gu_ta/process/intro-publishing/01.md

1.7 KiB

પ્રકાશન ઝાંખી

એક વખત કાર્યને જ્યારે Door43માં ઉમેરી દેવામાં આવે, તે તમારા ઉપયોગનાં ખાતા હેઠળ ઓનલાઈન ઉપલબ્ધ થઈ જશે. આ સ્વ-પ્રકાશન તરીકે ઓળખાય છે. તમારી પાસે તમારા કામનું વેબ સંસ્કરણનો પ્રવેશ હક અહીંયા http://door43.org/u/user_name/project_name હશે. (જ્યાં ઉપયોગ કર્તાનુ નામ એટલે તમારું નામ અને યોજનાનું નામ એટલે તમારા અનુવાદ કાર્યનુ નામ). જ્યારે તમે ઉપલોડ કરો છો ત્યારે ટ્રાન્સલેશનસ્ટુડીઓ એપ તમને યોગ્ય લીંક આપે છે. તમે બધી યોજનાઓ પણ અહીં http://door43.org શોધી કરી શકો છો.

તમારા Door43 પાન પરથી તમે:

  • તમારી યોજના સાથે તમે મૂળભૂત બંધારણ જોઈ શકો છો.
  • તમારી યોજનાના દસ્તાવેજોને તમે ડાઉનલોડ કરી શકો છો (જેમ કે PDF)
  • તમારી યોજના માટે તમે સ્રોત ફાઈલોમાંથી લીંક મેળવી શકો છો.
  • તમારી યોજના વિષે તમે અન્ય સાથે વાર્તાલાપ કરી શકો છો.