gu_ta/translate/grammar-connect-words-phrases/01.md

24 KiB
Raw Permalink Blame History

વર્ણન

મનુષ્ય હોઈને, આપણે આપણા વિચારોને શબ્દસમૂહો અને વાક્યોમાં લખીએ છીએ. આપણે સામાન્યત: વિચારોની શ્રેણીઓને રજુ કરવા ઈચ્છીએ છીએ જે વિવિધ રીતે એકબીજાની સાથે જોડાયેલા હોય છે. સંયોજક શબ્દો અને શબ્દસમૂહો આ વિચારો એકબીજાની સાથે કઈ રીતે જોડાયેલા છે તેને દર્શાવે છે. દાખલા તરીકે, સંયોજક શબ્દોને ઘાટા અક્ષરોમાં ઉપયોગ કરીને નિમ્નલિખિત વિચારો કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે તેને અમે દર્શાવી શકીએ છીએ:

  • વરસાદ વરસતો હતો, તેથી મેં મારી છત્રી ખોલી.
  • વરસાદ વરસતો હતો, પણ મારી પાસે છત્રી નહોતી. તેથી હું ભીનો થઇ ગયો.

સંયોજક શબ્દો કે શબ્દસમૂહો વાક્યની અંદર રહેલા શબ્દસમૂહો કે ઉપવાક્યોને જોડી શકે છે. તેઓ વાક્યોને એકબીજાની સાથે જોડી શકે છે. તેઓ સમગ્ર પાઠનાં હિસ્સાઓને એકબીજાની સાથે જોડી શકે છે કે જેથી સંયોજક શબ્દ પછી આવનાર પાઠના હિસ્સાની સાથે પહેલા આવનાર પાઠનાં હિસ્સાની સાથે સંકળાયેલ છે તેને દર્શાવી શકાય. ઘણીવાર, સંયોજક શબ્દો જે સમગ્ર હિસ્સાને એકબીજાની સાથે જોડે છે તેઓ કાં તો સંયોજકો હોય છે અથવા તો ક્રિયાવિશેષણો હોય છે.

વરસાદ વરસતો હતો, પણ મારી પાસે છત્રી નહોતી તેને લીધે હું ભીનો થઈ ગયો.

હવેમારે કપડાં બદલવું જ પડશે. ત્યારબાદ હું એક કપ ગરમ ચા પીશ અને તાપણા પાસે બેસીને પોતાને ગરમ કરીશ.

ઉપરોક્ત દાખલામાં, હવેશબ્દ પાઠનાં બે ટૂંકા હિસ્સાને જોડે છે, જે તેઓની વચ્ચેનાં સંબંધને દર્શાવે છે. બોલનાર વ્યક્તિએ તેના કપડા બદલવા પડશે, ગરમ ચા પીવું પડશે, અને પોતાને ગરમ કરવું પડશે કેમ કે અગાઉ કોઈક ઘટના થઇ હતી (એટલે કે, તે વરસાદમાં ભીનો થઇ ગયો હતો).

અમુકવાર લોકો સંયોજક શબ્દનો ઉપયોગ ના પણ કરે એવું થઇ શકે કેમ કે વિચારો વચ્ચેના સંબંધને સમજાવવા માટે વાંચકોને સંદર્ભ સહાય કરે એવી અપેક્ષા તેઓ રાખતા હોય છે.સંયોજકોનો અમુક ભાષાઓ જેટલો ઉપયોગ કરતી હોય છે એટલો ઉપયોગ બાકીની ભાષાઓ કરતી નથી. તેઓ કદાચ કહે:

  • વરસાદ વરસતો હતો. મારી પાસે છત્રી નહોતી. હું ભીનો થઇ ગયો.

લક્ષ્યાંકિત ભાષામાં સૌથી વધારે સ્વાભાવિક અને સ્પષ્ટ હોય એવી પધ્ધતિનો તમારે (અનુવાદકે) ઉપયોગ કરવાની જરૂરત પડશે. તોપણ, સાધારણ રીતે, શક્ય હોય ત્યાં સુધી સંયોજક શબ્દોનો ઉપયોગ બાઈબલનાં વિચારોને સૌથી વધારે સ્પષ્ટતાથી સમજવામાં વાંચકને સહાયતા આપે છે.

