gu_ta/checking/headings/01.md

8.2 KiB

વિભાગના શીર્ષક વિષયક નિર્ણયો

અનુવાદ કરનાર જૂથે લેવાના નિર્ણયો પૈકી એક તે હશે કે વિભાગ શીર્ષકોનો ઉપયોગ કરવો કે નહીં. વિભાગ શીર્ષકો તે મથાળા જેવા જ હોય જે બાઈબલના દરેક વિભાગ પહેલા જે નવા વિષયની શરૂઆત કરે છે. વિભાગનું શીર્ષક લોકોને જણાવે છે કે આ વિભાગ શેના વિષે છે. કેટલાક બાઈબલના અનુવાદો તેનો ઉપયોગ કરે છે, અને બીજા નથી કરતાં. મોટાભાગના લોકો જે રાષ્ટ્રીય ભાષામાં બાઈબલ છે તેનો ઉપયોગ કરે છે તેને તમે અનુસરી શકો છો. તમે એ પણ શોધી શકો છો કે ભાષા સમુદાય શું પસંદ કરે છે.

બાઈબલના લખાણ ઉપરાંત, વિભાગના શીર્ષકો વધુ કામ માંગી લે છે, કારણ કે તમારે એક તો તે દરેકને લખવું અથવા તો અનુવાદ કરવું પડે છે. તે તમારા બાઈબલ અનુવાદને વધુ લાંબુ પણ બનાવી શકે છે. પરંતુ વિભાગીય શીર્ષક તમારા વાચકને ખૂબ મદદરૂપ થઈ શકે છે. વિભાગીય શીર્ષક બાઈબલ જે વિવિધ વસ્તુઓ વિષે વાત કરે છે તેને શોધવું ખૂબ સહેલું બનાવે છે. જો કોઈ વ્યક્તિ ખાસ કરીને કંઈક શોધી રહ્યું હોય, તે ફક્ત વિભાગીય શીર્ષકો વાંચીને, જે વિષય પર વાંચન કરવા માગે છે તે મળે નહીં ત્યાં સુધી તેને શોધી શકે છે. ત્યાર બાદ તે વિભાગ વાંચી શકે છે.

જો તમે વિભાગના શીર્ષકનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો હોય તો, તમારે નિર્ણય કરવો પડે કે કયા પ્રકારના શીર્ષકનો ઉપયોગ કરવો. ફરીથી, તમારે શોધી કાઢવું પડશે કે ભાષા સમુદાય કયા પ્રકારના વિભાગીય શીર્ષકને પસંદ કરે છે, અને તમારે રાષ્ટ્રીય ભાષાની શૈલીને પણ અનુસરવાનું રહેશે. એક પ્રકારના વિભાગના શીર્ષકનો ઉપયોગ કરતાં ખાતરી કરી લો કે લેખન જે તે વિષયનો પરિચય આપતું નથી લોકો તે સમજી લે. વિભાગના શીર્ષક તે શાસ્ત્રનો ભાગ નથી; તે ફક્ત શાસ્ત્રના અન્ય ભાગનું માર્ગદર્શન છે. તમે તેને વિભાગીય શીર્ષકની આગળ તથા પાછળ જગ્યા છોડીને અને અલગ અક્ષરોનો ઉપયોગ કરીને (અક્ષરોની શૈલી), અથવા અક્ષરોના વિવિધ કદ પસંદ કરીને સ્પષ્ટ કરી શકો છો. રાષ્ટ્રીય ભાષામાં બાઈબલ તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જુઓ, અને ભાષા સમુદાયની સાથે અલગ અલગ પધ્ધતિની ચકાસણી કરો.

વિભાગ શીર્ષકોના પ્રકારો

વિભાગ શીર્ષક ઘણા વિવિધ પ્રકારના હોય છે. દરેક લોકો કેવી રીતે જોશે તેની સાથે અહિ તેના કેટલાક જુદાં-જુદાં પ્રકારોના ઉદાહરણો છે, માર્ક 2:1-12:

  • સારાંશ નિવેદન "એક પક્ષઘાતીને સાજાપણું આપીને, ઈસુએ પોતાનો પાપની માફી આપવાનો તથા સાજાપણું આપવાનો અધિકાર પ્રગટ કર્યો." આ વિભાગના મુખ્ય મુદ્દાના સારાંશ કરવાનો પ્રયત્ન કરે છે, અને તેથી તે સંપૂર્ણ વાક્યમાં સૌથી વધુ માહિતી આપે છે.
  • વિવરણાત્મક ટિપ્પણી: "ઈસુ પક્ષઘાતીને સાજાપણું આપે છે." આ પણ એક પૂર્ણ વાક્ય છે, પરંતુ વાચકને યાદ અપાવવાની પૂરતી માહિતી આપે છે કે કયો વિભાગ અનુસરવો.
  • વિષયાત્મક સંદર્ભ: "પક્ષઘાતીનો ઉપચાર." આ ખૂબ જ ટૂંકા થવા માટે પ્રયાસ કરે છે, થોડા જ શબ્દોનું શીર્ષક આપવું. આ જગ્યા બચાવી શકે છે, પરંતુ તે કદાચ એવા લોકો માટે જ ઉપયોગી છે જેઓ અગાઉથી જ બાઈબલને સારી રીતે જાણતા હોય.
  • પ્રશ્ન: "શું ઈસુની પાસે સજાપણું તથા પાપ માફ કરવાનો અધિકાર છે? આ એક પ્રશ્ન બનાવે છે જે વિભાગની માહિતીમાં જવાબો છે. જે લોકો પાસે બાઈબલ વિષે ઘણા બધા પ્રશો હોય ખાસ કરીને તેવા વ્યક્તિઓ માટે આ ઉપયોગી છે.
  • "ટિપ્પણી વિષે: "ઈસુ પક્ષઘાતીને સાજાપણું આપે છે તે વિષે. આ એક સ્પષ્ટ કરે છે જે કહે છે કે વિભાગ શેના વિષે વાત કરવાનો પ્રયાસ કરે છે. જે જોવાનું સરળ બનાવે છે તે આ હોઈ શકે છે શીર્ષક શાસ્ત્રોના શબ્દોનો ભાગ નથી.

જેમ તમે જોઈ શકો છો તેમ, ઘણા વિવિધ પ્રકારના વિભાગ શિર્શકો હોઈ શકે છે, પરંતુ તે સર્વનો હેતુ એક સામાન જ છે. તે વાચકને જે બાઈબલ અનુસરે છે તેના મુખ્ય વિષયના વિભાગની સર્વ માહિતી આપે છે. કેટલાક ટૂંકા અને કેટલાક લાંબા હોય છે. કેટલાક ફક્ત થોડી જ માહિતી આપે છે અને કેટલાક વધારે માહિતી આપે છે. તમે વિવિધ પ્રકારો સાથે પ્રયોગ કરી શકો છો, અને લોકોને પૂછો કે તેઓ શું વિચારે છે કયો પ્રકાર સૌથી વધુ મદદરૂપ છે.