gu_ta/translate/resources-connect/01.md

56 lines
9.5 KiB
Markdown

### વર્ણન
કેટલીકવાર, નોંધની યાદીના મથાળે, અન્ય નોંધ હોય છે જેની શરૂઆત **જોડતા વિધાનો** કે **સામાન્ય માહિતી** દ્વારા થાય છે.
**જોડતા વિધાનો**જણાવે છે કે તે ભાગમાંનો શાસ્ત્રનો તે વિભાગ પહેલાના વિભાગ સાથે કેવી રીતે સંકડાએલો છે. નીચે જણાવેલી કેટલીક માહિતી જોડતા વિધાનો વિષે છે.
* પછી ભલે તે ભાગ શરૂઆતમાં, વચ્ચે કે ફકરાની અંતે હોય
* કોણ બોલી રહ્યું છે
* વક્તા કોને કહી રહ્યા છે
**સામાન્ય માહિતી**નોંધ તે ભાગમાં જણાવવામાં આવેલા પ્રશ્નો વિષે કહે છે કે જેમાં એક કરતાં વધારે શબ્દસમૂહનો સમાવેશ થાય છે. નીચે જણાવેલ કેટલાક પ્રકારની માહિતી છે કે જે સામાન્ય માહિતી વિધાનમાં જોવા મળે છે.
* જે વ્યક્તિ કે વસ્તુ વિષે સંજ્ઞા જણાવે છે તે
* અગત્યની પશ્ચાદભૂમિકા કે ગર્ભિત માહિતી કે જે લખાણના તે ભાગમાં રહેલી છે તેને સમજવા માટે જરૂરી છે
* તાર્કિક દલીલો અને ઉપસંહાર
બંને પ્રકારની નોંધ તમને ફકરાને વધુ સારી રીતે સમજવા અને અનુવાદમાં સંબોધવા માટે તમારે જરૂર પડતાં મુદ્દાઓથી વાકેફ રહેવામાં મદદરૂપ થાય છે.
### ઉદાહરણો
#### પછી ભલે તે ભાગ શરૂઆતમાં, વચ્ચે કે ફકરાની અંતે હોય
><sup></sup>જ્યારે ઈસુએ તેમના બાર શિષ્યોને આજ્ઞા આપવાનું પૂરું કર્યું ત્યારે તે આવ્યું, તેઓના ગામોમાં શીખવવા માટે અને ઉપદેશ આપવાને માટે તે ત્યાંથી ગયા.<sup></sup>હવે જ્યારે યોહાને કેદખાનામાં ખ્રિસ્તના કામો સંબંધી સાંભળ્યું ત્યારે, તેણે તેના શિષ્યો દ્વારા સંદેશો મોકલ્યો <sup></sup> અને તેમને કહ્યું, “આવનાર તે તું જ છે કે અમે બીજાની રાહ જોઈએ?” (માથ્થી ૧૧:૧-૩ ULB)
* **સામાન્ય માહિતી**: - આ વાર્તાના નવા ભાગની શરૂઆત છે જ્યાં લેખક કહે છે કે ઈસુએ યોહાન બાપ્તિસ્તના શિષ્યોને કેવો પ્રતિભાવ આપ્યો. (જુઓ:* નવી ઘટનાની પ્રસ્તાવના*)
આ નોંધ તમને વાર્તાના નવા ભાગની શરૂઆત વિષે ચેતવે છે અને તમને એક પૃષ્ઠની કડી સાથે જોડે છે જે તમને નવી ઘટનાઓ અને પ્રશ્નોના અનુવાદ સંબંધી વધુ જણાવે.
