gu_ta/translate/figs-quotations/01.md

9.8 KiB
Raw Permalink Blame History

સમજૂતી

અવતરણો બે પ્રકારના હોય છે: પ્રત્યક્ષ અવતરણ અને પરોક્ષ અવતરણ.

જ્યારે કોઈ વ્યક્તિ તે મૂળ વક્તાના દૃષ્ટિકોણથી અન્ય વ્યક્તિએ શું કહ્યું તેનો અહેવાલ આપે છે ત્યારે પ્રત્યક્ષ અવતરણ થાય છે. લોકો સામાન્ય રીતે અપેક્ષા રાખે છે કે આ પ્રકારનું અવતરણ મૂળ વક્તાનાં શબ્દોની આબેહૂબ રજૂઆત કરે છે. નીચેના ઉદાહરણમાં, યોહાને પોતાનો ઉલ્લેખ કરતી વખતે "હું" કહ્યું હશે, તેથી વાર્તાકાર, જે યોહાનના શબ્દોની રજૂઆત કરી રહ્યો છે, તે યોહાનનો સંદર્ભ આપવા માટે અવતરણમાં "હું" શબ્દનો ઉપયોગ કરે છે. તે બતાવવા માટે કે આ યોહાનના આબેહૂબ શબ્દો છે, ઘણી ભાષાઓ શબ્દોને અવતરણ ચિહ્નો વચ્ચે મૂકે છે: "".

  • યોહાને કહ્યું, "મને ખબર નથી કે હું કયા સમયે આવીશ."

જ્યારે વક્તા અન્ય કોઈએ શું કહ્યું તેની જાણ કરે છે ત્યારે પરોક્ષ અવતરણ થાય છે, પરંતુ આ કિસ્સામાં, મૂળ વ્યક્તિના દૃષ્ટિકોણ બદલે વક્તા પોતાના દૃષ્ટિકોણથી અહેવાલ આપે છે. આ પ્રકારના અવતરણમાં સામાન્ય રીતે સર્વનામોમાં ફેરફાર હોય છે, અને તેમાં ઘણીવાર સમય, શબ્દની પસંદગી અને લંબાઈમાં ફેરફારનો સમાવેશ થાય છે. નીચેના ઉદાહરણમાં, વાર્તાકાર યોહાનનો ઉલ્લેખ અવતરણમાં "તેને" તરીકે કરે છે અને "આવીશ" દ્વારા સૂચવાયેલ ભવિષ્યકાળને બદલવા માટે "આવશે" શબ્દનો ઉપયોગ કરે છે.

  • યોહાને કહ્યું, કે તેને ખબર ન હતી કે તે કયા સમયે આવશે.

આ અનુવાદની સમસ્યા છે કારણ કે,

કેટલીક ભાષાઓમાં, વક્તવ્યનો અહેવાલ પ્રત્યક્ષ અથવા પરોક્ષ અવતરણો દ્વારા રજૂ કરી શકાય છે. અન્ય ભાષાઓમાં, કોઈ એકનો ઉપયોગ કરવો વધુ સ્વાભાવિક છે. બીજાને બદલે એકનો ઉપયોગ કરવામાં ચોક્કસ અર્થ સમાયેલો હોઈ શકે છે. તેથી દરેક અવતરણ માટે, અનુવાદકોએ તે નક્કી કરવાની જરૂર છે કે તેનો પ્રત્યક્ષ અવતરણ તરીકે કે પરોક્ષ અવતરણ તરીકે અનુવાદ કરવો શ્રેષ્ઠ છે.

બાઇબલમાંથી ઉદાહરણો

નીચેના ઉદાહરણોમાંની કલમો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને અવતરણો ધરાવે છે. નીચેની કલમની સમજૂતીમાં, અમે અવતરિત શબ્દોને ગાઢા શબ્દોમાં મુદ્રાંકિત કર્યા છે.

અને તેણે તેને આજ્ઞા આપી કે કોઈને કહેવું નહીં, પણ, "તું જઈને યાજકને પોતાને દેખાડ અને મૂસાની આજ્ઞા પ્રમાણે, તારા શુદ્ધિકરણ લીધે તેઓને સાક્ષી માટે, અર્પણ ચઢાવ." (લુક 5:14 ULT)

  • પરોક્ષ અવતરણ: તેણે તેને આજ્ઞા આપી કે કોઈને કહેવું નહીં,

પ્રત્યક્ષ અવતરણ: પણ, "તું જઈને યાજકને પોતાને દેખાડ…

અને ફરોશીઓ દ્વારા પૂછવામાં આવ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે, તેણે તેઓને જવાબ આપ્યો અને કહ્યું, “દેવનું રાજ્ય ધ્યાનપૂર્વક અવલોકન કરીને આવતું નથી. ન તો તેઓ કહેશે, ‘જુઓ, તે અહીં છે! અથવા ‘ત્યાં છે! કેમ કે ખરેખર, ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે.” (લુક 17:20-21 ULT)

  • પરોક્ષ અવતરણ: અને ફરોશીઓ દ્વારા પૂછવામાં આવ્યું કે દેવનું રાજ્ય ક્યારે આવશે,

પ્રત્યક્ષ અવતરણ: તેણે તેઓને જવાબ આપ્યો અને કહ્યું, “દેવનું રાજ્ય ધ્યાનપૂર્વક અવલોકન કરીને આવતું નથી. ન તો તેઓ કહેશે, ‘જુઓ, તે અહીં છે! અથવા ‘ત્યાં છે! કેમ કે ખરેખર, ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે છે.” પ્રત્યક્ષ અવતરણ: ન તો તેઓ કહેશે, જુઓ, તે અહીં છે! અથવા ત્યાં છે!

અનુવાદ માટેની વ્યૂહરચના

જો સ્રોત લખાણમાં વપરાયેલ અવતરણનો પ્રકાર તમારી ભાષામાં યોગ્ય છે, તો તેનો ઉપયોગ કરવાનું વિચારો. જો તે સંદર્ભમાં ઉપયોગમાં લેવાતા અવતરણનો પ્રકાર તમારી ભાષા માટે સ્વાભાવિક નથી, તો આ વ્યૂહરચનાઓને અનુસરો.

(1) જો તમારી ભાષામાં પ્રત્યક્ષ અવતરણ યોગ્ય લાગતું નથી, તો તેને પરોક્ષ અવતરણમાં બદલો.

(2) જો તમારી ભાષામાં પરોક્ષ અવતરણ યોગ્ય લાગતું નથી, તો તેને પ્રત્યક્ષ અવતરણમાં બદલો.

લાગુ કરેલ અનુવાદ વ્યૂહરચનાનાં ઉદાહરણો

(1) જો તમારી ભાષામાં પ્રત્યક્ષ અવતરણ યોગ્ય લાગતું નથી, તો તેને પરોક્ષ અવતરણમાં બદલો.

અને તેણે તેને આજ્ઞા આપી કે કોઈને કહેવું નહીં, પણ, "તું જઈને યાજકને પોતાને દેખાડ અને મૂસાની આજ્ઞા પ્રમાણે, તારા શુદ્ધિકરણ લીધે તેઓને સાક્ષી માટે, અર્પણ ચઢાવ." (લુક 5:14 ULT)

તેણે તેને આજ્ઞા આપી કે કોઈને કહેવું નહીં,, પરંતુ જઈને પોતાને યાજકને દેખાડવું અને મૂસાની આજ્ઞા પ્રમાણે, પોતાના શુદ્ધિકરણ લીધે તેઓને સાક્ષી માટે, અર્પણ ચઢાવવું..

(2) જો તમારી ભાષામાં પરોક્ષ અવતરણ યોગ્ય લાગતું નથી, તો તેને પ્રત્યક્ષ અવતરણમાં બદલો.

અને તેણે તેને આજ્ઞા આપી કે કોઈને કહેવું નહીં, પણ, "તું જઈને યાજકને પોતાને દેખાડ અને મૂસાની આજ્ઞા પ્રમાણે, તારા શુદ્ધિકરણ લીધે તેઓને સાક્ષી માટે, અર્પણ ચઢાવ." (લુક 5:14 ULT)

તેણે તેને આદેશ આપ્યો, "કોઈને કહીશ નહીં. પણ જા અને તારી જાતને યાજકને દેખાડ અને મૂસાની આજ્ઞા પ્રમાણે તારા શુદ્ધિકરણ માટે, તેઓને સાક્ષીરુપ થવા બલિદાન ચઢાવ.”

તમે અહીં વિડિઓ જોઈ શકો છો https://ufw.io/figs_quotations.