gu_ta/translate/guidelines-sonofgodprinciples/01.md

9.1 KiB

Door43 બાઇબલ અનુવાદો ઈશ્વરનો ઉલ્લેખ કરતાં આ વિભાવનાઓને સમર્થન આપે છે.

બાઈબલના સાક્ષી

"પિતા" અને "પુત્ર" એ નામો છે જે ઈશ્વર પોતાને બાઇબલમાં કહે છે.

બાઇબલ જણાવે છે કે ઈશ્વરે ઈસુને પોતાનો પુત્ર કહ્યો:

તેણે બાપ્તિસ્મા લીધા પછી, ઈસુ તરત જ પાણીમાંથી બહાર આવ્યા, અને ... સ્વર્ગમાંથી એક વાણી સંભળાઈ કે, “આ મારો વ્હાલો પુત્ર છે. હું એનાથી પ્રસન્ન છું. ” (માથ્થી 3:16-17 ULT)

બાઇબલ જણાવે છે કે ઈસુએ ઈશ્વરને તેમના પિતા કહ્યા:

ઈસુએ કહ્યું, “હું તમારી સ્તુતિ કરું છું પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ… પિતા સિવાય પુત્રને કોઈ જાણતું નથી, અને પુત્રસિવાય પિતાને કોઈ જાણતું નથી.” (માથ્થી 11:25a, 27b ULT) (આ પણ જુઓ: યોહાન 6:26-57)

ખ્રિસ્તીઓએ શોધી કાઢ્યું છે કે "પિતા" અને "પુત્ર" એ એવા વિચારો છે જે ત્રિએક ઈશ્વરના પ્રથમ અને બીજા વ્યક્તિઓના એકબીજા સાથેના શાશ્વત સંબંધનું સૌથી અનિવાર્યપણે વર્ણન કરે છે. બાઇબલ ખરેખર તેમને વિવિધ રીતે સંદર્ભિત કરે છે, પરંતુ અન્ય કોઈ સંબંધ આ વ્યક્તિઓ વચ્ચેના શાશ્વત પ્રેમ અને આત્મીયતાને પ્રતિબિંબિત કરતા નથી, ન તો તેમની વચ્ચેના પરસ્પર નિર્ભર શાશ્વત સંબંધને પ્રતિબિંબિત કરે છે.

ઈસુએ નીચેના શબ્દોમાં ઈશ્વરનો ઉલ્લેખ કર્યો:

તેમને પિતા, અને પુત્ર અને પવિત્ર આત્માના નામમાં બાપ્તિસ્મા આપો. (માથ્થી 28:19b ULT)

પિતા અને પુત્ર વચ્ચેનો ગાઢ, પ્રેમભર્યો સંબંધ શાશ્વત છે, તેમ તેઓ શાશ્વત છે. પિતા પુત્રને પ્રેમ કરે છે. (જુઓ યોહાન 3:35-36; 5:19-20 ULT)

હું પિતાને પ્રેમ કરું છું, અને જેમ પિતાએ મને આજ્ઞા કરી છે, તેમ હું કરું છું. (યોહાન 14:31 ULT)

દીકરો કોણ છે તે પિતા સિવાય, અને પિતા કોણ છે તે પુત્ર સિવાય કોઈ જાણતું નથી. (લુક10:22b ULT)

"પિતા" અને "પુત્ર" શબ્દો પણ સંચાર કરે છે કે પિતા અને પુત્ર એક જ સત્ત્વ છે; તેઓ બંને શાશ્વત ઈશ્વર છે.

