gu_ta/translate/figs-apostrophe/01.md

6.1 KiB
Raw Permalink Blame History

વ્યાખ્યા

લોપ દર્શાવતું ચિહ્ન તે વાણીની રૂપરેખા છે જેમાં વક્તા તેનું ધ્યાન સાંભળનાર તરફથી દૂર હટાવી અને કોઈની સાથે વાત કરે છે અથવા કોઈવસ્તુ કે તે જાણે છે કે તેને કંઈ સાંભળી શકતું નથી.

વર્ણન

તે આવું તેના સાંભળનારાઓને, તે વ્યક્તિ અથવા વસ્તુ વિષે તેનો સંદેશ અથવા લાગણીઓ ખૂબ જ ભારપૂર્વક કહેવા માટે કરે છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

ઘણી ભાષાઓ લોપ દર્શાવતા ચિહ્નનો ઉપયોગ નથી કરતી, અને વાચકો તેનાથી મૂંઝવણમાં પડી જાય છે. તેઓને આશ્ચર્ય થશે કે વક્તા કોની સાથે વાત કરી રહ્યો છે, અથવા તેઓ વિચારશે કે વક્તા વસ્તુઓ સાથે વાત કરવામાં ઉન્મત છે અથવા જે લોકો સાંભળી શકતા નથી.

બાઈબલમાંના ઉદાહરણો

હે ગીલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ અથવા વરસાદ ન પડો (૨ શમૂએલ ૧:૨૧ ULB)

શાઉલ રાજાને ગિલ્બોઆ પર્વત પર મારી નાંખવામાં આવ્યો હતો, અને દાઉદે તેના વિષે એક દુખદ ગીત ગયું હતું. આ પર્વતોને કહીને કે તેઓ ઈચ્છે છે કે તેના પર ઝાકળ અથવા વરસાદ ન પડે, તે દ્વારા એ દર્શાવ્યું કે તે કેટલો દુઃખી હતો.

યરૂશાલેમ, યરૂશાલેમ, જે પ્રબોધકોને મારી નાખનાર અને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર. (લુક ૧૩:૩૪ ULB)

ઈસુ યરૂશાલેમના લોકો માટે પોતાની લાગણીઓ તેમના શિષ્યો અને ફરોશીઓના જૂથ સમક્ષ દર્શાવે છે. ત્યાંના લોકો તેમને સાંભળે છે છતાં સીધું જ યરૂશાલેમને કહેવાથી, ઈસુ દર્શાવે છે કે કેટલા ઊંડાણથી તેઓની ચિંતા કરે છે.

યહોવાહના વચનથી તેણે વેદી પાસે પોકારીને કહ્યું: ”વેદી, ”વેદી! યહોવાહ આમ કહે છે, ‘જુઓ, ...તારી ઉપર તેઓ માણસના હાડકાં બાળશે.’” (૧ રાજાઓ ૧૩:૨ ULB)

માણસના ઈશ્વર એવી રીતે બોલ્યા કે જાણે વેદી સાંભળી શકતી હોય, પરંતુ તેમને રાજાની ઈચ્છા હતી, જે ત્યાં ઊભો હતો, તેમને સંભાળવા માટે.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો લોપ દર્શાવતું ચિહ્ન કુદરતી હશે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ આપતો હોય તો, તેને ધ્યાનમાં લો. જો નહિ, તો અહીં અન્ય વિકલ્પ છે.

૧. જો આ રીતે બોલવું તમારા લોકો માટે મૂંઝવણ ભર્યું હોય, જે લોકો વક્તાને સાંભળે છે તો વક્તા સતત બોલવા દો કે જે તેઓને તે લોકો વિશે તેનો સંદેશ અથવા લાગણીઓ અથવા વસ્તુ કે જે તેને સાંભળી નથી શકતી.

અનુવાદ વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

૧. જો આ રીતે બોલવું તમારા લોકો માટે મૂંઝવણ ભર્યું હોય, જે લોકો વક્તાને સાંભળે છે તો વક્તા સતત બોલવા દો કે જે તેઓને તે લોકો વિશે તેનો સંદેશ અથવા લાગણીઓ અથવા વસ્તુ કે જે તેને સાંભળી નથી શકતી.

  • યહોવાહના વચનથી તેણે વેદી પાસે પોકારીને કહ્યું: ”વેદી, ”વેદી! યહોવાહ આમ કહે છે, ‘જુઓ, ...તારી ઉપર તેઓ માણસના હાડકાં બાળશે.’” (૧ રાજાઓ ૧૩:૨ ULB)

    • તેમણે આ વેદી વિષે કહ્યું: “યહોવાહ આમ કહે છે વેદી વિષે, ‘જુઓ, ... તેઓ તેના પર લોકોના હાડકાં બાળશે.
  • હે ગીલ્બોઆના પર્વતો, તમારા પર ઝાકળ અથવા વરસાદ ન પડો (૨ શમૂએલ ૧:૨૧ ULB)

    • આ ગિલ્બોઆના પર્વતો માટે, તેઓના પર ઝાકળ અથવા વરસાદ ન પડો