gu_ta/translate/figs-simile/01.md

12 KiB

સમજૂતી

ઉપમા એ બે વસ્તુઓની સરખામણી છે જે સામાન્ય રીતે સમાન હોવાનું માનવામાં આવતું નથી.ઉપમા એક ચોક્કસ લક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે બે વસ્તુઓમાં સામાન્ય છે, અને તે "જેવું," "જેમ," અથવા "કરતાં" શબ્દોનો ઉપયોગ કરે છે.

અને લોકોને જોઈને તેને તેઓ પર દયા આવી; કેમકે તેઓ પાળક વગરનાં ઘેટાના જેવા હેરાન થયેલા અને વેરાઈ ગયેલા હતા ( માથ્થી 9:36)

ઈસુએ લોકોના ટોળાની સરખામણી ઘેટાંપાળક વગરના ઘેટાં સાથે કરી. જ્યારે તેઓને સુરક્ષિત જગ્યાએ લઈ જવા માટે સારો ઘેટાંપાળક ન હોય ત્યારે ઘેટાં ભયભીત થઈ જાય છે. લોકોનું ટોળું એવું હતું કારણ કે તેમની પાસે સારા ધાર્મિક આગેવાનો ન હતા.

જુઓ, વરુઓની વચ્ચે ઘેટાંની જેમ હું તમને મોકલું છું, તેથી સાપના જેવા હોશિયાર અને કબૂતરના જેવા નિર્દોષ બનો. (માથ્થી 10:16 ULT)

ઈસુએ પોતાના શિષ્યોની સરખામણી ઘેટાં સાથે અને દુશ્મનોને વરુ સાથે કરી. વરુ ઘેટાં પર હુમલો કરે છે; ઈસુના દુશ્મનો તેમના શિષ્યો પર હુમલો કરશે.

કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત અને સક્રિય અને કોઈપણ બે ધારી તલવાર કરતાં વધુ તીક્ષ્ણ છે. (હિબ્રૂઓને પત્ર 4:12a ULT)

ઈશ્વરના શબ્દની તુલના બે ધારી તલવાર સાથે કરવામાં આવે છે. બે ધારી તલવાર એ એક એવું શસ્ત્ર છે જે વ્યક્તિના માંસને સરળતાથી કાપી શકે છે. વ્યક્તિના હૃદય અને વિચારોમાં શું છે તે બતાવવામાં ઈશ્વરનો શબ્દ ખૂબ જ અસરકારક છે.

ઉપમાનો હેતુ

  • ઉપમા જાણીતી બાબત અને અજાણી બાબત સમાનતા બતાવી અજાણી બાબત વિષે શીખવી શકે છે.
  • ઉપમા કેટલીકવાર લોકોનું ધ્યાન ખેંચે તે રીતે કોઈ ચોક્કસ લક્ષણ પર ભાર મૂકે છે,.
  • ઉપમા મનમાં એક ચિત્ર બનાવવામાં મદદ કરે છે અથવા વાચકને તે જે વાંચી રહ્યો છે તેનો સંપૂર્ણ રીતે અનુભવ કરવામાં મદદ કરે છે.

આ અનુવાદની સમસ્યા છે કારણ કે,

  • બે વસ્તુઓ કેવી રીતે સરખી છે એ વિષે લોકો અજાણ હોઈ શકે. .
  • લોકો બંને વસ્તુઓની સરખામણીથી પરિચિત ન પણ હોય.

બાઇબલમાંથી ઉદાહરણો

ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે મારી સાથે દુઃખસહન કર. (2 તીમોથી 2:3 ULT)

આ ઉપમામાં, પાઉલ સૈનિકો જે સહન કરે છે તેની સાથે દુઃખની તુલના કરે છે, અને તે તીમોથીને તેમના ઉદાહરણને અનુસરવા ઉત્તેજન આપે છે.

જેમ વીજળી એક જગ્યાએથી બીજી જગ્યાએ આકાશમાં ચમકે છે, તેવી જ રીતે માણસનો પુત્ર પણ હશે. (લુક17:24b ULT)

આ કલમ એવું જણાવતી નથી કે માણસનો દીકરો વીજળી જેવો હશે. પરંતુ તેનો સંદર્ભ આપણે તેની પહેલાની કલમો પરથી સમજી શકીએ છીએ કે જેમ વીજળી અચાનક ચમકે છે અને દરેક તેને જોઈ શકે છે, તેમ માણસનો દીકરો અચાનક આવશે અને દરેક તેને જોઈ શકશે. તેના વિશે કોઈને કહેવાની જરૂર રહેશે નહીં.

