gu_ta/checking/community-evaluation/01.md

3.8 KiB

અમે, અનુવાદ કરનાર જૂથના સભ્યો, ખાતરી આપીએ છીએ કે અમે ભાષા સમુદાયના સભ્યો સાથે મળીને અનુવાદની ચકાસણી કરી છે.

  • અમે અનુવાદની ચકાસણી જુવાન તથા વુધ્ધ લોકો અને સ્ત્રીઓ તથા પુરુષો સાથે કરી છે.
  • જ્યારે અમે અનુવાદની ચકાસણી કરી ત્યારે અમે અનુવાદના પ્રશ્નોનો ઉપયોગ કર્યો હતો.
  • અમે અનુવાદને વધુ સ્પષ્ટ અને સમજવા માટે સરળ બને તે માટે જે સ્થળે સમુદાયના સભ્યો સારી રીતે સમજી શક્યા નહોતા ત્યાં સુધારો કર્યો હતો.

મહેરબાની કરીને નીચેના પ્રશ્નોના પણ જવાબ આપો. આ પ્રશ્નોનાં જવાબો વ્યાપક ખ્રિસ્તી સમુદાયને જાણવામાં મદદરૂપ થશે કે નિર્ધારિત ભાષા સમુદાય આ અનુવાદને સ્પષ્ટ, સચોટ અને સરળ માને છે.

  • એવા કેટલાક ફકરાઓની યાદી બનાવો જ્યાં સમુદાયનો પ્રતિસાદ મદદરૂપ હતો. તમે તેઓને વધુ સરળ બનાવવા માટે કેવી રીતે ફકરાઓને બદલ્યા?



  • મૂળ ભાષામાં ઉપયોગમાં લીધેલા કેટલાક મહત્વપૂર્ણ પદો કેવી રીતે સમાન છે તે સમજાવવા માટે સમજૂતી લખો, આ તપાસ કરનારને સમજવામાં મદદરૂપ થશે કે તમે આ પદ કેમ પસંદ કર્યું છે.



  • શું સમુદાય તે વાતની ખાતરી આપે છે કે જ્યારે ફકરાઓ વાંચવામાં આવ્યા ત્યારે ભાષાનો પ્રવાહ સારો હતો? (શું તે ભાષાના અવાજ પરથી તમને લાગે છે કે લેખત તમારા સમુદાયનો જ હતો?)



સમુદાયના આગેવાનો કદાચ તેઓની માહિતી અહિયાં ઉમેરવા માગતા હોય અથવા આ અનુવાદ સ્થાનિક સમુદાય માટે કેટલું સ્વીકાર્ય છે તેનું નિવેદન આપવા માગતા હોય. આ બાબતને બીજા સ્તરના સમુદાય તપાસ મૂલ્યાંકન માહિતીના ભાગરૂપે સમાવેશ કરી શકાય છે. વ્યાપક મંડળીના આગેવાનોને આ માહિતી પ્રાપ્ય હશે, અને તે સ્થાનિક ખ્રિસ્તી સમુદાય દ્વારા માન્ય થયેલ હોય, જ્યારે તેઓ બીજા સ્તરનું મંડળી દ્વારા તપાસ અને ત્રીજા સ્તરની તપાસ કરતાં હોય તેમને સમર્થન કરવામાં મદદરૂપ થશે.