gu_ta/translate/figs-distinguish/01.md

14 KiB
Raw Permalink Blame History

વર્ણન

કેટલીક ભાષાઓમાં, શબ્દસમૂહો કે જે નામને સુધારે છે તેનો નામનો બે વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે. તેઓ નામને અન્ય સમાન વસ્તુઓમાંથી અલગ કરી શકાય છે, અથવા તેઓ નામ વિષે વધુ માહિતી આપી શકે છે. તે માહિતી વાચક માટે નવી હોઈ શકે છે, અથવા વાચક જે વસ્તુ વિષે અગાઉથી જાણે છે તેની યાદગીરી હોઈ શકે છે. અન્ય ભાષાઓમાં નામને અન્ય સમાન વસ્તુઓથી અલગ પાડવા માટેના નામ સાથેના શબ્દસમૂહોને બદલવા માટે થાય છે. જ્યારે જે લોકો આ ભાષાઓ બોલે છે તેઓ આ નામના સુધારેલ ભાગને સાંભળે ત્યારે, તેઓ એમ માને છે કે તેનું કાર્ય એ એક વસ્તુને અન્ય સમાન વસ્તુથી અલગ પાડવાનું છે.

કેટલીક ભાષાઓમાં સમાન વસ્તુઓ વચ્ચે ભેદ બનાવતા અને કોઈ વસ્તુ વિષે વધુ માહિતી આપતી માહિતીને ચિહ્નિત કરવા અલ્પવિરામનો ઉપયોગ કરાય છે. અલ્પવિરામ સિવાય, નીચે આપેલ વાક્ય વાત કરે છે કે તે તફાવત ઊભો કરે છે.

  • મરિયમે તેની બહેનને થોડું ભોજન આપ્યું જે ખુબ આભારી હતી.
    • જો તેની બહેન સામાન્ય રીતે આભારી હોત તો, “જે આભારી હતી” તે ભાગ મરિયમની અન્ય બહેન કે જે સામાન્ય રીતે આભારી નહતી તેનાથી આ બહેનને અલગ કરી હોત.

અલ્પવિરામ સાથે, વાક્ય વધુ માહિતી આપે છે:

  • મરિયમે તેની બહેનને થોડું ભોજન આપ્યું, તે ખુબ આભારી હતી.
    • આ સમાન ભાગ મરિયમની બહેન વિષે વધુ માહિતી આપી શકી હોત. જ્યારે મરિયમે ભોજન આપ્યું ત્યારે મરિયમની કેટલી બહેને પ્રત્યુત્તર આપ્યો તે આપણને કહે છે. આ કિસ્સામાં તે એક બહેનથી બીજી બહેનને અલગ કરી શકતી નથી.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • બાઈબલની ઘણી સ્રોત ભાષાઓ એવા શબ્દસમૂહનો ઉપયોગ કરે છે જે નામ બંને ને સંબોધિત કરે છે જે નામને બીજા સમાન નામથી અલગ કરવા અને પણ ને વધુ માહિતી આપે છે. લેખકે દરેક કિસ્સામાં કયો અર્થ કર્યો છે તે સમજવા માટે અનુવાદકે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.
  • કેટલીક ભાષાઓ માત્ર નામને સુધારવા માટે ભાગનો ઉપયોગ કરે છે નામને સમાન નામથી અલગ કરતું હોય. વધુ માહિતી આપવા માટે ઉપયોગમાં લેવાતા શબ્દસમૂહનો ઉપયોગ કરતી વખતે, જે લોકો આ ભાષાઓ બોલતા હોય તેઓએ શબ્દસમૂહને નામથી અલગ કરવા જરૂરી છે. નહિ તો, જે લોકો તેને વાંચે છે અથવા સાંભળે છે તેઓ વિચારશે કે શબ્દસમૂહનો મતલબ નામને અન્ય સમાન નામથી અલગ પાડવાનો છે.