#### કોણ બોલી રહ્યું છે
><sup>૧૭</sup>કેમ કે તે આપણામાંનો એક છે અને આ સેવા દ્વારા જે લાભ પ્રાપ્ત થાય છે તે તે મેળવે છે.” <sup>18</>(હવે તે માણસે તેના દુષ્ટ કાર્ય વડે પ્રાપ્ત કરેલા નાણાંમાંથી એક ખેતર વેચાતું લીધું. પછી તે પહેલા ઉંધા માથે પડ્યો, અને તેનું શરીર ફાટી ગયું, અને તેના બધા આંતરડા બહાર નીકળી પડ્યા. <sup>૧૯</sup> યરુશાલેમના સર્વ રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં હ્કેલ્દમા, એટલે લોહીનું ખેતર એવું પાડવામાં આવ્યું.) (પ્રેરિતોના કૃત્યો ૧: ૧૭-૧૯ ULB)
* **જોડતું વિધાન:**-પિતરે વિશ્વાસીઓને જે ભાષણ આપવાનું શરુ કર્યું હતું તે તેણે ચાલુ રાખ્યું *પ્રેરિતોના કૃત્યો ૧:૧૬*.
આ નોંધ તમને જણાવે છે કે તે પિતર છે કે કલમ ૧૭માં હજુ બોલી રહ્યો છે જેથી તમે તમારી ભાષામાં તેને સાચી રીતે દર્શાવી શકો.
#### જે વ્યક્તિ કે વસ્તુ વિષે સંજ્ઞા જણાવે છે તે
><sup>૨૦</sup>અને યશાયા ખૂબ હિંમતથી કહે છે,
>”જેઓ મને શોધતા ન હતા તેઓને હું મળ્યો.
>જેઓ મારા વિષે પૂછ્તા ન હતા તેઓની આગળ હું પ્રગટ થયો.”
><sup>૨૧</sup> પણ ઇઝરાયલને તે કહે છે,” આખો દિવસ મેં મારા હાથ પ્રસાર્યા
>બિનઆજ્ઞાધીન અને વિરુદ્ધ બોલનારા લોકો તરફ.”(રોમન ૧૦:૨૦-૨૧ ULB)
* **સામાન્ય માહિતી:**- અહીં “હું,” “મને,” અને “મારા” એ શબ્દો ઈશ્વર વિષે છે.
તમે જે સંજ્ઞાઓનો ઉપયોગ કરો છો તેના સંબંધી આ નોંધ તમને જણાવે છે. તમારે તેમાં કંઈક ઉમેરો કરવાની જરૂર છે જેથી વાંચકો જાણશે કે યશાયા પોતાને વિષે કહેતો નથી, પરંતુ ઈશ્વરે જે કહેલું છે તેને તે ટાંકે છે.
#### અગત્યની પશ્ચાદભૂમિકા કે ગૃહિત માહિતી
><sup>૨૬</sup> હવે પ્રભુના દૂતે ફીલીપની સાથે વાત કરી અને કહ્યું, “ઊઠ, અને યરુશાલેમથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા.” (આ માર્ગ અરણ્યમાં છે.) <sup>૨૭</sup>તે ઊઠીને ગયો. જુઓ, એક હબશી ખોજો જે હબશીઓની રાણી કંદિકાના હાથ નીચે મોટો અમલદાર હતો. તે તેના સઘળા ભંડારનો કારભારી હતો. તે ભજન કરવા સારુ યરુશાલેમ આવ્યો હતો.<sup>૨૮</sup> તે પાછો જતા પોતાના રથમાં બેસીને યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચતો હતો. (પ્રેરીતોના કૃત્યો ૮:૨૬-૨૮ ULB)
* **સામાન્ય માહિતી:**-આ ફિલિપ અને ઈથિયોપિયાના માણસ વચ્ચેની વાર્તાની શરૂઆતનો ભાગ છે. કલમ ૨૭ ઈથિયોપિયાના માણસની પશ્ચાદભૂમિકા વિષે માહિતી આપે છે. (જુઓ:*પશ્ચાદભૂમિકાઓ*)
આ નોંધ તમને વાર્તાના નવા વિભાગ વિષે ચેતવે છે અને કેટલીક પશ્ચાદભૂમિકા વિશેની માહિતી આપેછે જેથી તમે આ બાબતો વિષે સજાગ થાઓ અને આ બાબતો દર્શાવવા માટે તમારી ભાષાના માર્ગોનો ઉપયોગ કરો. નોંધમાં પૃષ્ઠ સાથેની કડી પણ જોડાએલી છે જે તમને પશ્ચાદભૂમિકા આપે છે જેથી તમે આ પ્રકારની માહિતીનો કેવી રીતે અનુવાદ કરી શકાય તે શીખી શકો.