gu_ta/translate/grammar-connect-time-simult.../01.md

9.7 KiB
Raw Permalink Blame History

સમય સંબંધો

કેટલાંક સંયોજકો બે શબ્દસમૂહો, ઉપવાક્યો, વાક્યો કે પાઠના હિસ્સો વચ્ચે સમય સંબંધોને સ્થાપિત કરે છે.

સમકાલીન ઉપવાક્ય

વર્ણન

સમકાલીન ઉપવાક્ય એક સમય સંબંધ ધરાવે છે જે એક સાથે થયેલ બે કે તેથી વધુ ઘટનાઓને જોડે છે.

આ અનુવાદની એક સમસ્યા થઇ શકે તેનું કારણ

જે ઘટનાઓ એક જ સમયે બની હોય તેઓને સૂચવવા માટે ભાષાઓ ઘણી રીતોનો ઉપયોગ કરે છે. કોઈ બાબત ઘટનાઓને એક સાથે થવા માટેનું કારણ થાય છે કે નહિ તે પર આધાર રાખીને આ રીતોમાં તફાવત આવી શકે. સમકાલીન ઘટનાઓને સૂચવનાર સંયોજક શબ્દો “જયારે”, “જાણે કે,” અને “દરમિયાન” જેવા શબ્દો છે. અમુકવાર બાઈબલ ઘટનાઓ વચ્ચેના સંબંધને રજુ કરતું નથી પરંતુ કેવળ જણાવી દે છે કે તેઓ એક જ સમયે થયેલ ઘટનાઓ છે. ક્યારે સમય સંબંધ સૂચવવામાં આવ્યો છે અને ક્યારે તે સૂચવવામાં આવ્યો નથી તે તમારે (અનુવાદકે) જાણવું મહત્વનું છે કે જેથી તમે તેને સ્પષ્ટતાથી રજુ કરી શકો. સમકાલીન ઉપવાક્ય જણાવે છે કે ઘટનાઓ સમાંતર સમયે થઇ હતી પરંતુ તે એવું સૂચવતું નથી કે એક ઘટનાને લીધે બીજી ઘટના થઇ છે. તે તો કારણ અને પરિણામ સંબંધ કહેવાશે.

OBS અને બાઈબલમાંથી દાખલાઓ

યૂસફે તેના ધણીની સેવા સારી રીતે કરી, અને ઈશ્વરે યૂસફ્ને આશીર્વાદ આપ્યો. (OBS વાર્તા ૮ ફ્રેમ ૪)

જયારે યૂસફ એક સરકારી ધનાઢય અધિકારીનો ગુલામ હતો તેવે સમયે બે ઘટનાઓ થઇ હતી: યૂસફે સારી રીતે સેવા કરી, અને ઈશ્વરે યૂસફ્ને આશીર્વાદ આપ્યો. બે ઘટનાઓ વચ્ચે કારણ અને પરિણામ (કારણ અને અસર) નાં સંબંધને કે પહેલા એક ઘટના થઇ અને ત્યારબાદ બીજી ઘટના થઇ એવું કશું દર્શાવવામાં આવ્યું નથી.

પણ સત્યમાં હું તમને કહું છું કે એલિયાનાં દિવસો દરમિયાન ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી. (લૂક ૪:૨૫બ ULT)

સંયોજક શબ્દ “દરમિયાન” આપણને જણાવે છે કે એક જ સમયે બે ઘટનાઓ થઇ હતી, પરંતુ એક ઘટના બીજીનું કારણભૂત નહોતી.

અને લોકો ઝખાર્યાને માટે રાહ જોતા હતા, અને મંદિરમાં તેને વાર લાગી, તેને લીધે તેઓ અચંબો પામતા હતા. (લૂક ૧:૨૧ ULT)

લોકો એક જ સમયે રાહ જોતા હતા અને અચંબો પણ પામતા હતા. સાદું સંયોજક “અને” તેને દર્શાવે છે.

તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા, એવામાં ઊજળા વસ્ત્ર પહરેલા બે પુરૂષ તેઓની પાસે ઊભા રહેલા હતા. (પ્રેરિતોના કૃત્યો ૧:૧૦ ULT)

ત્રણ ઘટનાઓ એક સાથે બની શિષ્યો જોઈ રહ્યા હતા, ઇસુ ઉપર જઈ રહ્યા હતા, અને બે પુરુષો ઊભા રહેલા હતા. સંયોજક શબ્દો “ત્યારે” અને “એવામાં” આ બાબતને દર્શાવે છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

સ્રોતભાષામાં ચિન્હિત કરવામાં આવેલ સમકાલીન ઉપવાક્યોની રીત તમારી ભાષામાં પણ જો સ્પષ્ટ હોય તો પછી તે રીતે જ સમકાલીન ઉપવાક્યોનો અનુવાદ કરો.

(૧) સમકાલીન ઉપવાક્યો એક જ સમયે થઇ રહ્યા છે એવું જો સંયોજક શબ્દો સ્પષ્ટતાથી જણાવતા નથી તો આ બાબતને વધારે સ્પષ્ટતાથી દર્શાવી શકે એવા કોઈ એક સંયોજક શબ્દનો ઉપયોગ કરો.
(૨) કયું ઉપવાક્ય સમકાલીન ઉપવાક્ય સાથે જોડાયેલું છે તે જો સ્પષ્ટ ના હોય તો, અને જો તે એક જ સમયે થઇ રહ્યા હોય તો સર્વ ઉપવાક્યોને સંયોજક શબ્દ વડે ચિન્હિત કરો.
(૩) જો તમારી ભાષા સંયોજક શબ્દોનો ઉપયોગ કરવાને બદલે જુદી રીતે ઘટનાઓને સમાંતરે ગોઠવે છે તો તેને તે રીતે જ ઉપયોગ કરો.

અનુવાદની વ્યૂહરચનાઓનાં લાગુકરણનાં દાખલાઓ

નીચે, ઉપરોક્ત લીસ્ટમાં આપવામાં આવેલ અનુવાદની વ્યૂહરચનાઓ મુજબ બાઈબલની દરેક કલમોને જુદી જુદી ત્રણ રીતોએ રજુ કરવામાં આવશે. દરેક પુનઃકથન જે અનુવાદ વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે તેનો એક સરખો જ નંબર રાખવામાં આવશે.

અને લોકો ઝખાર્યાને માટે રાહ જોતા હતા, અને મંદિરમાં તેને વાર લાગી, તેને લીધે તેઓ અચંબો પામતા હતા. (લૂક ૧:૨૧ ULT)

(૧) હવે જયારે લોકો ઝખાર્યાને માટે રાહ જોઈ રહ્યા હતા, ત્યારે મંદિરમાં તેને વાર લાગી, તેને લીધે તેઓ અચંબો પામતા હતા.

(૨) હવે જયારે લોકો ઝખાર્યાને માટે રાહ જોતા હતા, ત્યારે મંદિરમાં તેને વાર લાગી તેને લીધે તેઓ પણ અચંબો પામતા હતા.

(૩) હવે મંદિરમાં તેને વાર લાગી તેને લીધે અચંબો પામીને લોકો ઝખાર્યાની રાહ જોઈ રહ્યા હતા.

તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા, એવામાં ઊજળા વસ્ત્ર પહરેલા બે પુરૂષ તેઓની પાસે ઊભા રહેલા હતા. (પ્રેરિતોના કૃત્યો ૧:૧૦ ULT)

(૧) અને તે જતો હતો તે દરમિયાન તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા, ત્યારે ઊજળા વસ્ત્ર પહરેલા બે પુરૂષ તેઓની પાસે ઊભા રહેલા હતા.

(૨) અને જ્યારે તે જતો હતો ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા, એ જ સમયે ઊજળા વસ્ત્ર પહરેલા બે પુરૂષ તેઓની પાસે ઊભા રહેલા હતા.

(૩) તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા; તે આકાશમાં જઈ રહ્યો હતો ત્યારે ઊજળા વસ્ત્ર પહરેલા બે પુરૂષ તેઓની પાસે ઊભા રહેલા હતા તેઓએ જોયા.