બાઈબલમાંના ઉદાહરણો

**શબ્દો અને શબ્દસમૂહોના ઉદાહરણો કે જેનો ઉપયોગ એક વસ્તુથી શક્યતઃ બીજી વસ્તુને અલગ કરવા માટે થાય છે. આ સામાન્ય રીતે અનુવાદમાં સમસ્યાનું કારણ નથી.

... પડદોપવિત્ર સ્થાનને પરમ પવિત્ર સ્થાનથીજુદું કરે. (નિર્ગમન ૨૬:૩૩ ULB)

“પવિત્ર” અને “પરમ પવિત્ર” બે અલગ સ્થાનોને એકબીજાને તથા અન્ય સ્થાનથી જુદાં કરે છે.

મુર્ખ દીકરો પોતાના પિતાને ખેદરૂપ છે, અને તેને જન્મ આપનાર સ્ત્રીને દુઃખરૂપ છે. (નીતિવચન ૧૭:૨૫ ULB)

“તેને જન્મ આપનાર” ભાગ તે કઈ સ્ત્રીને માટે દુઃખરૂપ છે તેને અલગ કરે છે. તે બધી જ સ્ત્રીઓ માટે દુઃખરૂપ નથી, પરંતુ તેની માતાને જ.

** શબ્દો અને શબ્દસમૂહોના ઉદાહરણો જે ઉમેરેલી માહિતી આપવા અથવા વસ્તુની યાદ અપાવવા માટે વપરાય છે. જે ભાષાઓ આનો ઉપયોગ નથી કરતી તેઓને માટે આ અનુવાદ સમસ્યા છે.

... કેમ કે તમારા ન્યાયી ચુકાદો ઉત્તમ છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૯ ULB)

“ન્યાય” શબ્દ સામાન્ય રીતે યાદ અપાવે છે કે ઈશ્વરના ચુકાદાઓ ન્યાયી છે. તે તેમના ન્યાયી ચુકાદાઓને તેમના અન્યાયી ચુકાદાઓથી અલગ કરતાં નથી, કારણ કે તેમના સર્વ ચુકાદાઓ ન્યાયી છે.

શું સારા, જે નેવું વર્ષની વૃદ્ધ છે, પુત્રને જન્મ આપી શકે? (ઉત્પત્તિ ૧૭:૧૭-૧૮ ULB)

“જે નેવું વર્ષની વૃદ્ધ છે” તે ભાગના કારણે ઈબ્રાહીમેં વિચાર ન કર્યો કે સારા દીકરાને જન્મ આપી શકે છે. તે એક સારા નામની સ્ત્રીને બીજી સ્ત્રી સારા જે ભિન્ન ઉંમરની હતી તેની સાથે ગેરસમજ નથી કરતો, અને તે કોઈને તેણીની ઉંમર વિષે કંઈ નવું નથી કહેતો. તેણે સામાન્ય રીતે એવું જ વિચાર્યું કે એક સ્ત્રી જે વૃદ્ધ છે તે બાળકને જન્મ આપી શકે નહિ.

મેં જે માણસને ઉત્પન્ન કર્યું છે તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ. (ઉત્પતિ ૬:૭ ULB)

વાક્ય “જેને મે ઉત્પન્ન કર્યું છે” તે તો માણસ અને ઈશ્વર વચ્ચેનો સંબંધ યાદ કરાવે છે. તે કારણ છે કે ઈશ્વર પાસે અધિકાર છે મનુષ્યનો સંહાર કરવાનો. ત્યાં કોઈ અન્ય માનવજાત નથી જેણે ઈશ્વરે ના ઉત્પન્ન કરી હોય.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો લોકો નામ સાથેના શબ્દસમૂહને સમજશે તો, નામ અને શબ્દસમૂહને સાથે મુકવાનું ધ્યાનમાં રાખો. કેમ કે જે ભાષાઓ શબ્દો અને શબ્દસમૂહોને નામ સાથે એટલા માટે જ મુકે કે જેથી એક વસ્તુને અન્ય વસ્તુથી અલગ કરી શકે તો, અહીં એવા શબ્દસમૂહો અનુવાદ કરવા માટે કેટલીક વ્યૂહરચનાઓ છે જેનો ઉપયોગ માહિતી અથવા યાદ અપાવવા માટે કરવામાં આવે છે.

