gu_ta/translate/choose-team/01.md

9.1 KiB

અનુવાદકર્તા જૂથનું મહત્વ

બાઈબલનું અનુવાદ કરવું તે ખૂબ મોટું અને મુશ્કેલ કાર્ય છે જેને પૂર્ણ કરવા માટે ઘણાં લોકોની જરૂર પડે છે. આ બાઈબલ અનુવાદકર્તા જૂથના સભ્યો દ્વારા આવશ્યક કુશળતાની ચર્ચા કરશે, અને જવાબદારીઓ કે જે આ લોકોને મળશે. કેટલાક લોકો પાસે ઘણી કુશળતા અને જવાબદારીઓ હશે, અને બીજા લોકો પાસે માત્ર થોડી. પરંતુ એ મહત્વનું છે કે દરેક બાઈબલ અનુવાદકર્તા જૂથમાં પૂરતા લોકોનો સમાવેશ થતો હોય કે જેથી જૂથમાં આ બધી જ કુશળતા રજૂ થતી હોય.

મંડળીના આગેવાનો

અનુવાદ યોજના શરૂ કરતાં અગાઉ, જેટલી શક્ય હોય તેટલી મંડળીઓનો સંપર્ક કરવો અને અનુવાદમાં ભાગ લેવા માટે ઉત્સાહિત કરવી અને તેઓના કેટલાક લોકોને અનુવાદકર્તા જૂથનો ભાગ બને. તેઓની સલાહ લેવી અને અનુવાદ યોજના માટે, તેના ધ્યેયો માટે અને તેની પ્રક્રિયા માટે તેઓને પૂછવું.

અનુવાદ સમિતિ

જો મંડળીઓના આગેવાનો અને મંડળીના માળખાંમાંથી એક સમિતિ બનાવવામાં આવે અને આ કાર્યને માટે તે માર્ગદર્શન આપે, અનુવાદકોની પસંદગી કરે, જે સમસ્યાઓ ઊભી થાય તેનું સમાધાન કરે, અને મંડળીઓને કાર્યને માટે પ્રાર્થના કરવા અને નાણાકીય સહાય કરવા માટે ઉત્સાહિત કરે.

આ સમિતિ તે લોકોને પસંદ કરી શકે છે જેઓ બીજા અને ત્રીજા સ્તરે અનુવાદની ચોકસાઈ માટે તપાસ કરે.

જ્યારે સમય આવે, આ સમિતિ અનુવાદના બંધારણ અંગે પણ નિર્ણયો કરી શકે છે, તેની વહેંચણી કેવી રીતે થશે, અને તેઓ મંડળીઓને અનુવાદ કરેલ વચનોનો ઉપયોગ કરવા માટે ઉત્સાહિત કરી શકે છે.

અનુવાદકો

આ તે લોકો છે જેઓ અનુવાદની રૂપરેખા તૈયાર કરવાનું કાર્ય કરે છે. અનુવાદ સમિતિ દ્વારા તેઓની નિમણુંક થશે. તેઓ લક્ષ્ય ભાષાના સ્થાનિક બોલનાર લોકો, જેઓ સ્રોત ભાષા (મુખ્યદ્વાર ભાષા) સારી રીતે વાંચી શકે, અને તેઓ કે જેઓ પોતાના ખ્રિસ્તી ચારિત્ર્ય માટે સમાજમાં સન્માનીય હોવા જોઈએ. આ વિષેની વધુ માહિતી માટે, જુઓ અનુવાદકર્તાની યોગ્યતા.

પ્રથમ રૂપરેખા બનાવવા સાથે, આ લોકો અનુવાદકર્તા જૂથની રચના કરશે કે જેઓ એકબીજાના કાર્યની તપાસ કરશે, જેઓ ભાષા સમુદાય સાથે અનુવાદને તપાસસે, અને બીજા અને ત્રીજા સ્તરના તપાસકર્તાઓ દ્વારા કરવામાં આવેલ સૂચનોને સુધારશે. દરેક નિરીક્ષણ અથવા તપાસ સત્ર પછી, આ અનુવાદકો અનુવાદમાં જરૂરી સુધારા કરવા માટે જવાબદાર છે, જેથી તે સૌથી સારી રીતે જે સંદેશ આપી શકે. તેથી તેઓ અનુવાદને ઘણી, ઘણી વખત સુધારશે.