આ અનુવાદની સમસ્યા થઇ શકે તેનું કારણ

  • બાઈબલનાં ફકરાઓ વચ્ચેના, વાક્યો વચ્ચેના, અને વાક્યોના ભાગોની વચ્ચેના સંબંધને તમારે સમજવાની જરૂરત છે, અને તેઓ જે વિચારોને જોડી રહ્યા છે તેઓ વચ્ચેના સંબંધને સમજવા માટે સંયોજક શબ્દો અને શબ્દસમૂહો કઈ રીતે સહાયક થશે તે પણ તમારે સમજવાની જરૂરત પડશે.
  • કઈ રીતે વિચારો એકબીજા સાથે સંકળાયેલા છે તેઓને દર્શાવવા માટે દરેક ભાષાની તેની પોતપોતાની રીતો હોય છે.
  • તમારી ભાષામાં સ્વાભાવિક હોય એ મુજબ વિચારો વચ્ચેનાં સંબંધને સમજવા માટે વાંચકને કઈ સહાય કરવું તે તમારે જાણવાની જરૂરત છે.

અનુવાદનાં સિધ્ધાંતો

  • તમારે એવી રીતે અનુવાદ કરવાની જરૂરત છે કે જેથી વિચારો વચ્ચેના સંબંધને મૂળ વાંચકો જે રીતે સમજ્યા હોય એ જ રીતે વાંચકો સમજી શકે.
  • વિચારો વચ્ચેના સંબંધને વાંચકો સમજવા સમર્થ થાય તેનાથી વિશેષ મહત્વની બાબત સંયોજક શબ્દ વપરાયો છે કે નહિ તે નથી.

વિવિધ પ્રકારનાં સંયોજકો

વિચારો કે ઘટનાઓ વચ્ચેના વિવિધ પ્રકારનાં સંયોજકોનું લીસ્ટ નીચે આપવામાં આવેલ છે. આ વિવિધ પ્રકારનાં સંયોજકોને વિવિધ સંયોજક શબ્દોનાં ઉપયોગથી દર્શાવી શકાય છે. જ્યારે આપણે કશુંક લખીએ કે અનુવાદ કરીએ ત્યારે યથાયોગ્ય સંયોજક શબ્દનો ઉપયોગ કરવું ઘણું મહત્વનું છે કે જેથી આ સંયોજકો વાંચક માટે સ્પષ્ટ રહે. જો તમારે વધારે માહિતીની જરૂરત પડતી હોય તો, દરેક પ્રકારના સંયોજક માટેની વ્યાખ્યાઓ અને દાખલાઓ ધરાવનાર એક પેજમાં જવા માટે કલર કરેલ, હાઇપરલિંકવાળા શબ્દ પર ક્લિક કરો.