૧. જે વાક્ય માહિતી પૂરી પડે છે તેને અલગ મૂકો અને જે હેતુ બતાવે છે તેમાં શબ્દો ઉમેરો. ૧. ભાષાના ઘણી રીતો માંથી ઉમેરેલી માહિતીને વ્યક્ત કરવા માટે કોઈ રીતનો ઉપયોગ કરો. તે એક નાનો શબ્દ ઉમેરીને હોઈ શકે છે, અથવા અવાજ સંભળાય છે તે રીત બદલીને. ઘણી બધી વખત બદલેલ વાક્ય રચનાને નિશાનીના રૂપમાં પણ જેમ કે, પૂર્ણકાળ.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જે વાક્ય માહિતી પૂરી પડે છે તેને અલગ મૂકો અને જે હેતુ બતાવે છે તેમાં શબ્દો ઉમેરો.

જેઑ વ્યર્થ મૂર્તિઓની પૂજા કરે છે તેઓને હું ધિકકરું છુ. (ગી. શા. ૩૧:૬ ulb) “વ્યર્થ મૂર્તિઓ” ધ્વારા દાઉદ એ જાણવા માગે છે કે જેઓ તણી પુજા કરે છે તેઓને ધિકકારવાનું કારણ શું છે. તે નકામી મૂર્તિઓને મુલ્યવાન મૂર્તિઓથી અલગ કરતો નથી. * કારણ કે મૂર્તિઓ નકામી છે, હું તેઓની સેવા કરનારાઓને ધિક્કારું છું.

  • ... કેમ કે તમારા ન્યાયી ચુકાદાઓ સારા છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૯ ULB)

    • .... તારાં ન્યાયચુકાદા સારાં છે કેમ કે તે ન્યાયી છે.
  • શું સારાહ જે નેવું વર્ષની છે તે બાદક પેદા કરી શકે છે ? (ઉત્પત્તિ ૧૭:૧૭-૧૮ ulb) વાક્ય કે “જે નેવું વર્ષની છે” તે સારાહની ઉમર યાદ કરાવે છે. એ કહે છે કે શ માટે ઈબ્રાહિમ પ્રશ્ન પૂછતો હતો. તે એવી અપેક્ષા નથી કરી શકતો કે જે એટલી વૃદ્ધ છે તે બાળકને જન્મ આપી શકે.

    • શું સારા નેવું વર્ષની હોવા છતાં પણ તે બાળકને જન્મ આપી શકે છે?
  • હું યહોવાહને હાંક મારીશ, જે સ્તુતિને યોગ્ય છે (૨ શમૂએલ ૨૨:૪ ULB) - ત્યાં ફક્ત એક જ યહોવાહ છે. “જે સ્તુતિને યોગ્ય છે” તે શબ્દસમૂહ યહોવાહને હાંક મારવાનું કારણ આપે છે.

    • હું યહોવાહને હાંક મારીશ, કારણ કે તે સ્તુતિને યોગ્ય છે.

૧. ભાષાના ઘણી રીતો માંથી ઉમેરેલી માહિતીને વ્યક્ત કરવા માટે કોઈ રીતનો ઉપયોગ કરો.

  • તું મારો દીકરો છે, જેને હું પ્રેમ કરું છુ. હું તારા પર પ્રસન્ન છું.(લુક ૩:૨૨ ULB)
    • તું મારો દીકરો છે. હું તને પ્રેમ કરું છું અને હું તારા પર પ્રસન્ન છું.
    • મારો પ્રેમ પ્રાપ્ત કર, તું મારો દીકરો છે. હું તારા પર પ્રસન્ન છું.