ઇસુએ કહ્યું, "પિતા, ... તમારા પુત્રને મહિમા આપો જેથી પુત્ર તમને મહિમા આપે ... મેં પૃથ્વી પર તમારો મહિમા કર્યો ... હવે પિતા, મને મહિમા આપો ... જગતની રચના અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો. " (યોહાન 17:1, 4a, 5 ULT)

પરંતુ આ છેલ્લા દિવસોમાં, તેમણે [દેવ પિતાએ] પુત્ર દ્વારા અમારી સાથે વાત કરી છે, જેને તેમણે સઘળાના વારસ તરીકે નિયુક્ત કર્યા છે. તેમના દ્વારા, તેમણે જગતોને ઉત્પન્ન કર્યા. તે ઈશ્વરના ગૌરવનું તેજ છે અને તેમના અસ્તિત્વનું આબેહૂબ પ્રતિનિધિત્વ છે. તે તેની પરાક્રમના શબ્દ દ્વારા દરેક વસ્તુને એકસાથે રાખે છે. (હેબ્રીઓને પત્ર 1:2-3a ULT)

ઈસુએ તેને કહ્યું, “હું આટલા લાંબા સમયથી તારી સાથે છું અને હજુ પણ તું મને ઓળખતો નથી, ફિલિપ? જેણે મને જોયો છે તેણે પિતાને જોયો છે. તમે કેવી રીતે કહી શકો, 'અમને પિતા બતાવો'? (યોહાન 14:9 ULT)

માનવીય સંબંધો

માનવ પિતા અને પુત્રો સંપૂર્ણ નથી, પરંતુ બાઇબલ હજુ પણ પિતા અને પુત્ર માટે તે શબ્દોનો ઉપયોગ કરે છે, જે સંપૂર્ણ છે.

વર્તમાન સમયની જેમ, બાઇબલના સમયમાં માનવ પિતા-પુત્રના સંબંધો ક્યારેય ઈસુ અને તેમના પિતા વચ્ચેના સંબંધો જેટલા પ્રેમાળ અથવા સંપૂર્ણ ન હતા. પરંતુ આનો અર્થ એ નથી કે અનુવાદકે પિતા અને પુત્રની વિભાવનાઓને ટાળવી જોઈએ. શાસ્ત્રમાં આ શબ્દોનો ઉપયોગ ઈશ્વર, સંપૂર્ણ પિતા અને પુત્ર તેમજ પાપી માનવ પિતા અને પુત્રોનો સંદર્ભ આપવા માટે કરે છે. ઈશ્વરનો પિતા અને પુત્ર તરીકે ઉલ્લેખ કરવા માટે, તમારી ભાષામાં એવા શબ્દો પસંદ કરો કે જેનો ઉપયોગ માનવ “પિતા” અને “પુત્ર” માટે વ્યાપકપણે થાય છે. આ રીતે તમે સંદેશાવ્યવહાર કરશો કે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર એક જ દૈવી સત્વ છે (તેઓ બંને ઈશ્વર છે), જેમ એક માનવ પિતા અને પુત્ર એક જ માનવ સત્વમાંથી છે (તેઓ બંને માનવ છે અને સમાન માનવી લાક્ષણિકતાઓ ધરાવે છે).

અનુવાદ માટેની વ્યૂહરચના

(1) "પુત્ર" અને "પિતા" શબ્દોનું ભાષાંતર કરવા માટે તમારી ભાષામાંની તમામ શક્યતાઓનો વિચાર કરો. તમારી ભાષામાં કયા શબ્દો દૈવી “પુત્ર” અને “પિતા”નું શ્રેષ્ઠ રજુઆત કરે છે તે નિર્ધારિત કરો.
(2) જો તમારી ભાષામાં "પુત્ર" માટે એક કરતાં વધુ શબ્દો છે, તો તે શબ્દનો ઉપયોગ કરો જેનો અર્થ " એક માત્ર પુત્ર" (અથવા જો જરૂરી હોય તો "પ્રથમ પુત્ર") માટે સૌથી નજીકનો અર્થ છે.
(3) જો તમારી ભાષામાં "પિતા" માટે એક કરતા વધુ શબ્દો છે, તો "દત્તક લેનાર પિતા" ને બદલે "જન્મ આપનાર પિતા" માટે સૌથી નજીકનો અર્થ ધરાવતા શબ્દનો ઉપયોગ કરો.

(“પિતા” અને “પુત્ર”નું ભાષાંતર કરવામાં મદદ માટે unfoldingWord® Translation Wordsમાં God the Father and Son of God પૃષ્ઠો જુઓ.)