  • [ક્રમિક ઉપવાક્ય] (../grammar-connect-time-sequential/01.md) બે ઘટનાઓ વચ્ચે એક સમયદર્શક સંબંધ જેમાં એક ઘટના પછી બીજી ઘટના થાય છે.
  • [સમકાલીન ઉપવાક્ય] (../grammar-connect-time-simultaneous/01.md) એક જ સમયે થયેલ બે કે તેથી વધુ ઘટનાઓ વચ્ચેનો એક સમયદર્શક સંબંધ.
  • [પૃષ્ઠભૂમિગત ઉપવાક્ય] (../grammar-connect-time-background/01.md) - એક સમયદર્શક સંબંધ જેમાં પ્રથમ ઉપવાક્ય એક લાંબી ઘટના જે બીજી ઘટના બનવાની શરૂઆત થાય છે એવે સમયે જ થઇ રહી હોય છે તેનું વર્ણન કરે છે; જેનું વર્ણન બીજા ઉપવાક્યમાં કરવામાં આવ્યું હોય છે.
  • [અપવાદરૂપ સંબંધ] (../grammar-connect-exceptions/01.md) એક ઉપવાક્ય એક જૂથના લોકો કે વસ્તુઓનું વર્ણન કરે છે, અને બીજું ઉપવાક્ય જૂથમાંથી એક અથવા વધારે વસ્તુઓ કે લોકોની બાદબાકી કરે છે.
  • [આનુમાનિક સ્થિતિ] (../grammar-connect-condition-hypothetical/01.md) બીજી ઘટના ત્યારે જ થશે જ્યારે પ્રથમ ઘટના થશે. અમુકવાર જે ઘટના બને છે તે અન્ય લોકોનાં કાર્યો પર આધારિત હોય છે.
  • [વાસ્તવિક સ્થિતિ] (../grammar-connect-condition-fact/01.md) એક સંયોજક જે આનુમાનિક લાગે છે પરંતુ તે અગાઉથી જ સચોટ કે સત્ય હોય છે, કે જેથી તે પરિસ્થિતિ થવાની પૂરી ખાતરી આપવામાં આવે છે.
  • [હકીકતથી વિપરીત સ્થિતિ] (../grammar-connect-condition-contrary/01.md) એક સંયોજક જે આનુમાનિક લાગે છે પરંતુ તે અગાઉથી જ ચોક્કસ છે કે તે સાચી નથી. અહીં પણ જુઓ: [આનુમાનિક કથનો] (../figs-hypo/01.md).
  • [લક્ષ્ય સંબંધ] (../grammar-connect-logic-goal/01.md) એક તાર્કિક સંબંધ જેમાં પ્રથમ ઘટનાનો હેતુ કે લક્ષ્ય બીજી ઘટના હોય છે.
  • [કારણ અને પરિણામ સંબંધ] (../grammar-connect-logic-result/01.md) એક તાર્કિક સંબંધ જેમાં એક ઘટના બીજી ઘટનાનું કારણ હોય છે, પરિણામ.
  • [વિપરીત સંબંધ] (../grammar-connect-logic-contrast/01.md) એક બાબતને બીજી બાબતથી અલગ રીતે કે વિરોધમાં વર્ણન કરવામાં આવે છે.

બાઈબલમાંથી દાખલાઓ

મેં માંસ અને રક્તની તરત સલાહ લીધી નહિ. જેઓ મારી અગાઉ પ્રેરિતો હતા તેઓની પાસે હું યરૂશાલેમ ગયો નહિ. તેને બદલે, હું અરબસ્તાનમાં ગયો અને ત્યાંથી ફરીથી દમસ્ક પાછો આવ્યો. ત્યાર બાદત્રણ વરસ પછી, કેફાની મુલાકાત કરવાને હું યરૂશાલેમ ગયો, અને હું તેની સાથે ૧૫ દિવસ રહ્યો. (ગલાતી ૧:૧૬બ-૧૮ ULT)

“તેને બદલે” શબ્દ અગાઉ જે કહેવામાં આવ્યું હતું તેની સાથે કોઈક તફાવતનો પરિચય કરાવે છે. અહીં પાઉલે જે નહોતું કર્યું અને તેણે જે કર્યું તેની વચ્ચેનો છે. “ત્યાર બાદ” શબ્દ ઘટનાઓની શ્રેણીનો પરિચય કરાવે છે. દમસ્કમાં પાછા આવ્યા પછી પાઉલે જે કામ કર્યું તેનો પરિચય તે કરાવે છે.

તેથી, આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, ને માણસોને એવું કરતાં શીખવશે, તો તે આકાશના રાજયમાં સૌથી નાનો કહેવાશે; પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજયમાં મોટો કહેવાશે. (માથ્થી ૫:૧૯ ULT)

“તેથી” શબ્દ આ વિભાગને તેની અગાઉના વિભાગ સાથે જોડે છે જે સૂચવે છે કે અગાઉ જે વિભાગ આવ્યો તે આ વિભાગ આવવાનું કારણ છે. “તેથી” શબ્દ સામાન્ય રીતે એક વાક્યથી વધારે મોટા વિભાગોને જોડે છે. “અને” શબ્દ એને એજ વાક્યમાં માત્ર બે ક્રિયાઓને જોડે છે, એટલે કે આજ્ઞાઓને તોડવી અને બીજાઓને શીખવવાની ક્રિયાઓને. આ કલમમાં ઈશ્વરના રાજયમાં એક જૂથના લોકો જે કહેવાશે તેની સાથે બીજા જૂથના લોકો શું કહેવાશે તે વચ્ચે તફાવતનું સર્જન કરવામાં આવ્યું છે.

અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે, માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી. તેને બદલે સર્વ વાતે અમે ઈશ્વરના સેવકોને શોભે એવી રીતે વર્તીએ છીએ. (૨ કરિંથી ૬:૩-૪ ULT)

અહીં “માટે” શબ્દ જે પહેલા આવ્યું તેના માટેના કારણને જોડાણ કરે છે; પાઉલ ઠોકર ખાવાનું કારણ કોઈની આગળ મૂકતો નથી તેનું કારણ એ છે કે તેની સેવાનો દોષ કાઢવામાં આવે તેવી તેની ઈચ્છા નથી. તેને બદલે શબ્દ પાઉલ જે કરે છે(તે ઈશ્વરનો સેવક છે તે કાર્યો વડે સાબિત કરે છે) તેની સાથે તે જે નથી કરતો (ઠોકરનું કારણ મૂકતો નથી) તેનો તફાવત રજુ કરે છે.

અનુવાદની સામાન્ય વ્યૂહરચનાઓ

ચોક્કસ વ્યૂહરચનાઓ માટે દરેક પ્રકારના સંયોજક શબ્દ માટે ઉપર જુઓ

ULT માં દર્શાવ્યા મુજબ વિચારો વચ્ચેના સંબંધની રીત તમારા ભાષામાં સ્વાભાવિક લાગતી હોય અને યથાયોગ્ય ભાવાર્થ પણ આપતી હોય તો, તેનો ઉપયોગ કરવાની ઈચ્છા રાખો. જો તેમ નથી, તો અહીં કેટલાંક વિકલ્પો આપ્યા છે.

(૧) સંયોજક શબ્દનો ઉપયોગ કરો (ULT ભલે કોઈનો પણ ઉપયોગ ન કરે તેમ છતાં).
(૨) લોકોને સંયોજકનો ઉપયોગ કરવું જરા વિચિત્ર લાગતું હોય અને તેના ઉપયોગ વિના પણ જો લોકો વિચારો વચ્ચેનાં સાચા સંબંધને સમજી શકતા હોય તો સંયોજકનો ઉપયોગ ના કરો.
(૩) કોઈ અલગ સંયોજક શબ્દનો ઉપયોગ કરો.

અનુવાદની વ્યૂહરચનાઓનાં લાગુકરણનાં દાખલાઓ

(૧) સંયોજક શબ્દનો ઉપયોગ કરો (ULT ભલે કોઈનો પણ ઉપયોગ ન કરે તેમ છતાં).

ઈસુએ તેઓને કહ્યું, “મારી પાછળ આવો, અને હું તમને માણસોને પકડનારા કરીશ.” અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેની સાથે ગયા. (માર્ક ૧:૧૭-૧૮ ULT)

તેઓ ઈસુની પાછળ ગયા કેમ કે તેમ કરવા ઈસુએ તેઓને કહ્યું. અમુક અનુવાદકો તેને એક ઉપવાક્ય વડે ચિન્હિત કરવાની ઈચ્છા રાખે જેમ કે “તેથી” સંયોજક.

ઈસુએ તેઓને કહ્યું, “મારી પાછળ આવો, અને હું તમને માણસોને પકડનારા કરીશ.” તેથીતરત તેઓ પોતાની જાળો મૂકીને તેની સાથે ગયા.

