gu_ta/translate/grammar-connect-condition-h.../01.md

9.7 KiB

સ્થિતિજન્ય સંબંધો

સ્થિતિજન્ય સંયોજકો એ સૂચવવા માટે બે ઉપવાક્યોને જોડે છે કે જો તેઓમાંનુ એક થશે તો બીજું પણ થશે. અંગ્રેજીમાં સ્થિતિ મુજબના ઉપવાક્યોને જોડવાની સૌથી સામાન્ય રીત, “જો...તો” શબ્દો છે. તોપણ, અમુકવાર “તો પછી” શબ્દને મૂકવામાં આવતો નથી.

આનુમાનિક સ્થિતિ

વર્ણન

આનુમાનિક સ્થિતિ એક એવી સ્થિતિ છે કે જેમાં બીજી ઘટના (“તો પછી” ઉપવાક્ય) ત્યારે જ બનશે અથવા કોઈ રીતે પૂરી થશે જ્યારે પ્રથમ ઘટના (“જો” ઉપવાક્ય) પહેલા પૂરી થશે. અમુકવાર જે ઘટના બને છે તે અન્ય લોકોનાં કાર્યો પર આધારિત હોય છે.

અનુવાદમાં આ સમસ્યારૂપ થઇ શકે તેનું કારણ

કોઈ એક કથન એક આનુમાનિક સ્થિતિ છે કે નહિ તે અનુવાદકો સમજે તે મહત્વનું છે કે જેથી તેઓ તેને યથાયોગ્ય રીતે અનુવાદ કરી શકે. દાખલા તરીકે, ઈશ્વરે ઇઝરાયેલને આપેલ પ્રતિજ્ઞાઓમાં કેટલીક શરતી પ્રતિજ્ઞાઓ હતી, જે ઇઝરાયેલ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરે કે ના કરે તેના પર આધારિત હતી. પરંતુ ઇઝરાયેલ માટે ઈશ્વરની ઘણી પ્રતિજ્ઞાઓ શરતી નહોતી; ઇઝરાયેલનાં લોકો આજ્ઞાકારી રહે કે ના રહે તોપણ ઈશ્વર તેઓને પૂરી કરશે. આ બે પ્રકારની પ્રતિજ્ઞાઓ વચ્ચેના અંતરને તમે (અનુવાદક) જાણો અને તમારી પોતાની ભાષામાં તેને સચોટપણે રજુ કરો તે મહત્વનું છે. એ પણ કે, જે પ્રમાણે તે ઘટનાઓ થશે તેના ક્રમ કરતા અલગથી જ કેટલીકવાર શરતોનો ક્રમ મૂકવામાં આવ્યો હોય છે. જો લક્ષ્યાંકિત ભાષા ઉપવાક્યોને અલગ ક્રમમાં ગોઠવે છે તો તમારે તેને બંધબેસતું કરવું પડશે.

OBS અને બાઈબલમાંથી દાખલાઓ

ઈશ્વરે લોકોને આશીર્વાદ આપવાની અને તેઓની સુરક્ષા કરવાની પ્રતિજ્ઞા આપી, જો તેઓ આ નિયમોનું પાલન કરશે તો. પરંતુ જો તેઓ તેઓનું પાલન કરશે નહિ તો તે તેઓને શિક્ષા કરશે (વાર્તા ૧૩ ફ્રેમ ૭ OBS)

આ ફ્રેમમાં બે આનુમાનિક સ્થિતિઓ સમાયેલી છે. આ બંને શરતોમાં, પ્રથમ ઘટના (“જો” વાળું ઉપવાક્ય) “તો પછી” ઉપવાક્યનાં બાદમાં રજુ કરવામાં આવ્યું છે. જો આ અસ્વાભાવિક હોય કે મૂંઝવણ ઊભી કરનાર હોય તો ઉપવાક્યોને સ્વાભાવિક ક્રમમાં ફરીથી લખી શકાય. પ્રથમ આનુમાનિક શરત છે: જો ઇઝરાયેલનાં લોકો ઈશ્વરની આજ્ઞાનું પાલન કરશે તો ઈશ્વર તેઓને આશીર્વાદ આપશે અને તેઓને સુરક્ષિત રાખશે. બીજી આનુમાનિક શરત છે: જો ઇઝરાયેલનાં લોકો ઈશ્વરની આજ્ઞાનું પાલન કરશે નહિ, તો ઈશ્વર તેઓને શિક્ષા કરશે.

