gu_ta/translate/resources-alterm/01.md

22 lines
5.1 KiB
Markdown

#### વર્ણન
જ્યારે બાઈબલના વિદ્વાનોની શબ્દ કે શબ્દસમૂહ માટેની અલગ અલગ સમજણ હોય છે ત્યારે વૈકલ્પિક અર્થનો ઉલ્લેખ કરવામાં આવે છે.
ULB લખાણ સાથેની નોંધમાં એ શબ્દો સાથેના વર્ણનથી શરૂઆત કરવામાં આવી હશે કે “શક્ય અર્થ આ પ્રમાણે છે.” અર્થને ક્રમ આપવામાં આવ્યા છે, અને સૌથી પ્રથમ જે છે તે એ છે કે બાઈબલના મોટાભાગના વિદ્વાનો તેને સાચું માને છે. જો અર્થને એ પ્રમાણે દર્શાવવામાં આવ્યો હોય કે જેથી તેનો અનુવાદમાં ઉપયોગ કરી શકાય તો, તેની આસપાસ અવતરણ ચિન્હ હશે.
કયા અર્થનો અનુવાદ કરવો તે અનુવાદકે નક્કી કરવાની જરૂર છે. અનુવાદક પ્રથમ અર્થને પસંદ કરી શકે, કે બીજો કોઈ અર્થ પસંદ કરી શકે કે જેનો તેમના સમુદાયના લોકો ઉપયોગ કરતા હોય અને બાઈબલની અન્ય કોઈ આવૃત્તિને માન આપતા હોય તો તેઓની પાસે તે અન્ય અર્થ છે.
### અનુવાદ માટેની નોંધના ઉદાહરણો
>પણ તેમાંથી થોડાક વાળ લઈને તેને બાંધ<u>તારા ઝભ્ભાની ચાળમાં</u>. (હઝકીયેલ ૫:૩ ULB)
* **તારા ઝભ્ભાની ચાળમાં**--શક્ય અર્થ ૧ છે) “તારા હાથ પરનું કપડું” (“તારી બાંય”) (UDB) કે ૨) “તારા ઝભ્ભાનું છેવટનું કપડું” (“તારી કોર”) કે ૩) કપડાંનો સળ કે જેમાં પટ્ટો બાંધી શકાય.
આ નોંધમાં ULB લખાણની સાથે શક્ય એવા ત્રણ અર્થ છે. જે શબ્દ “તારા ઝભ્ભાની કોર” તરીકે અનુવાદ કરવામાં આવ્યો તે ઝભ્ભાના ઢીલા ભાગને દર્શાવે છે. મોટાભાગના વિદ્વાનો અહીં તેને બાંય તરીકે વર્ણવે છે, પરંતુ તેને નીચેની તરફના ઢીલા ભાગ તરીકે કે મધ્ય ભાગમાં રહેલા, પટ્ટાની આસપાસના સળ તરીકે પણ વર્ણવી શકાય.
>પણ સિમોન પિતર, જ્યારે તેણે તે જોયું ત્યારે, <u>ઈસુના પગે પડી ગયો</u> (લુક ૫:૮ ULB)
* **ઈસુના પગે પડી ગયો**-શક્ય અર્થ આ પ્રમાણે છે ૧)”ઈસુની આગળ નમી પડ્યો” કે ૨) “ઈસુના પગે પડ્યો” કે ૩) “ઈસુના પગ આગળની ભૂમિ પર નમી પડ્યો.” પિતર આકસ્મિક રીતે પડી ગયો ન હતો. તેણે ઈસુ પ્રત્યેની નમ્રતા અને આદર દર્શાવવા માટે આ પ્રમાણે કર્યું હતું.
આ નોંધ વર્ણવે છે કે “ઈસુના પગે પડી જવું” તેનો અર્થ શું હોઈ શકે. પ્રથમ અર્થ મોટાભાગે સાચો છે, પરંતુ બીજા અર્થ પણ શક્ય છે. જો તમારી ભાષામાં આ પ્રકારના વિવિધ કાર્યો માટેના સામાન્ય વર્ણન ન હોય તો, તમારે આમાંથી કોઈ એક શક્યતાને પસંદ કરી શકો જે સિમોન પિતરે જે કર્યું તેને વધુ સ્પષ્ટપણે દર્શાવી શકે. તે એવું વિચારવા માટે પણ મદદરૂપ છે કે શા માટે સિમોન પિતરે આ પ્રમાણે કર્યું, અને તમારી સંસ્કૃતિમાં એવું કયા પ્રકારનું કાર્ય છે જે આ નમ્રતા અને આદરના આ પ્રમાણેના વલણને દર્શાવે.