gu_ta/checking/vol2-backtranslation-guidel.../01.md

10 KiB

૧. શબ્દો અને કલમો માટે લક્ષ્ય ભાષાનો ઉપયોગ બતાવવો

અ. શબ્દનો અર્થ ક્રમાનુસાર વાપરો

જો શબ્દનો એક જ પાયાનો અર્થ હોય તો, પૃષ્ઠભૂમિ અનુવાદકે એવાજ શબ્દનો ઉપયોગ કરવો જે વ્યાપક સદેશા વ્યવહારને આખા અનુવાદમા રજુ કરે છે. તેમ છતા, જો, લક્ષ્ય ભાષામાં એક કરતા વધારે અર્થ હોય, એટલે કે સંદર્ભમાં તેના આધારે તેનો અર્થ બદલાય છે, ત્યારબાદ પૃષ્ઠભૂમિ અનુવાદક વ્યાપક સદેશા વ્યવહારને લગતો યોગ્ય શબ્દ કે વાક્યનો ઉપયોગ કરી શકે છે, કે જે તે સંદર્ભમાં શબ્દનો ઉપયોગ શ્રેષ્ઠ રૂપે રજૂ કરે છે. અનુવાદ તપાસનાર માટે મૂંઝવણ ટાળવા માટે, પૃષ્ઠભૂમિ અનુવાદક બીજા અર્થને કૌંસમા પહેલી વખત મૂકી શકે છે કે તે શબ્દનો અલગ રીતે ઉપયોગ કરે, જેથી અનુવાદ તપાસકારને જોઈ અને સમજી શકે કે આ શબ્દનો એક કરતા વધારે અર્થ છે. ઉદાહરણ તરીકે, તે કદાચ લખે, “આવ (જા)” અને જો ભાષાકિય શબ્દને “જા” એ રિતે અગાઉ અનુવાદ કરવામા આવ્યો હોય અને નવા અનુવાદના સન્દર્ભમા “આવ” કર્યુ હોય.

જો લક્ષ્ય ભાષાના અનુવાદમાં રૂઢીપ્રયોગોનો ઉપયોગ કરે, અનુવાદક શાબ્દિક રીતે તેનો અનુવાદ કરે તો અનુવાદ તપાસનારને ખુબ જ મદદ મળી શકે. (શબ્દના અર્થ પ્રમાને) પણ કૌંસમા રૂઢીપ્રયોગોનો અર્થ પણ સમાવેશ કરવો. એ જ રીતે અનુવાદ તપાસનાર જોઈ શકશે કે અનુવાદમા રૂઢીપ્રયોગોનો ઉપયોગ તે સ્થાને થયો છે અને તેનો અર્થ પણ જોઈ શકશે. ઉદાહરણ તરીકે, પૃષ્ઠભૂમિ અનુવાદક કદાચ કોઈ રૂઢીપ્રયોગનો અનુવાદ કરે જેમ કે, “તેણે ડોલને લાત મારી (તે મરણ પામ્યો).” જો કદાચ રૂઢીપ્રયોગો એક કે બે કરતા વધારે વખત વપરાયો હોય, તો અનુવાદકે તેને ફરિ ઉદાહરણ તરીકે વર્ણવવાનું નથી, પણ તે માત્ર શાબ્દિક રીતે અનુવાદ કરી શકે અથવા માત્ર અર્થનું જ અનુવાદ કરે.

બ વાણીના ભાગોને સમાન જ રાખો

પૃષ્ઠભૂમિના અનુવાદમા, અનુવાદકે દર્શાવેલી ભાષામાં વ્યાપક સદેશા વ્યવહારમા બોલવાની રીતને પ્રદર્શિત કરે. એનો અર્થ કે પૃષ્ઠભૂમિ અનુવાદક નામને નામથી, ક્રિયાપદને ક્રિયાપદથી અને સુધરણાને સુધારણાથી અનુવાદ કરવાનું છે. અનુવાદ તપાસનારને ભાષાના શબ્દો જોવામા મદદરૂપ થશે.

ક. કલમોની શૈલીને એવી જ રાખવી

પૃષ્ઠભૂમિ અનુવાદમાં, પૃષ્ઠભૂમિ અનુવાદક કલમોને લક્ષ્ય ભાષામાં સમાન કલામોની શૈલીને ભાષાના વ્યાપક સદેશા વ્યવહાર જાળવી રાખે. ઉદાહરણ તરીકે, જો લક્ષ્ય ભાષાની કલમોમાં આદેશનો ઉપયોગ કરે છે, તો પૃષ્ઠભૂમિ અનુવાદકે પણ વિનંતિ કે સલાહને બદલે આદેશનો ઉપયોગ કરવો જોઈએ. અથવા જો લક્ષ્ય ભાષા અનુવાદમાં અલંકારિક કલમોનો ઉપયોગ કરે તો અનુવાદક પણ બીજા વાક્ય કે અભિવ્યક્તિને બદલે પ્રશ્ન ઉપયોગ કરી શકે છે. .

