gu_ta/translate/qualifications/01.md

26 lines
5.9 KiB
Markdown

### અનુવાદક અથવા અનુવાદ કરનાર જૂથની લાયકાત
મંડળી માળખાંના આગેવાનો કે જેઓ અનુવાદ કરવા માટે સામેલ થવાના છે તેઓએ અનુવાદ કરનાર જૂથમાં લોકોની પસંદગી કરતી વખતે નીચેના પ્રશ્નોને ધ્યાનમાં લેવા જોઈએ. આ પ્રશ્નો મંડળી અને સમુદાયનાં આગેવાનોને તે જાણવામાં મદદ કરશે કે જે લોકોને તેઓ પસંદ કરે છે તેઓ બાઈબલ અને બાઈબલની ખુલ્લી વાર્તાઓને સફળતાપૂર્વક અનુવાદ કરવા સક્ષમ છે કે નહિ.
૧. શું તે વ્યક્તિ લક્ષ્ય ભાષાનો વધુ સારો જાણકાર વક્તા છે? તે વ્યક્તિ લક્ષ્ય ભાષાનો સારો વક્તા હોય તે મહત્વનું છે.
* શું આ વ્યક્તિ લક્ષ્ય ભાષા સારી રીતે વાંચી અને લખી શકે છે?
* શું તે વ્યક્તિ તેનો અથવા તેણીનો મોટાભાગનો સમય ભાષા સમુદાયમાં રહી છે? જો આ વ્યક્તિ પોતાની ભાષા વિસ્તારથી ઘણા લાંબા સમય સુધી દૂર રહ્યાં હોય તો તેને કુદરતી અનુવાદ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
* શું આ વ્યક્તિ તેમની પોતાની ભાષા બોલે છે ત્યારે લોકો તેનો આદર કરે છે?
* દરેક અનુવાદકની ઉંમર અને સ્થાનિક ભાષાની પૃષ્ઠભૂમિ શું છે? સામાન્ય રીતે ભાષા વિસ્તારમાં અલગ અલગ સ્થળોથી અને અલગ અલગ ઉંમરના લોકો હોય તે સારું છે, કારણ કે અલગ સ્થળોના અને અલગ ઉંમરના લોકો કદાચ ભાષાનો ઉપયોગ અલગ રીતે કરી શકે છે. પછી આ લોકોએ તેમને બધાને તે વસ્તુઓને કેવી રીતે કહેવું તે પર સહમત .થવું જરૂરી છે.
૧. શું તે વ્યક્તિને સ્રોત ભાષાની ખૂબ સારી સમજ છે?
* તેઓએ કયા સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને તેઓએ સ્રોત ભાષામાં કુશળતા કેવી રીતે મેળવી છે?
* શું ખ્રિસ્તી સમુદાય જાણે છે કે આ વ્યક્તિ પાસે સ્રોત ભાષા બોલવા માટે પૂરતી કુશળતા છે અને નોંધો અથવા અન્ય પૂરી પાડવામાં આવેલી વિવરણાત્મક મદદનો ઉપયોગ કરવા માટે પૂરતું શિક્ષણ છે?
* શું તે વ્યક્તિ સ્રોત ભાષાને વાકપટુતા અને સમજણ સાથે વાંચી અને લખી શકે છે?
૧. શું તે વ્યક્તિ ખ્રિસ્તના અનુયાયી તરીકે સમુદાયમાં આદરણીય છે? તે વ્યક્તિ નમ્ર હોવી જોઈએ અને પોતાના અનુવાદ કાર્યને લગતા અન્યો તરફથી મળતાં સૂચનો અથવા સુધારાને સાંભળવા તૈયાર હોવી જોઈએ. તે વ્યક્તિ હંમેશા અન્ય લોકો પાસેથી શીખવા માટે તૈયાર હોવી જોઈએ.
* તેઓ કેટલા સમયથી ખ્રિસ્તી છે અને શું તેઓ તેમના ખ્રિસ્તી સમુદાય સાથે સારી સ્થિતિમાં છે?
* આ વ્યક્તિએ કઈ રીતે શિષ્ય તરીકે ખ્રિસ્તને સમર્પિત થવું તે કેવી રીતે દર્શાવ્યું છે? બાઈબલ અનુવાદ તે મુશ્કેલ છે, તેમાં ઘણા પુનરાવર્તનોનો સમાવેશ અને કાર્ય માટે સમર્પણ જરૂરી છે.
અનુવાદકોએ થોડા સમય માટે કાર્ય કરી રહ્યા પછી, અનુવાદ સમિતિએ તે સુનિશ્ચિત કરવાની જરૂર છે કે તેઓ સારી રીતે કામ કરી રહ્યા છે. તેઓ કદાચ પૂછશે:
* શું તેઓના કાર્યથી તેઓના સાથી અનુવાદકો અને સ્થાનિક મંડળીના આગેવાનોની અપેક્ષાઓ પૂરી કરે છે? (શું અનુવાદક તેઓના અનુવાદની તપાસ અને ચકાસણી માટે અન્યોની સાથે કાર્ય કરવા તૈયાર છે?)