો જેથી હું મારી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકુ.”
  • તે લબાનોનને વાછરડાની જેમ અને સીર્યોનને જુવાન બળદની જેમ કુદાવે છે. (ગીતશાસ્ત્ર ૨૯:૬)

    • તે લબાનોનને વાછરડાની જેમ કુદાવે છે અને તે સીર્યોનને જુવાન બળદની જેમ કુદાવે છે.