gu_ta/checking/vol2-backtranslation-written/01.md

5.1 KiB

ત્યાં બે પ્રકારના લેખિત પૃષ્ઠભૂમિ અનુવાદો છે.

બે લીટીઓ વચ્ચેનું પૃષ્ઠભૂમિ અનુવાદ

બે લીટીઓ વચ્ચેનું પૃષ્ઠભૂમિ અનુવાદ તે એવું અનુવાદ છે કે જેમાં પૃષ્ઠભૂમિ અનુવાદક દરેક શબ્દના અનુવાદને લક્ષ્ય ભાષાના અનુવાદના શબ્દ નીચે મૂકવમાં આવે છે. આ એક લખાણમાં પરિણમે છે જેમાં લક્ષ્ય ભાષાની દરેક લીટી વ્યાપક સંચારની ભાષામાં એક લીટી દ્વારા અનુસરવામાં આવે છે. આ પ્રકારના અનુવાદથી એ ફાયદો થાય છે કે તપાસકાર સહેલાઈથી જોઈ શકે છે કે અનુવાદ કરનાર જૂથ કેવી રીતે લક્ષ્ય ભાષાના દરેક શબ્દનુ અનુવાદ કરે છે. તે દરેક લક્ષ્ય ભાષાના શબ્દના અર્થની શ્રેણીને વધુ સરળતાથી જોઈ શકે છે અને તુલના કરી શકે છે કે તે કેવી રીતે તેનો ઉપયોગ અલગ અલગ સંદર્ભોમાં થાય છે. આ પ્રકારના પૃષ્ઠભૂમિ અનુવાદનો ગેરલાભ એ છે કે વ્યાપક સંવાદની ભાષામાં લખાણની રેખા વ્યક્તિગત શબ્દોના અનુવાદોથી બનેલી છે. આ લખાણને વાંચવું અને સમજવું મુશ્કેલ બનાવે છે, અને તે અન્ય પૃષ્ઠભૂમિ અનુવાદની પદ્ધતિ કરતાં અનુવાદ તપાસકારના મનમાં વધુ પ્રશ્નો અને ગેરસમજ ઉભી કરે છે. આ જ કારણને લીધે અમે બાઈબલના અનુવાદ માટે શબ્દ-માટે-શબ્દ અનુવાદ પદ્ધતિની ભલામણ કરતાં નથી.

સ્વતંત્ર પૃષ્ઠભૂમિ અનુવાદ

સ્વતંત્ર પૃષ્ઠભૂમિ અનુવાદ તે છે જેમાં પૃષ્ઠભૂમિ અનુવાદક લક્ષ્ય ભાષામાંથી વ્યાપક સંવાદથી ભાષામાં અલગ સંબોધનની ભાષામાં અનુવાદ કરે છે. આ પદ્ધતિનો ગેરલાભ એ છે કે પૃષ્ઠભૂમિ અનુવાદ તે લક્ષ્ય ભાષાના અનુવાદ સાથે નજીકથી સંબંધિત નથી. પૃષ્ઠભૂમિ અનુવાદક જ્યારે બાઈબલનું પૃષ્ઠભૂમિ અનુવાદ કરે ત્યારે આ ગેરલાભ દૂર કરી શકે છે, જો કે, પૃષ્ઠભૂમિ અનુવાદ સાથે કલમનો ક્રમાંક સામેલ કરીને તે કરી શકે છે. બંને અનુવાદોમાં કલમનો ક્રમાંકોનો ઉલ્લેખ કરીને, અનુવાદ તપાસકાર તેની નોંધ રાખી શકે છે કે લક્ષ્ય ભાષા અનુવાદનો કયો ભાગ પૃષ્ઠભૂમિ અનુવાદનું પ્રતિનિધિત્વ કરે છે. આ પદ્ધતિનો ફાયદો એ છે કે પૃષ્ઠભૂમિ અનુવાદ વ્યાપક સંચારની ભાષાના વ્યાકરણ અને શબ્દના ક્રમનો ઉપયોગ કરે છે, અને તે અનુવાદ તપાસકાર માટે વાંચવું અને સમજવું ખૂબ જ સરળ થઈ જાય છે. જો કે ભાષાના વ્યાપક સંચાર માટે વ્યાકરણ અને શબ્દના ક્રમનો ઉપયોગ કરીને પણ, પૃષ્ઠભૂમિ અનુવાદકે યાદ રાખવું જોઈએ કે તેમણે શબ્દશઃ અનુવાદ કરવાનું છે. અમે ભલામણ કરીએ છીએ કે પૃષ્ઠભૂમિ અનુવાદક આ સ્વતંત્ર પૃષ્ઠભૂમિ અનુવાદની પદ્ધતિનો ઉપયોગ કરે.