gu_ta/translate/resources-fofs/01.md

22 lines
5.3 KiB
Markdown

### વર્ણન
અલંકાર એ બિન શાબ્દિક રીતે કહેવામાં ન આવેલ બાબતોને જણાવવા માટેનો એક માર્ગ છે. તેથી અલંકાર સ્વરૂપે કહેવામાં આવેલા શબ્દનો અર્થ સીધા કહેવામાં આવેલા શબ્દોનો જે અર્થ થાય છે તેવો ન પણ હોય. અલંકારો ઘણા પ્રકારના છે.
અનુવાદની નોંધમાં ફકરામાં રહેલા અલંકારની સમજુતી આપેલી હશે. કેટલીકવાર વૈકલ્પિક અનુવાદ પૂરો પાડવામાં આવે છે. તેને “AT” તરીકે અંકિત કરેલું હોય છે,જે “વૈકલ્પિક અનુવાદ” શબ્દના પહેલા બે અક્ષર છે. અનુવાદ શિક્ષણ (tA) સાથે જોડાએલુ પૃષ્ઠ પણ ત્યાં હશે જે તે પ્રકારના અલંકારની વધારાની માહિતી અને અનુવાદ માટેની વ્યૂહરચના આપે છે.
અર્થનો અનુવાદ કરવા માટે, તમે અલંકારને ઓળખી કાઢવા માટે સક્ષમ હોવા જોઈએ અને મૂળ સ્રોતની ભાષામાં તેનો શું અર્થ થાય છે તે જાણતા હોવા જોઈએ. પછી તમે કાં તો અલંકાર અથવા તે જ અર્થ ધરાવતો બીજો કોઈ માર્ગ અપનાવો કે જે લક્ષિત ભાષામાં તે જ અર્થ ધરાવતો હોય.
### અનુવાદની નોંધના ઉદાહરણો
>ઘણા આવશે<u>મારા નામે</u> અને કહેશે કે, ‘હું તે છું, અને તેઓ ઘણાને નાશમાં દોરી જશે. (માર્ક ૧૩:૬ ULB)
* **મારા નામે**-શક્ય અર્થ આ પ્રમાણે છે ૧)AT: “મારા અધિકારનો દાવો કરતા” કે ૨) “ઈશ્વરે તેઓને મોકલ્યા છે એવો દાવો કરતા.” (જુઓ:[વિશેષ લક્ષણ](../figs-metonymy/01.md)અને[રૂઢીપ્રયોગ])
આ નોંધમાં રહેલા અલંકારને વિશેષ લક્ષણ કહેવામાં આવે છે. “મારા નામે” એ શબ્દસમૂહ વક્તા(ઈસુ) ના નામનો ઉલ્લેખ નથી કરતો, પરંતુ તેમના વ્યક્તિત્વ અને અધિકારનો ઉલ્લેખ કરે છે. નોંધ આ ફકરામાં રહેલા વિશેષ લક્ષણ બે વૈકલ્પિક અનુવાદ દ્વારા સમજાવે છે. તે પછી, વિશેષ લક્ષણ વિષે tA પૃષ્ઠ સાથેનું જોડાણ છે. વિશેષ લક્ષણ વિષે અને અનુવાદ માટેના વિશેષ લક્ષણની સામાન્ય વ્યૂહરચના શીખવા માટે આપેલ જોડાણ પર ક્લિક કરો. આ શબ્દસમૂહ સામાન્ય રૂઢીપ્રયોગ પણ છે તેથી, નોંધમાં tA પૃષ્ઠ સાથેનું જોડાણ જે રૂઢીપ્રયોગોને સમજાવે છે તેનો સમાવેશ થાય છે.
>”<u> તમે સર્પોના વંશજો</u>! આવનાર કોપથી નાસી જવા તમને કોણે ચેતવ્યા? (લુક ૩:૭ ULB)
* **તમે સર્પોના વંશજો**-આ રૂપકમાં, યોહાન ટોળાને સર્પો સાથે સરખાવે છે, જે મારક કે ખતરનાક સર્પ, જેવા હોય છે કે જે શેતાનને દર્શાવે છે. AT: “તમે દુષ્ટ ઝેરી સર્પો” કે “લોકો જેમ ઝેરી સર્પોથી દૂર રહે છે તેમ લોકોએ તારાથી દૂર રહેવું જોઈએ” (જુઓ:[રૂપક](../figs-idiom/01.md))
આ નોંધમાંના અલંકારને રૂપક કહેવામાં આવે છે. નોંધ રૂપકને સમજાવે છે અને બે વૈકલ્પિક અનુવાદો આપે છે. તે પછી, રૂપક વિષે tA પૃષ્ઠ સાથેનું જોડાણ છે. રૂપક વિષેના અનુવાદ માટેની સામાન્ય વ્યૂહરચના શીખવા માટે આપેલ જોડાણ પર ક્લિક કરો.