અનુવાદ માટેની વ્યૂહરચના

જો લોકો ઉપમાનો સાચો અર્થ સમજતા હોય, તો તેનો ઉપયોગ કરવાનું વિચારો. નહિ તો અહીં કેટલીક વ્યૂહરચનાઓ છે જેનો તમે ઉપયોગ કરી શકો છો:

(1) જો લોકો જાણતા ન હોય કે બે વસ્તુઓ કેવી રીતે સરખી છે, તો જણાવો કે તેઓ કેવી રીતે સરખી છે. આમ છતાં, જો મૂળ પ્રેક્ષકોને અર્થ સ્પષ્ટ ન હોય તો આ કરશો નહીં. (2) જો લોકો જેની સાથે કોઈ વસ્તુની સરખામણી કરવામાં આવે છે એવી વસ્તુથી પરિચિત ન હોય, તો તમારી પોતાની સંસ્કૃતિમાંથી કોઈ વસ્તુનો ઉપયોગ કરો. ખાતરી કરો કે બાઇબલની સંસ્કૃતિઓમાં તેનો ઉપયોગ થઈ શકે છે. જો તમે આ વ્યૂહરચનાનો ઉપયોગ કરો છો, તો તમે મૂળ બાબતને ખાસ નોંધ તરીકે મૂકી શકો છો. (3) વસ્તુને બીજી સાથે સરખાવ્યા વિના ફક્ત તેનું વર્ણન કરો.

લાગુ કરેલ અનુવાદ વ્યૂહરચનાનાં ઉદાહરણો

(1) જો લોકો જાણતા ન હોય કે બે વસ્તુઓ કેવી રીતે સરખી છે, તો જણાવો કે તેઓ કેવી રીતે સરખી છે. આમ છતાં, જો મૂળ પ્રેક્ષકોને અર્થ સ્પષ્ટ ન હોય તો આ કરશો નહીં.

જુઓ, વરુઓની વચ્ચે ઘેટાંની જેમ હું તમને મોકલું છું. (માથ્થી 10:16a ULT) — અહીં ઘેટાં વરુઓથી ઘેરાયેલા હોય તેની સરખામણી જયારે ઈસુના શિષ્યો જે જોખમમાં હોય છે તે સાથે કરે છે.

જુઓ, હું તમને દુષ્ટ લોકોની વચ્ચે મોકલું છું અને જેમ ઘેટાં જ્યારે વરુઓની વચ્ચે હોય ત્યારે તેઓ જોખમમાં હોય છેતમે તેમનાથી જોખમમાં રહેશો.

કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત અને સક્રિય અને કોઈપણ બે ધારી તલવાર કરતાં વધુ તીક્ષ્ણ છે. (હિબ્રૂઓને પત્ર 4:12a ULT)

કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત અને સક્રિય છે અને અતિ તીક્ષ્ણ બે ધારી તલવાર કરતાં વધુ સમર્થ છે.

(2) જો લોકો જેની સાથે કોઈ વસ્તુની સરખામણી કરવામાં આવે છે એવી વસ્તુથી પરિચિત ન હોય, તો તમારી પોતાની સંસ્કૃતિમાંથી કોઈ વસ્તુનો ઉપયોગ કરો. ખાતરી કરો કે બાઇબલની સંસ્કૃતિઓમાં તેનો ઉપયોગ થઈ શકે છે. જો તમે આ વ્યૂહરચનાનો ઉપયોગ કરો છો, તો તમે મૂળ બાબતને ખાસ નોંધ તરીકે મૂકી શકો છો.

જુઓ, હું તમને વરુઓની વચ્ચે ઘેટાંની જેમ મોકલું છું, (માથ્થી 10:16a ULT) — જો લોકોને ખબર ન હોય કે ઘેટાં અને વરુ શું છે, અથવા વરુ ઘેટાંને મારીને ખાય છે, તો તમે અન્ય પ્રાણી જે બીજાને મારી નાખે છે તેનો ઉપયોગ કરી શકો છો.

જુઓ, હું તમને જંગલી કૂતરાઓની વચ્ચે મરઘીના બચ્ચાં ની જેમ મોકલું છું.

જેમ મરઘી પોતાની બચ્ચાંઓને પાંખો નીચે એકઠાં કરે છે તેમ, તમારા બાળકોને એકઠાં કરવા હું કેટલી વાર ઈચ્છતો હતો, પણ તમે રાજી ન હતા! (માથ્થી 23:37b ULT)

જેમ એક માતા તેના શિશુઓ પર નજીકથી નજર રાખે છે તેમ, હું તમારા બાળકોને કેટલી વાર ભેગા કરવા માંગતો હતો, , પરંતુ તમે ના પાડી!

જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો … (માથ્થી 17:20)

જો તમારી પાસે નાના બીજ જેટલો વિશ્વાસ હોય,

(3) વસ્તુને બીજી સાથે સરખાવ્યા વિના ફક્ત તેનું વર્ણન કરો.

જુઓ, હું તમને વરુઓની વચ્ચે ઘેટાંની જેમ મોકલું છું, (માથ્થી 10:16a ULT)

જુઓ, હું તમને જેઓ તમને નુકસાન પહોંચાડવા માંગે છે એવા લોકોમાં મોકલું છું.

જેમ મરઘી પોતાની બચ્ચાંઓને પાંખો નીચે એકઠાં કરે છે તેમ, તમારા બાળકોને એકઠાં કરવા હું કેટલી વાર ઈચ્છતો હતો, પણ તમે રાજી ન હતા! (માથ્થી 23:37b ULT)

હું કેટલી વાર તમારું રક્ષણ કરવા માંગતો હતો, પણ તમે ના પાડી!