જો તું સારું કરે, તો તું માન્ય નહિ થશે શું ?(ઉત્પત્તિ ૪:૭અ ULT)

જો કાઈન જે સારું છે તે કરશે, તો તે માન્ય થશે. માન્ય થવા માટે કાઈન પાસે એકમાત્ર ઉપાય જે સારું છે તે કરવામાં છે.

...જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઉથલી પડશે; પણ જો ઈશ્વરનું હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ. (પ્રેરિતોના કૃત્યો ૫:૩૮બ-૩૯અ ULT)

અહીં બે આનુમાનિક શરતો છે: (૧) જો એ વાત સાચી હોય કે આ યોજના માણસોની છે તો તેને ઊથલાવી નંખાશે; (૨) જો એ વાત સાચી હોય કે આ યોજના ઈશ્વરની છે તો તેને ઊથલાવી નંખાશે નહિ.

અનુવાદની વ્યૂહરચનાઓ

(૧) ઉપવાક્યોનો ક્રમ જો આનુમાનિક સ્થિતિને મૂંઝવણમાં મૂકે છે તો પછી ઉપવાક્યોના ક્રમને બદલી કાઢો.
(૨) જો બીજી ઘટના ક્યાં છે તે વિષે સ્પષ્ટતા નથી તો તે ભાગને “ત્યારબાદ” જેવા શબ્દ વડે ચિન્હિત કરો.

અનુવાદની વ્યૂહરચનાઓનાં લાગુકરણનાં દાખલાઓ

(૧) ઉપવાક્યોનો ક્રમ જો આનુમાનિક સ્થિતિને મૂંઝવણમાં મૂકે છે તો પછી ઉપવાક્યોના ક્રમને બદલી કાઢો.

ઈશ્વરે લોકોને આશીર્વાદ આપવાની અને તેઓની સુરક્ષા કરવાની પ્રતિજ્ઞા આપી, જો તેઓ આ નિયમોનું પાલન કરશે તો. પરંતુ જો તેઓ તેઓનું પાલન કરશે નહિ તો તે તેઓને શિક્ષા કરશે (વાર્તા ૧૩ ફ્રેમ ૭ OBS)

જો લોકો આ નિયમોનું પાલન કરશે તો ઈશ્વરે પ્રતિજ્ઞા કરી હતી કે તે તેઓને આશીર્વાદ આપશે અને તેઓની સુરક્ષા કરશે. પણ જો તેઓ આ નિયમોનું પાલન કરશે નહિ, તો ઈશ્વરે કહ્યું હતું કે તે તેઓને શિક્ષા કરશે.

(૨) જો બીજી ઘટના ક્યાં છે તે વિષે સ્પષ્ટતા નથી તો તે ભાગને “ત્યારબાદ” જેવા શબ્દ વડે ચિન્હિત કરો.

ઈશ્વરે લોકોને આશીર્વાદ આપવાની અને તેઓની સુરક્ષા કરવાની પ્રતિજ્ઞા આપી, જો તેઓ આ નિયમોનું પાલન કરશે તો. પરંતુ જો તેઓ તેઓનું પાલન કરશે નહિ તો તે તેઓને શિક્ષા કરશે (વાર્તા ૧૩ ફ્રેમ ૭ OBS)

જો લોકો આ નિયમોનું પાલન કરશે તો પછી ઈશ્વરે પ્રતિજ્ઞા કરી હતી કે તે તેઓને આશીર્વાદ આપશે અને તેઓની સુરક્ષા કરશે. પણ જો તેઓ આ નિયમોનું પાલન કરશે નહિ, તો પછી ઈશ્વરે કહ્યું હતું કે તે તેઓને શિક્ષા કરશે.

...જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો તે ઉથલી પડશે; પણ જો ઈશ્વરનું હશે તો તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ. (પ્રેરિતોના કૃત્યો ૫:૩૮બ-૩૯અ ULT)

...જો એ મત અથવા એ કામ માણસોનું હશે તો પછી તે ઉથલી પડશે; પણ જો ઈશ્વરનું હશે તો પછી તમારાથી તે ઊથલાવી નંખાશે નહિ.