gu_ta/checking/acceptable/01.md

3.0 KiB

અનુવાદ સ્વીકાર્ય શૈલીમાં

જ્યારે તમે નવું અનુવાદ વાંચો, પોતાની જાતને આ પ્રશ્નો પૂછો. આ પ્રશ્નો નક્કી કરવામાં મદદ કરશે કે અનુવાદ જે તે ભાષાકીય સમુદાયની સ્વીકાર્ય શૈલીમાં થયું છે કે નહિ.

૧. શું આ અનુવાદ જે તે ભાષાકીય સમુદાયના નાના તથા વૃદ્ધ સભ્યો સહેલાઈથી સમજી શકે તેવી રીતે લખાયું છે? (જયારે પણ કોઈ વ્યક્તિ બોલે છે ત્યારે, તેઓ નાના તથા વુદ્ધ દર્શકો માટે શબ્દોની પસંદગી બદલી શકે છે.) શું આ અનુવાદ એવા શબ્દોમાં કરાયેલ છે જેનો સંદેશ નાના તથા વૃદ્ધ એમ બંને લોકો સમજી શકે? ૧. શું આ અનુવાદની શૈલી વધુ ઔપચારિક અથવા અનઔપચારિક છે? (શું તે બોલવાની રીત સ્થાનિક સમુદાય જે રીતે પસંદ કરે છે તે જ છે, અથવા તે વધુ કે ઓછું ઔપચારિક હોવું જોઈએ?) ૧. શું આ અનુવાદમાં ઘણાં શબ્દો બીજી ભાષામાંથી લેવામાં આવ્યા છે, અથવા શું આ શબ્દો ભાષાકીય સમુદાય માટે સ્વીકાર્ય છે? ૧. શું લેખક ભાષાના યોગ્ય સ્વરૂપનો ઉપયોગ કરે છે જે વિસ્તૃત ભાષાકીય સમુદાય માટે સ્વીકાર્ય છે? (શું તમારા સમગ્ર વિસ્તારની તમારી ભાષા બોલીઓથી લેખક પરિચિત છે? શું લેખક એવી ભાષાના પ્રકારનો ઉપયોગ કરે છે જે સમગ્ર ભાષાકીય સમુદાય સારી રીતે સમજી શકે છે, અથવા તે એવા પ્રકારનો ઉપયોગ કરે છે જે ફક્ત નાના વિસ્તારમાં થાય છે.

જો ત્યાં એવી જગ્યા છે જ્યાં અનુવાદમાં ભાષાનો ખોટી શૈલીમાં ઉપયોગ થયો છે, તેની નોંઘ કરી લો જેથી અનુવાદ કરનાર જૂથ સાથે તમે તેના ઉપર ચર્ચા કરી શકો.