લખનાર (ટાઈપ કરનાર)

જો અનુવાદકો તેઓની જાતે જ અનુવાદની રૂપરેખાને કોમ્પ્યુટર અથવા ટેબલેટમાં નાખતા નથી, તો પછી જૂથમાંથી કોઈએ તે કરવું જરૂરી છે. આ કોઈ એવી વ્યક્તિ હોવી જોઈએ કે જે ઘણી ભૂલો કર્યા વિના ટાઈપ કરે. આ વ્યક્તિએ વિરામચિહ્નોનો ઉપયોગ સાચી અને સતત કેવી રીતે કરવો તે જાણતા હોવું જોઈએ. આ વ્યક્તિએ તપાસના દરેક સ્તર પછી અનુવાદમાં પુનરાવર્તન અને સુધારણા ટાઈપ કરવાની જરૂર પડી શકે છે.

અનુવાદ પરીક્ષકો

કેટલાક લોકોએ ભાષા સમુદાયના સભ્યો સાથે અનુવાદને ચકાસવાની જરૂર છે જેથી ખાતરી કરી શકાય કે અનુવાદ લક્ષ્ય ભાષામાં સ્પષ્ટ અને કુદરતી લાગે છે. સામાન્ય રીતે આ અનુવાદકો છે, પરંતુ તેઓ અન્ય લોકો હોઈ શકે છે. આ પરિક્ષકોએ અનુવાદને લોકોની સમક્ષ વાંચવું અને પછી તેઓ કેવી રીતે સમજ્યા છે તે જાણવા માટે પ્રશ્નો પૂછવા. આ કાર્યના વર્ણન માટે, જુઓ અન્ય પદ્ધતિઓ.

તપાસકર્તાઓ

અનુવાદની ચોકાસાઈ માટે જે લોકોને પસંદ કરવામાં આવ્યા છે તે લોકો અગાઉથી જ સ્રોત ભાષામાં બાઈબલ સારી રીતે જાણતા હોવા જોઈએ. તેઓ સ્રોત ભાષામાં સારી રીતે વાંચી શકે તેવા હોવા જોઈએ. તેઓ અનુવાદ તે દરેક બાબતો જે સ્રોત ભાષામાં છે તે તેમાં છે કે નહિ તે માટે અનુવાદની સરખામણી સ્રોત બાઈબલ સાથે કરશે. તેઓ એવા લોકો હોવા જોઈએ જે અનુવાદ કાર્યમાં રસ ધરાવતા હોય અને જેઓની પાસે તપાસનું સારું કાર્ય કરવાનો સમય હોય. જો આ લોકો જુદી-જુદી મંડળીના સભ્યોનો સમાવેશ કરે તે સારું છે કે જેઓ લક્ષ્ય ભાષા બોલતા હોય અને જેઓ અનુવાદનો ઉપયોગ કરી શકે. દ્વિતીય સ્તરના તપાસકર્તાઓ સ્થાનિક મંડળીના આગેવાનો હોવા જોઈએ. તૃતીય સ્તરના તપાસકર્તાઓ મંડળીના જૂથના આગેવાનો, અથવા ભાષા કાર્યના વિસ્તારમાં સન્માનીય હોય. જો કે આમાંના ઘણાં લોકો ખૂબ જ વ્યસ્ત છે, તો જુદાં-જુદાં લોકોને જુદાં પુસ્તકો અથવા અધ્યાયો મોકલવા ઉત્તમ કાર્ય હશે, અને એક અથવા બે લોકો ઉપર આખા અનુવાદનો બોજ નહિ આવી પડે.