(૨) લોકોને સંયોજકનો ઉપયોગ કરવું જરા વિચિત્ર લાગતું હોય અને તેના ઉપયોગ વિના પણ જો લોકો વિચારો વચ્ચેનાં સાચા સંબંધને સમજી શકતા હોય તો સંયોજકનો ઉપયોગ ના કરો.

તેથી, આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, ને માણસોને એવું કરતાં શીખવશે, તો તે આકાશના રાજયમાં સૌથી નાનો કહેવાશે; પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજયમાં મોટો કહેવાશે. (માથ્થી ૫:૧૯ ULT)

અમુક ભાષાઓ અહીં સંયોજકનાં શબ્દોનો ઉપયોગ ન કરવાની પસંદગી કરી શકે કેમ કે તેઓ વિના પણ ભાવાર્થ તો સ્પષ્ટ દેખાય છે અને તેઓનો ઉપયોગ કરવું અસ્વાભાવિક લાગશે. તેઓ કદાચ આ રીતે અનુવાદ કરી શકે:

તેથી, આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, માણસોને એવું કરતાં શીખવશે, તે આકાશના રાજયમાં સૌથી નાનો કહેવાશે. જે કોઈ તે પાળશે ને શીખવશે, તે આકાશના રાજયમાં મોટો કહેવાશે.

મેં માંસ અને રક્તની તરત સલાહ લીધી નહિ. જેઓ મારી અગાઉ પ્રેરિતો હતા તેઓની પાસે હું યરૂશાલેમ ગયો નહિ. તેને બદલે, હું અરબસ્તાનમાં ગયો અને ત્યાંથી ફરીથી દમસ્ક પાછો આવ્યો. ત્યાર બાદત્રણ વરસ પછી, કેફાની મુલાકાત કરવાને હું યરૂશાલેમ ગયો, અને હું તેની સાથે ૧૫ દિવસ રહ્યો. (ગલાતી ૧:૧૬બ-૧૮ ULT)

અમુક ભાષાઓમાં “તેને બદલે” કે “ત્યાર બાદ” જેવા શબ્દો વાપરવાની જરૂરત પડશે નહિ:

મેં માંસ અને રક્તની તરત સલાહ લીધી નહિ, ને જેઓ મારી અગાઉ પ્રેરિતો હતા તેઓની પાસે પણ હું યરૂશાલેમ ગયો નહિ. હું અરબસ્તાનમાં ગયો અને ત્યાંથી ફરીથી દમસ્ક પાછો આવ્યો. ત્યાર બાદત્રણ વરસ પછી, કેફાની મુલાકાત કરવાને હું યરૂશાલેમ ગયો, અને હું તેની સાથે ૧૫ દિવસ રહ્યો.

(૩) કોઈ અલગ સંયોજક શબ્દનો ઉપયોગ કરો.

તેથી, આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, ને માણસોને એવું કરતાં શીખવશે, તો તે આકાશના રાજયમાં સૌથી નાનો કહેવાશે; પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજયમાં મોટો કહેવાશે. (માથ્થી ૫:૧૯ ULT)

“તેથી” જેવા શબ્દને બદલે, કોઈ ભાષામાં અહીં જે વિભાગની શરૂઆત થઇ તે તેના પહેલાનાં વિભાગને કારણે છે તેને સૂચવવા માટે કોઈ એક શબ્દસમૂહની જરૂરત પડી શકે. અને એ પણ કે અહીં લોકોના બે જૂથ વચ્ચે તફાવત હોવાને લીધે “પણ” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પરંતુ અમુક ભાષાઓમાં, “પણ” શબ્દ એવું દર્શાવશે કે તેના પછી જે આવ્યું તે તેના પહેલા જે આવ્યું તેને લીધે નવાઈ પમાડે છે. તેથી “અને” શબ્દ તે ભાષાઓમાં વધારે સ્પષ્ટતા આપશે. તેઓ કદાચ આવી રીતે અનુવાદ કરી શકે:

તે કારણને લીધેઆ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, ને માણસોને એવું કરતાં શીખવશે, તો તે આકાશના રાજયમાં સૌથી નાનો કહેવાશે. અને જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજયમાં મોટો કહેવાશે.