ડ. વિરામચિહ્નોને એક સમાન રાખવા.

પૃષ્ઠભૂમિ અનુવાદક પણ એક સમાન વિરામચિહ્નોનો ઉપયોગ કરે, જેમ પૃષ્ઠભૂમિ અનુવાદમા લક્ષ્ય ભાષામાં દર્શવાયુ છે તેમ. ઉદાહરણ અનુવાદમા જ્યા કહી પણ અલ્પવિરામ હોય ત્યાં, અનુવાદક પણ તે જગ્યાએ અલ્પવિરામ મુકે. ભાગ, ઉદ્દગાર ચિહ્નો, અવતરણ ચિહ્નો અને દરેક દરેક વિરામચિહ્નોએ બંને અનુવાદમાં એક જ સ્થાને હોવું જોઈએ. . તે રીતે અનુવાદ તપાસનાર સહેલાઈથી જાણી શકે કે અનુવાદ્મા કયો ભાગ એ ભાષાના અનુવાદને દર્શાવે છે . જ્યારે બાઈબલનુ અનુવાદ કરવામા આવે ત્યારે એ ખુબ જરુરી છે કે અધ્યાય અને કલમો યોગ્ય સ્થાને અનુવાદમા દર્શવેલી હોય.

ઈ. જટિલ શબ્દોનો પુરો અર્થ બતાવવો

ઘણી વખત લક્ષ્ય ભાષામાં શબ્દો વ્યાપક સંદેશા વ્યવહારની ભાષાના શબ્દો કરતાં વધુ જટિલ હોય છે. તેવી સ્થિતીમા, પૃષ્ઠભૂમિ અનુવાદકે ભાષાનું અનુવાદ કરતી વખતે તે વાક્યને લાંબા વાક્યમા વ્યાપક સદેશા વ્યવહારમા પ્રદર્શિત કરવાનું રહેશે. એ જરુરી છે કારણ કે અનુવાદ તપાસનાર અર્થને શક્ય રીતે વધુ સારી રીતે જોઈ શકે. ઉદાહરણ તરીકે, નિર્ધારિત ભાષામાં એક શબ્દનો અનુવાદ કરવો એ વ્યાપક સંદેશા વ્યવહારમાં વાક્યનો ઉપયોગ કરવો જરુરી બની જાય છે, જેમ કે, “ઉપર જાવ” અથવા “સુતા રહેવુ”. ઉપરાંત, ઘણી ભાષામાં વ્યાપક સંદેશા વ્યવહારની ભાષામાં કરતાં અમુક શબ્દો ઘણી બધી માહિતી ધરાવતા હોય છે. એ બાબતોમા, જો અનુવાદક વધારાની માહિતી કૌંશમા સમાવીલે તો ખુબ ઉપયોગી બનશે. જેમ કે “આપણે” (વ્યાપક),” અથવા “તમે (સ્ત્રિલિંગ કે બહુવચન}.”

૨ વ્યાપક સદેશા વ્યવહારમાં વાક્ય શૈલી અને ઔપચારીક માળખું ભાષામા વાપરવુ.

પૃષ્ઠભૂમિ અનુવાદમાં વાક્ય બંધારણનો ઉપયોગ કરવો જોઈએ જે વ્યાપક સદેશા વ્યવહારની ભાષા માટે કુદરતી છે, નહિ કે લક્ષ્ય ભાષામાં ઉપયોગમાં માળખું. એનો અર્થ એ થયો કે પૃષ્ઠભૂમિ અનુવાદમાં શબ્દ રચના ભાષાની વ્યાપક સંદેશા વ્યવહારનો તટસ્થ રીતે ઉપયોગમાં લેવી, નહિ કે જે શબ્દ રચના લક્ષ્ય ભાષામાં ઉપયોગમાં લેવાઈ છે. પૃષ્ઠભૂમિ અનુવાદમાં એકબીજા સાથે શબ્દસમૂહોને લગતી રીતનો ઉપયોગ કરવો જોઈએ અને જે રીતે તર્કસંગત સંબંધો સૂચવે છે તે મુજબ, જેમ કે કારણ અથવા ઉદ્દેશ, કે જે ભાષાની વ્યાપક સંદેશા વ્યવહાર માટે તટસ્થ છે. આ પૃષ્ઠભૂમિ અનુવાદ, અનુવાદ તપાસકાર માટે વધુ સરળ અને સમજી શકે તેવું બનાવે છે. આ પૃષ્ઠભૂમિ અનુવાદને તપાસવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે.