gu_ta/translate/figs-parables/01.md

12 KiB

દ્રષ્ટાંત એક લઘુ વાર્તા છે જે સત્ય વિષય કે વિષયોનું શિક્ષણ આપે છે, અને એ રીતે બોધપાઠની રજૂઆત કરે છે કે જેને સમજવું સરળ અને ભૂલવું કઠણ હોય છે.

વર્ણન

દ્રષ્ટાંત એક લઘુ વાર્તા છે જે સત્ય વિષય કે વિષયોનું શિક્ષણ આપવા માટે કહેવામાં આવે છે. દ્રષ્ટાંતમાંની ઘટનાઓ બનવી સંભવિત છે, પરંતુ તેઓ હકીકતમાં થયેલ ઘટનાઓ નથી હોતી. શ્રોતાગણ શીખે એવા ઈરાદાની સાથે બોધપાઠ અથવા બોધપાઠોનું શિક્ષણ આપવાનાં હેતુસર જ તેઓને કહેવામાં આવે છે. દ્રષ્ટાંતો ચોક્કસ લોકોના નામોનો સમાવેશ કરે એવું દુર્લભ હોય છે. (આ બાબત તમને દ્રષ્ટાંત શું છે અને વાસ્તવિક ઘટનાનો અહેવાલ શું છે તેને પારખી કાઢવામાં સહાયક થઇ શકે છે.) દ્રષ્ટાંત વારંવાર અલંકારિક શબ્દો જેમ કે [ઉપમા] (../figs-simile/01.md)અને [રૂપક] (../figs-simile/01.md)નો ઉપયોગ કરતું હોય છે.

તેણે તેઓને એક દ્રષ્ટાંત પણ કહ્યું. “શું આંધળો માણસ આંધળાને દોરી જવા માટે સક્ષમ છે ? શું બંને ખાડામાં પડશે નહિ ?” (લૂક ૬:૩૯ ULT)

આ દ્રષ્ટાંત શીખવે છે કે જો કોઈ એક વ્યક્તિ પાસે આત્મિક સમજણ ના હોય તો તે કોઈ બીજી વ્યક્તિને આત્મિક બાબતોની સમજણ પ્રાપ્ત કરવામાં સહાય કરી શકતી નથી.

બાઈબલમાંથી દાખલાઓ

અને દીવો કરીને તેને માપ તળે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંનાં બધાંને તે અજવાળું આપે છે. તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઇને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. (માથ્થી ૫:૧૫-૧૬ ULT)

આ દ્રષ્ટાંત શીખવે છે કે આપણે ઈશ્વરને માટે જે રીતે જીવીએ છીએ તેને અન્ય લોકોથી છૂપાવવું ના જોઈએ.

પછી ઈસુએ તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત રજુ કર્યું. તેણે કહ્યું, “આકાશનું રાજય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું. સઘળાં બી કરતાં તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.” (માથ્થી ૧૩:૩૧-૩૨ ULT)

આ દ્રષ્ટાંત શીખવે છે કે ઈશ્વરનું રાજય આરંભમાં નાનું લાગે, પણ તે વૃધ્ધિ પામશે અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ જશે.

અનુવાદની વ્યૂહરચનાઓ

(૧) દ્રષ્ટાંતમાં અજાણી વસ્તુઓનાં નામો હોવાને લીધે તેને સમજવું કઠણ હોય એવી પરિસ્થિતિમાં તમારી સંસ્કૃતિમાં લોકો જેનાથી માહિતગાર હોય એવી વસ્તુઓનાં નામો અજાણી વસ્તુઓનાં નામોનાં સ્થાન પર તમે મૂકી શકો છો. તોપણ, પાઠમાં એકસૂત્રતા જાળવી રાખવાની કાળજી રાખો.
(૨) જો દ્રષ્ટાંતનો બોધપાઠ સ્પષ્ટ ના હોય તો, દ્રષ્ટાંતના પરિચયમાં તે શું શીખવે છે તેના વિષે થોડું જણાવવાની કોશિષ કરો. જેમ કે “ઉદાર થવાનાં વિષયમાં ઈસુએ આ વાર્તા જણાવી.”

અનુવાદની વ્યૂહરચનાઓના લાગુકરણના દાખલાઓ

(૧) દ્રષ્ટાંતમાં અજાણી વસ્તુઓનાં નામો હોવાને લીધે તેને સમજવું કઠણ હોય એવી પરિસ્થિતિમાં તમારી સંસ્કૃતિમાં લોકો જેનાથી માહિતગાર હોય એવી વસ્તુઓનાં નામો અજાણી વસ્તુઓનાં નામોનાં સ્થાન પર તમે મૂકી શકો છો. તોપણ, પાઠમાં એકસૂત્રતા જાળવી રાખવાની કાળજી રાખો.

ઈસુએ તેઓને આ પણ કહ્યું, “શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે ? શું દીવી પર મૂકવા સારુ નહિ ?” (માર્ક ૪:૨૧ ULT)

દીવી શું છે તે જો લોકોને ખબર નથી તો ઘરમાં અજવાળું આપી શકે એવા હેતુસર લોકો જે વસ્તુ પર દીવો મૂકે છે તે વસ્તુનું નામ તમે દીવીના નામને સ્થાને મૂકી શકો છો.

ઈસુએ તેઓને આ પણ કહ્યું, “શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે ? શું અલમારી પર મૂકવા સારુ નહિ ?” (માર્ક ૪:૨૧ ULT)

પછી ઈસુએ તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત રજુ કર્યું. તેણે કહ્યું, “આકાશનું રાજય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું. સઘળાં બી કરતાં તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.” (માથ્થી ૧૩:૩૧-૩૨ ULT)

બિયારણને વાવવું એટલે તેઓને હાથમાં લઈને હવામાં ઉછાળવું કે જેથી તેઓ ખેતરમાં વિખેરાય જાય. જો લોકો વાવણી વિષે માહિતગાર નથી તો તેને સ્થાને તમે રોપવાનો શબ્દ મૂકી શકો છો.

પછી ઈસુએ તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત રજુ કર્યું. તેણે કહ્યું, “આકાશનું રાજય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં રોપ્યું. સઘળાં બી કરતાં તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”

(૨) જો દ્રષ્ટાંતનો બોધપાઠ સ્પષ્ટ ના હોય તો, દ્રષ્ટાંતના પરિચયમાં તે શું શીખવે છે તેના વિષે થોડું જણાવવાની કોશિષ કરો. જેમ કે “ઉદાર થવાનાં વિષયમાં ઈસુએ આ વાર્તા જણાવી.”

ઈસુએ તેઓને આ પણ કહ્યું, “શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે ? શું અલમારી પર મૂકવા સારુ નહિ ?” (માર્ક ૪:૨૧ ULT)

કેમ તેઓએ જાહેરમાં સાક્ષી આપવી જોઈએ તે વિષે ઈસુએ તેઓને એક દ્રષ્ટાંત કહ્યું. “શું માપ તળે અથવા ખાટલા તળે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે ? શું અલમારી પર મૂકવા સારુ નહિ ?” (માર્ક ૪:૨૧ ULT)

પછી ઈસુએ તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત રજુ કર્યું. તેણે કહ્યું, “આકાશનું રાજય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું. સઘળાં બી કરતાં તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.” (માથ્થી ૧૩:૩૧-૩૨ ULT)

પછી ઈશ્વરનું રાજય કઈ રીતે વૃધ્ધિ પામે છે તે વિષે જણાવવા ઈસુએ તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત રજુ કર્યું. તેણે કહ્યું, “આકાશનું રાજય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું. સઘળાં બી કરતાં તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”