gu_ta/translate/figs-yousingular/01.md

37 lines
9.6 KiB
Markdown

### સમજૂતી
જ્યારે "તમે" શબ્દ માત્ર એક વ્યક્તિનો ઉલ્લેખ કરે છે ત્યારે કેટલીક ભાષાઓમાં "તમે" નું એકવચન સ્વરૂપ હોય છે અને જ્યારે "તમે" શબ્દ એક કરતાં વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે છે ત્યારે **બહુવચન** સ્વરૂપ હોય છે. અનુવાદકો કે જેઓ આમાંથી એક ભાષા બોલે છે તેઓને હંમેશા એ જાણવું જરૂરી રહેશે કે વક્તા શું કહેવા માંગે છે જેથી તેઓ તેમની ભાષામાં "તમે" માટે યોગ્ય શબ્દ પસંદ કરી શકે. અન્ય ભાષાઓ, જેમ કે અંગ્રેજી, માત્ર એક જ સ્વરૂપ ધરાવે છે, જેનો ઉપયોગ લોકો ગમે તેટલા લોકોને કરે છે.
બાઇબલ સૌપ્રથમ હિબ્રુ, અરામિક અને ગ્રીક ભાષાઓમાં લખવામાં આવ્યું હતું. આ બધી ભાષાઓમાં "તમે" નું એકવચન સ્વરૂપ અને "તમે" નું બહુવચન સ્વરૂપ બંને હોય છે. જ્યારે આપણે એ ભાષાઓમાં બાઇબલ વાંચીએ છીએ, ત્યારે સર્વનામ અને ક્રિયાપદના સ્વરૂપો આપણને બતાવે છે કે શું “તમે” શબ્દ એક વ્યક્તિનો સંદર્ભ આપે છે કે એક કરતાં વધુ. જ્યારે આપણે એવી ભાષામાં બાઇબલ વાંચીએ છીએ કે જેમાં તમારા અલગ-અલગ સ્વરૂપો નથી, ત્યારે વક્તા કેટલા લોકો સાથે વાત કરી રહ્યા હતા તે જોવા માટે આપણે સંદર્ભ જોવાની જરૂર છે.
#### આ અનુવાદની સમસ્યા છે કારણ કે,
* અનુવાદકો કે જેમની ભાષા"તમે" ના વિશિષ્ટ એકવચન અને બહુવચન સ્વરૂપો ધરાવે છે એમનેહંમેશા એ જાણવાની જરૂર રહેશે કે વક્તાનો અર્થ શું છે જેથી તેઓ તેમની ભાષામાં "તમે" માટે યોગ્ય શબ્દ પસંદ કરી શકે.
* વિષય એકવચન છે કે બહુવચન છે તેના આધારે ઘણી ભાષાઓમાં ક્રિયાપદના વિવિધ સ્વરૂપો પણ હોય છે. તેથી જો "તમે" નો અર્થ કોઈ સર્વનામ ન હોય તો પણ, આ ભાષાઓના અનુવાદકોને એ જાણવાની જરૂર પડશે કે વક્તા એક વ્યક્તિ અથવા એક કરતાં વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
ઘણીવાર સંદર્ભ સ્પષ્ટ કરશે કે શું "તમે" શબ્દ એક વ્યક્તિ અથવા એક કરતાં વધુનો સંદર્ભ આપે છે. જો તમે વાક્યમાં અન્ય સર્વનામોને જુઓ, તો તેઓ તમને વક્તા કેટલા લોકો સાથે વાત કરી રહ્યા હતા તે જાણવામાં મદદ કરશે.
કેટલીકવાર ગ્રીક અને હીબ્રુ બોલનારા લોકોના સમૂહ સાથે વાત કરતા હોવા છતાં પણ "તમે" ના એકવચન સ્વરૂપનો ઉપયોગ કરતા હતા. (જુઓ [‘તમે’ ના સ્વરૂપો — ટોળા માટે એકવચન](../figs-youcrowd/01.md).)
### બાઈબલમાંના ઉદાહરણો
> પણ તેણે કહ્યું, "આ બધી બાબતો તો હું નાનપણથી પાળતો આવ્યો છું" પરંતુ જ્યારે તેણે આ સાંભળ્યું, ત્યારે ઈસુએ તેને કહ્યું, "તું હજી એક બાબત સંબંધી અધૂરો છે. બધી વસ્તુઓ, જેટલી **તારી પાસે** છે, તે બધું વેચી નાખ અને ગરીબોને વહેંચી દે, અને **તને** સ્વર્ગમાં ખજાનો મળશે - અને આવ, મારી પાછળ ચાલ." (લુક 18:21-22 ULT)
અધિકારીએ જ્યારે “હું” કહ્યું ત્યારે ફક્ત પોતાના વિશે જ બોલતો હતો. આ આપણને બતાવે છે કે જ્યારે ઈસુએ "તમે" કહ્યું ત્યારે તે ફક્ત અધિકારીનો ઉલ્લેખ કરી રહ્યો હતો. તેથી "તમે" ના એકવચન અને બહુવચન સ્વરૂપ ધરાવતી ભાષાઓને અહીં એકવચન સ્વરૂપની જરૂર છે.
> દેવદૂતે તેને કહ્યું, “**પોતાને** તૈયાર કર. અને **તારા** સેન્ડલ પહેર." તેથી તેણે તે કર્યું. તેણે તેને કહ્યું, “તારું* બહારનું વસ્ત્ર પહેરીને મારી પાછળ આવ.” (પ્રેરિતોનાં કૃત્યો 12:8 ULT)
સંદર્ભ સ્પષ્ટ કરે છે કે દેવદૂત એક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો અને જે દેવદૂતે આદેશ આપ્યો હતો તે માત્ર એક વ્યક્તિએ તે કર્યું. તેથી જે ભાષાઓમાં "તમે" ના એકવચન અને બહુવચન સ્વરૂપો હોય તેમને અહીં " પોતાને " અને "તમારી" માટે એકવચન સ્વરૂપની જરૂર પડશે. ઉપરાંત, જો ક્રિયાપદો એકવચન અને બહુવચન વિષયો માટે અલગ-અલગ સ્વરૂપો ધરાવે છે, તો ક્રિયાપદો "તૈયાર થા" અને "પહેર" ને એવા સ્વરૂપની જરૂર છે જે એકવચન વિષય સૂચવે છે.
> સામાન્ય વિશ્વાસમાં મારા સાચા પુત્ર તીતસ ને . આ હેતુ માટે મેં **તને** ક્રીત માં રાખ્યો હતો, જેથી જેથી જે કામો અધૂરા છે તેને **તું** વ્યવસ્થિત કરે અને જે પ્રમાણે મેં **તને** આજ્ઞા આપી હતી તે પ્રમાણે દરેક શહેરમાં વડીલો ઠરાવે. પરંતુ શુદ્ધ ઉપદેશને જે શોભે છે તે વાતો **તારે** કહેવી. (તીતસ 1:4a, 5; 2:1 ULT)
પાઊલે આ પત્ર એક વ્યક્તિ, તીતસને લખ્યો હતો. મોટાભાગે આ પત્રમાં "તમે" શબ્દ ફક્ત તીતસને જ દર્શાવે છે.
#### "તમે" કેટલા લોકોનો ઉલ્લેખ કરે છે તે શોધવા માટેની વ્યૂહરચનાઓ
(1) નોંધો જુઓ કે શું તેઓ જણાવે છે કે "તમે" એક વ્યક્તિ અથવા એક કરતાં વધુ વ્યક્તિનો સંદર્ભ આપે છે.<br>
(2) ULT કોઈ માહિતી આપે છે કે જે તમને બતાવે કે "તમે" શબ્દ એક વ્યક્તિ અથવા એક કરતાં વધુ વ્યક્તિઓનો વાપરવામાં આવ્યો છે.<br>
(3) જો તમારી પાસે કોઈ એવી ભાષામાં લખાયેલું બાઈબલ છે જે "તમે" બહુવચનમાંથી "તું " એકવચનને અલગ પાડે છે, તો તે વાક્યમાં બાઇબલનું "તમે" કયું સ્વરૂપ છે તે જુઓ.<br>
(4) વક્તા કેટલા લોકો સાથે વાત કરી રહ્યા હતા અને કોણે પ્રતિભાવ આપ્યો તે જોવા માટે સંદર્ભ જુઓ.
તમે https://ufw.io/figs_younum પર વિડિયો જોઈ શકો છો.